________________
૩૦
ઉપમિતિ ભવપ્રપંચો કથા.
ઘણો સમજાવ્યો પણ ગુરૂ એકને બે થયો નહિ. એણે તો પોતાના ખરા કુટુંબને વચ્ચેના ઓરડામાં કેદ કર્યું અને તેના ઉપર તાળાં દીધાં. ભકતોએ આથી તેનું બઠરગુરૂ નામ પાડયું. આ ગુરૂ તો ચારો સાથે નાચે, રમે, ખેલે અને તળેટા પાડે. એ ગામમાં ચાર પાડા હતા. પ્રથમ પાડામાં ઠીંકરાનું પાત્ર લઈ ગુરૂએ ભીખ માંગી, ગુરૂએ ત્યાં માર ખાધે; બીજા પાડામાં શરાવળું લીધું, ત્યાં પણ મશ્કરી થઈ; ત્રીજા પાડામાં ત્રાંબાનું પાત્ર લીધું, ત્યાં કાંઇક ભીખ મળી; ચોથામાં રૂપાનું પાત્ર લીધું, ત્યાં ખૂબ ભીખ મળી. આવી રીતે ઘરમાં ઘણી મિલ્કત છતાં ભીખ માટે ચારે પાડામાં બેડરગુરૂ રખડ્યો અને હેરાન થયો અને પોતાના કુટુંબની અવગણના કરી તેમ જ પોતે દુઃખમાં બે રહ્યો. પૃ. ૧૨૬૧-૧૨૬૭.
પ્રકરણ ૧૬ મું-કથાઉપનય-ઉત્તર વિભાગ. ઉપરની કથાને આશય મહાત્માએ પછી સમજાવ્યો. ભવ એટલે સંસાર. જીવનું સ્વરૂપ તે શિવમંદિર. રસમૃદ્ધિ તે આત્માના અદ્ભુત ગુણો. સારગુરૂ તે જીવ. સ્વાભાવિક ગુણો તે કુટુંબીઓ. ગુણજ્ઞાનની ગેરહાજરી તે ઘેલા પણું રાગદ્વેષ તે ધૂતારા. ગીત ગાન તે સંસારને મેટ કોળાહળ. શિવભકતો તે ઉગ્રાહી જૈનદર્શની. બઠરગુરૂ એ વિ. ભાવ દશામાં જીવનું ઉપનામ. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર પાડાઓ. નરકમાં ઠીકરાને પાત્ર, તિર્યચમાં શરાવળું. મનુષ્યમાં ત્રાંબાનું અને દેવમાં રૂપાનું. ભીખ તે વિષયભોગની તૃપ્તિ માટે વલખાં. નરકમાં તો ભેગભેજન મળતું જ નથી, નીચાં લુચ્ચાઓથી પીડા પામે છે, ત્રીજામાં ભોજન જરા મળે છે, ચાથામાં વધારે મળે છે. પણ એને પોતાની મિલકત તો ખ્યાલ તો આવો જ નથી, જરા સુખમાં એ રાચી જાય છે પણ તે કોને પ્રતાપ છે તે જાણતો નથી.
અહીં ઘવળરાજે સવાલ કર્થે કે મોક્ષ કેમ થાય?
કથાને ઉત્તર ભાગ. પછી વૈદ્યરાજ મળ્યા. એણે પ્રયોગ બતાવ્યો રાત્રે ગુરૂ મદિરમાં ગયો. ચારે ઉંઘતા હતા તેનો લાભ લીધો. દીવો સળગાવ્યું. તત્ત્વરોચક પાણી પીધું અને ઉન્માદ ગયો. હાથમાં વજદંડ લીધે અને ચોરોને ખૂબ ફટકાવ્યા પછી અંદર ઓરડો ઉઘાડો તો અઢળક ધન જોયું. પછી એણે ભવગ્રામ છોડી દીધું અને શિવાલય મઠમાં પિતે ગયા. ભાવાર્થ સ્પષ્ટ છે.
પૃ. ૧૨૧૭-૧૨૮૧. પ્રકરણ ૧૭ મું-બુધચરિત્ર. ઉપરનું ચરિત્ર કહી મહાત્માએ કર્તવ્યપ્રેરણા કરી, સસાર ત્યાગ કરવા સૂચવ્યું અને એવી મ ત્વની બાબતમાં ઢીલ ન કરવા સૂચન કર્યું. વળરાજે પ્રશ કવ કે મહાત્માને પોતાને કેણે ઉપદેશ આપે ? આત્મકથા કરવાની રજા નથી છતાં લાભનાં કારણે મહાત્માએ પોતાનું ચરિત્ર કહેવા માંડ્યું -
ધરાતળ નામના નગરે શુભવિપાક રાજાને નિજસાધુતા રાણી છે તેનાથી બુધ નામને પુત્ર થયો. એ રાજાના ભાઈ અશુભવિપાકને પરિણતિ નામની ભાવથી મન્દ નામને પુત્ર થયો. બુધ અને મંદ ભાઈઓ હતા, પરસ્પર એહ સારો હતા અને સાથે ફરતા હતા. હવે વિમલમાનસમાં ભાભિપ્રાય રાજાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org