________________
પ્રકરણ ૨૬ ] લલન અને મૃગયા.
૯૭૩ "નાખવા તૈયાર થઈ ગયેલ હોય એમ જણાય છે અને તદ્દન પાપી હોય એ દેખાવપરથી જણ્ય છે, દુઃખ વડે ચારે તરફથી ઘેરાયેલો હોવા છતાં અરણ્યમાં રહેનારા પ્રાણીઓને દુઃખ દેવા તૈયાર થયેલો હોય એવો જોવામાં આવે છે, અત્યારે ખરે મધ્ય દિવસ થયેલો છે તે વખતે પણ હજુ એણે કાંઈ ખાધું ન હોય એ ભુખ્યા ડાંસ જેવો જણાય છે, તરસથી એનું ગળું છીપાઈ જતું હોય એમ જણાય છે, છતાં એ શિયાળને આગળ કરીને તેની પાછળ દોડયો જાય છે-એ પુરૂષ કેણું છે?”
વિમર્શ માનવાવાસ નગરની અંદર એક લલિત નામનું અંતર નગર છે તેનો લલન નામને આ રાજા છે. એને શિકારને મોટો શેખ લાગે છે અને એ દુર્વ્યસનમાં પડી જઈને તે બીજી કઈ બાબતને જરા પણ વિચાર કરતો નથી. એ મેટા જંગલમાં રાત દિવસ પડ્યા રહેવા લાગ્યો અને લાગ જોઈને શિકાર કરવા દોડયો જવા લાગ્યું અને તેને તેના સામંત રાજાઓએ, સગાઓએ, આગેવાન પ્રજાજનોએ અને મોટા મંત્રીઓ વારંવાર વાર્યો અને શિકાર કરવાના કામથી અટકવા સલાહ આપી, પણ એ ભાઈને માંસ ખાવાની એવી લાલસા લાગી હતી કે કઈ ગમે તેટલું કહે તેને એ જરા કાને પણું ધરતો નહિ. પછી એના રાજ્યનાં સર્વ કામ બગડવા લાગ્યા, એનું રાજમંડળ એનાથી વિરૂ થઈ ગયું અને એવી સ્થિતિ ઉત્પન્ન થયેલી જોઈને તે રાજ્યના મુત્સદીવ વિચાર કર્યો કે આ શિકારી રાજા હવે રાજ્યને યોગ્ય રહ્યો નથી, કારણ કે તેનું ચિત્ત રાજકાર્ય ઉપર નથી અને જે રાજા રાજ્યચિંતા ન કરે તે કઈ પણ પ્રકારે રાજ્ય કરવા લાયક રહે નહિ. એવો વિચાર કરીને એ લલન રાજાના પુત્રનો રાજા તરીકે અભિષેક કર્યો અને એને રાજ્યમાંથી અને મહેલમાંથી હાંકી કાઢ્યો. આ પ્રમાણે તેની અત્યંત ખરાબ સ્થિતિ થઈ, રાજ્ય ગયું, હાંસી થઈ, છતાં પણ શિકારનો તેને હજી એટલે બધો શોખ છે અને મારા ઉપર તેને એટલે બધી આસક્તિ છે કે એ નરપિશાચ જંગલમાં એકલો છે, મહા દુઃખી અવસ્થા ભેગવે છે તો પણ પિતાને ચસકે છેડતા નથી. “હાલ જાય, હવાલ જાય, પણ બંદેકા ખેલ ન જાય' એ કહેવત એણે સાચી કરી આપી છે.
મૃગયાનો દોષ,
માંસભક્ષણ દોષ ૧ અહીં મૂળ ગ્રંથનું પૃષ્ઠ ૬૨૭ શરૂ થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org