________________
ઉપમિતિ ભવપ્રપંચા સ્થા.
ધૃતદેષ પર પર્યાલોચના.
કપોતકના અંતે હાલહવાલ, પ્રકર્ષ–“મામા ! એ બાપડાને એટલી પણ ખબર નહિ હોય કે આ દુનિયામાં જુગટું પ્રાણીને સર્વ પ્રકારના અને નિપજાવનાર છે, ધનનો ક્ષય કરનાર છે. અત્યંત નિંદાને પાત્ર છે, માણસના ઉત્તમ કુળને અને આચારને મેટું દૂષણ છે, સર્વ પાપોને જન્મ આપનાર છે, લોકોમાં અત્યંત લધુતા ઉત્પન્ન કરવાનું કારણ છે, મનમાં અનેક પ્રકારના કલેશે ઉત્પન્ન કરવાનું મૂળ છે અને સર્વ પ્રાણુઓ તે રમનારને જરા પણ વિશ્વાસ ન કરે તેવી સ્થિતિ ઉત્પન્ન કરવાનાં કારણભૂત છે તથા પાપી માણસેએજ એવા જુગટાની પ્રવૃત્તિ કરાવી છે, સારા માણસનું એ કામ નથી—એ હકીકત શું એ જાણ નહિ હોય?”
વિમર્શ—“ એ બાપ મહામહ મહારાજાના સૈન્યને તાબે પડી ગયેલ છે તેથી એ શું કરી શકે? કારણ કે જે પ્રાણીઓ જાતે અધમ હેઇ વિશેષ કરી તે મહામહ રાજાને વશ પડ્યા હોય છે, તેઓ જ જુગાર રમે છે, તેમાં રસ આનંદ લે છે અને જીગટાનાં કડવાં ફળે સારી રીતે ભેગવે છે.”
વિમર્શ મામા આ પ્રમાણે વાત કરતા હતા તેવામાં પેલા જુગારીઓએ કપોતકનું માથું ઉડાવી દીધું. પ્રકર્ષ આ ભયંકર દેખાવ જોઈ બેલી ઉકલ્યો “ અહાહા ! મામા! મહા અનર્થને કરનાર જુગટું જે પ્રાણુઓ રમે છે તેમનાં અહીંજ આવા હાલ થાય છે!”
વિમર્શ—“ ભાઈ! તે બરાબર અવલોકન કર્યું, સાચી હકીકત જાણી લીધી. જે પ્રાણીઓ જીગ, રમવામાં આસક્ત હોય છે તેમને આ ભવમાં કે પરભવમાં જરાએ સુખ મળતું નથી,
|
(૨)
લલન અને મૃગયા.' એ વખતે નીલ કમળપત્રમાં નૃત્ય કરનારી (એવા પત્ર જેવી) પ્રકર્ષની નજર એક મેટા જંગલ ઉપર પડી. એ જંગલ તરફ પિતાનો હાથ લાંબો કરીને તેણે પોતાના મામાને કહ્યું “મામા! જુઓ દૂર એક પુરૂષ દેખાય છે, એ ઘોડાપર બેઠેલે છે, એને આખે શરીરે પરસેવો થયેલ છે, એ તદ્દન થાકી ગયેલો જણાય છે, એણે હાથમાં હથિયારને ઊંચું ધરી રાખેલ છે, એ પ્રાણુને મારી
૧મૃગયા: શિકાર. અંતર્ગત માંસભક્ષણના દે પણ આવી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org