________________
૯૭૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ “અન્ય હિંસકેએ મારેલા નું પણ માંસ જે પ્રાણુ ખાય છે, ખાવાનો વિચાર કરે છે તે આ ભવમાં અને પરભવમાં અનેક દુખપરંપરાને ભાજન થાય છે, અનેક પ્રકારની પીડાઓ “સહન કરે છે અને મહા ત્રાસ પામે છે તે જે મહા ઘાતકી પાપી પ્રાણી પિતે જ અન્ય જીવોને કાપે છે, જીવતા જાગતા “પ્રાણીઓ ઉપર તરવાર, તીરકે કરવત ચલાવે છે અને તેનું માંસ
ખાય છે તેને આ ભવમાં એવા જ પ્રકારનાં દુઃખો પ્રાપ્ત થાય છે “એટલું જ નહિ પણ પરભવમાં તે ભયંકર નારકીમાં પડે છે એમાં “જરા પણ સંશય જેવું નથી. ભાઈ ! માંસને જોયું હોય તો તે “અત્યંત ખરાબ હોય છે, ઉલટી કરાવે તેવું હોય છે, અપવિત્ર “વસ્તુને પિંડ છે, અત્યંત નિંદાને પાત્ર છે, મહારોગનું કારણ છે અને “નાની નાની વાતને સમૂહ છે, છતાં એવા માંસને રાક્ષસોની જેવા મનુ ખાય છે અથવા ખાનારા ખરેખરા રાક્ષસો જ છે! વળી કેટલાક એવા મૂર્ખ પણ જોવામાં આવે છે કે જેઓ એ “માંસ ખાવામાં જાણે ધર્મ કરતા હોય એમ સમજે છે, ધર્મ“ક્રિયામાં માંસ ખાવાની પોતાની ફરજ સમજે છે અને ધર્મ“બુદ્ધિથી સ્વર્ગ મેળવવાની ઈચ્છાએ માંસનું ભક્ષણ કરે છે તેવાઓ “ખરેખર વધારે જીવવાની ઈચ્છાથી જાણે ભયંકર તાલપુટ ઝેર “ખાય છે, સમજતા નથી કે તાલપુટ ખાનાર તુરત મરી જાય છે “અને તે લેવાથી જીવનકાળ વધવાને બદલે તેને જલદી છેડે આવે છે, તેવી જ રીતે માંસ ખાનારને સ્વર્ગ મળતું નથી, પણ ઉલટ મહા ભયંકર નરકપાત થાય છે. અહિંસા પરમો ધર્મ છવહિંસા ન કરવી એ ઉત્કૃષ્ટ ધર્મ છે-તે માંસનું ભક્ષણ કરવામાં કેવી રીતે જળવાઈ શકે? અને જો હિંસાથી ધર્મ થતો હોય, થઈ “ શકતો હોય તો તે અગ્નિ બરફ જે કંડ પણ સંભવે ખરે, માંસ“ભક્ષણના કેટલા દેશે વર્ણવવા? ધર્મની બુદ્ધિએ અથવા રસની “દ્ધિથી જે પ્રાણીઓ માંસ ખાય છે અથવા તે સારૂ પ્રાણીને
નાશ કરે છે તે આખરે નરકની અગ્નિથી થાય છે અને મહા “દુ:ખ પામે છે. આ લલન અત્યારે શિયાળને મારવા માટે નકામો હેરાન થઈ રહ્યો છે, ત્રાસ સહન કરે છે, ભુખ્ય તરસ્યો જંગલે જંગલે ભટકે છે, તેવી જ રીતે શિકારના શેખીન સર્વે પ્રાણીઓ આવી રીતે હેરાન થાય છે, દુઃખી થાય છે અને ત્રાસ પામે છે”
૧ વર્તમાનકાળમાં ગાડામાં રખડનાર, જંગલમાં દેડનાર, મોટા હોદેદારો, રાજાઓ વિગેરે કેટલી હેરાનગતિ ભોગવે છે, કેવા દુઃખી થાય છે અને કેવી કમોતે મરણશરણ થાય છે તે દરરેજના અનુભવને વિષય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org