________________
૨૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
લીધો. ત્યાં વિમળને જે, કેમ જલદી આપે છે? એવા પ્રશ્નના ગોટાળા જવાબ આપ્યા, મનમાં બીક લાગી કે વિમળે એને જોઈ લીધો છે. પછી દેવદર્શને આવે ગયા, વિમળ અંદર ગયે, વામદેવ બહારથી ના . વિમળે તો ઉદાર દિલે એની શોધ કરાવી અને આખરે ત્રણ દિવસે શોધ કરનારા સાથે પાછો આવ્યો. કેમ ચાલ્યો ગયો હતો તેના સંબંધમાં તદ્દન બનાવી કાઢેલી જૂઠી વાત કરી, વનદેવતાએ એને શળ પેદા કર્ય, સારા કરવા વિમળે રતને શોધવા માંડયું, ત્યાં વનદેવી ધૂણી, વાત કરી દીધી, વામદેવ પકડાઈ ગયે, પણ વિમળે તે ઉદારતાની હદ કરી અને ભયંકર ગુન્હાને નજીવો ગણું કાઢો.
પૃ. ૧૨૦૦-૧૨૦૯. પ્રકરણ ૯ મું-વિમળે કરેલી ભગવંતસ્તુતિ. પછી વિમળકુમાર અને વામદેવ દેવદર્શન કરવા ગયા. વિમળે તે વખતે અદ્ભુત સ્તુતિ કરી. (આ આખી સ્તુતિ અલંકારિક ભાષામાં હાઈ મનન કરવા યોગ્ય છે.)
- મૃ. ૧૨૧૦-૧૨૧૬. પ્રકરણ ૧૦ મું-મિત્રમેળાપ-સૂરિસંકેતનિર્દેશ. ભવ્યાત્મા વિમળ સ્તુતિ કરતો હતો ત્યારે રચૂડ પરિવાર સાથે ત્યાં આવ્યો હતો. વિમળને તતિ કરતા જોઇ પોતે ગુપચુપ શાંત રહ્યો, આખા પરિવારને શાંત રહેવા કહી દીધું અને નિઃખાલસ સ્તુતિશ્રવણથી આંખમાં હર્ષાશ્રુ આવ્યાં. પછી સર્વ મંદિર બહાર આવ્યા. પોતાને ઢીલ થવાનું કારણ કહેતાં જણાવ્યું કે છુટા પડ્યા પછી એને વિદ્યાઓએ સ્વમ આપ્યું અને વિદ્યાધરને ચક્રવત થનાર છે એમ જણાવી તેના શરીરમાં પેઠી, બીજે દિવસે એને રાજ્યાભિષેક થયે, માટે મહોત્સવ થયે, રાયકાર્ય સંભાળતાં અને વ્યવસ્થા કરતાં વખત થયો. પછી પોતે બુધાચાર્યને મળે અને વિમળની વાત કરી, સૂરિએ અમુક સંકેત કર્યો છે, તેઓ જરૂર આવશે એ વાત કરી. આટલી વાત વિમળે જણાવી ગુરૂનો સંકેત વિમળના કાનમાં કહ્યો. વામદેવ સંદેશ સમયે નહિ. મિત્રો ટા પડ્યા.
પૃ. ૧૨૧૭-૧૨૧. પ્રકરણ ૧૧ મું-પ્રતિબંધ રચના. વિમળકુમાર તે વિરક્ત ભાવે સંસારમાં રહે છે લાગ્યો. વળરાજને એથી ચિતા થઈ એને સંસારમાં પ્રેમ લાવવા અને પરણાવે પતે પ્રયત્ન કરવા લાગ્યા. એક વખતે તેમણે વિમળને સંસાર ભોગવવા કહ્યું એટલે વિમળે તકનો લાભ લીધે, પ્રજા સુખમાં રાજ્યસુખ છે એમ જણાવ્યું. પોતે મનોગંદન ઉદ્યાનમાં રહી દીન દુઃખીને સંભાળશે એવી ઇચ્છા જણાવી અને સર્વ દુ:ખીને સુખી કરવા ભાવના જણાવી. આ રીતે પણ છે છોકરો સંસારમાં આવે તે સારું એમ ધારી ધવળરાજે વાત સ્વીકારી, હિમભવનની પેજના કરી અને રાજ્યના દુ:ખી માણસને ત્યાં લઈ આવવા આજ્ઞા કરી. લેકેને સુખ થાય અને તે અલિપ્ત રહે એવી યોજના કરી વિમળ મનેનંદન ઉદ્યાનમાં રહ્યો. આમ પ્રતિબોધરચનાનો પ્રથમ પ્રવેશ પૂરા થયે.
પછી ધવળરાજના માણસો એક દીન દુઃખીને લઈ આવ્યા. એને પરદા પછવાડે રાખ્યો. એને કપડાં ફાટેલાં હતાં. એને આખો દેખાવ દયા ઉપજાવે તે હતો, શરીર વ્યાધિથી ભરપૂર હતું, છતાં એ પોતાને દુઃખી માનતો ન હતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org