________________
૯૪૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૪
હકીકત શી બની છે તેની પૂરતી ખબર પણ ન હેાતી અને દારૂને લીધે પરવશ થઇ ગયા હતા, છતાં વાતાવરણ એવું થઇ ગયું કે રાાની પ્રેરણાને લઇને બીકણ માણસા બીકણની સાથે, શુરવીરા શૂરવીરાની સાથે, ખચ્ચરવાળા ખચ્ચરવાળાની સાથે, ઘોડેસ્વારો ઘેાડેસ્વારોની સાથે, ઊંટવાળા ઊંટવાળાઓની સાથે, રથીએ ર્થીઓ સાથે અને હાથીવાળા હાથીવાળાની સાથે લડીને અરસ્પરસ એક બીજાના નાશ કરવા લાગ્યા. એકદમ અચાનક લોકેાના મેટી સંખ્યામાં ઘાણુ
નીકળી ગયા.
ભાઇના મોદાનેા ભંગ.
હતા તેના જવાબમાં અત્રે ઉપર દ્વેષગ ટ્રે તેથી પાતે એક બી
હવે તે વખતે રિપુકંપને હાકોટા કરેલા લાલાક્ષ રાન્ત પેાતાના ભાઇની સામે ચાલ્યે. પોતાનું રાજ્ય બરાબર સ્થાપન કરી દીધું હતું, ાના ભાઇઓ છે તે હકીકતને ભૂલી જઇને દારૂની કેફમાં મસ્ત થયેલા તેઓ તરવારથી પટ્ટાબાજી ખેલવા લાગ્યા. આખરે અત્યંત ક્રોધથી રિપુકંપને પોતાના મોટા ભાઇ લાલાક્ષને જમીનપર પછાડ્યો જે અનાવ જોઇને લોકોમાં ભારે ખળભળાટ થઇ ગયા.
દારૂ અને પરઢારાનાં ભયંકર પરિણામ,
આ પ્રમાણે સર્વ હકીકત જોઇને મામા ભાણેજ નગરમાં દાખલ થયા અને જ્યાં એવા પ્રકારની કાંઇ ગડબડ ન થતી હોય એને ઠેકાણે આરામ લેવા બેઠા. પછી વિમર્શ મામાએ વાત શરૂ કરી:વિમર્શ—“ ભાઇ પ્રકર્ષ ! દ્વેષગજેંદ્રનું માહાત્મ્ય જોયું ?” પ્રકર્ષ— મામા ! અહુ સારી રીતે જોયું. આવા વિલાસેાનું આવું પરિણામ આવે છે તે ખરાખર અવલેાકી લીધું.”
વિમર્શ—“ ભાઇ ! દારૂ પીનારાના એવા જ હાલ થાય છે. દારૂના કેફની અસર નીચે પડેલા પ્રાણીઓ જેની તરફ નજર પણ ન કરવી જોઇએ તેના તરફ વિષયબુદ્ધિથી ગમન કરે છે, પાતાની સામે કોણ ઊભેલ છે તે તેના લક્ષ્યમાં પણ રહેતું નથી, પેાતાના સગા અંધુ જેવા નજીકમાં નજીકના વહાલા સગાઓનું પણ તેઓ ખૂન કરી બેસે છે, વગર અવસરે માટેા અકસ્માત્ હાથે કરીને ઉપજાવી કાઢે છે, સર્વ પ્રકારનાં અધમમાં અધમ પાનું પણ આચરણ કરે છે, આખા
૧ અહીં મૂળ ગ્રંથમાં આ પ્રમાણે હકીકત છે, લેાલાક્ષને જમીનપર પછાડ્યો એટલે મારી નાંખ્યા એમ સમય છે અને તેની ગાદીપર રિપુકંપન ચઢી બેઠા એમ આગળની વાર્તાથી અનુમાન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org