________________
પ્રકરણ ૨૩ ]
રિપુકંપન. (મિથ્યાભિમાન.)
૯૪૩
જગતને અનેક પ્રકારના સંતાપ આપનાર થાય છે, કારણ વગર આખરે જમીનપર પટકાઇને મરણ પામે છે, ભવ હારી બેસે છે અને ક્રુગતિએ જાય છે. એમાં ભાઇ! નવાઇ જેવું શું છે? સમજુ માણસા કહી ગયા છે કે જે અધમ પ્રાણીઓ મદ્યમાં અથવા પરસ્ત્રીમાં આસક્ત હોય છે તેના સંબંધમાં એવાં માઠાં પરિણામ જ આવે છે અને તેઓને એવા જ અનર્થો સહન કરવા પડે છે.' એમાં સવાલ જેવું શું છે? દારૂ માટે સુજ્ઞ માણસે ઘણું જ ખરાબ મેલે છે, સર્વ સમજીએ દારૂની નિંદા કરે છે, દારૂ અનેક કલેશાનું કારણ છે, દારૂ સર્વ પ્રકારની આપત્તિઓનું મૂળ છે અને દારૂ સેંકડા પાપાથી ભરપૂર છે. જે પ્રાણી દારૂનું અથવા પરસીલંપટપણાનું વ્યસન છેડી શકતા નથી તે આખરે આ લેાલાક્ષ રાજાની પેઠે ક્ષય પામે છે, હારીને હેઠા બેસે છે, ત્રાસ પામીને સંસારમાં વ ધારે પાત પામે છે, હું ભાઇ! જે પ્રાણીએ દારૂના અને પરસ્ત્રીના દૂરથીજ ત્યાગ કરે છે તેજ ખરા સમજી અને પંડિત છે, તે પુણ્યશાળી છે, તે ભાગ્યશાળી છે અને તે ખરા કૃતાર્થ થયેલા છે.”
પ્રકર્ષ— મામા ! આપ દારૂ તથા પરદારા માટે કહેા છે. તે સર્વ અરાબર તેમ જ છે. એ અધમ પાપોનાં ફળે. આપણે તે બરાબર જોયાં.’
પ્રકરણ ૨૩ મું.
રિપુકંપન.
(મિથ્યાભિમાન.) ભવચક્રનગરનાં કૌતુકા. (ચાલુ)
મ
દ્ય અને પરદારાનાં કુળ અનુભવી લાલાક્ષ જમીનપર પટકાઇ પડ્યો તેને સ્થાને રિપુકંપન આવ્યા. એ મનાવપર મામા ભાણેજ વચ્ચે વાતચીત થઇ ગઈ. ત્યાર પછી મામા ભાણેજ (વિમર્શ-પ્રકર્ષ) માનવાવાસમાં આવેલા લલિતપુરનું અવલોકન કરવાની ઈચ્છાથી ફરવા લાગ્યા. જે જે બનાવા અસાધારણ લાગે તે નીરખી ભાણેજ તે પર જિજ્ઞાસાપૂર્વક સવાલો પૂછે અને મામા તેના ખુલાસા કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org