________________
પ્રકરણ ૨૨ ] લલાક્ષ. (મદ્યપદાર.) - પ્રકર્ષે છેષગજેદ્રને જોઈ લીધું અને બોલ્યો. “મામા! જુઓ શ્રેષગજેંદ્ર આવ્યો અને વળી સાથે પોતાના આઠ નાના બાળકોને પણ લેતો આબે જણ્ય છે (ક્રોધ અને માન).” વિમર્શ ભાણેજને જવાબમાં કહ્યું કે “હા ભાઈ! હવે દ્વેષગજેંદ્રને અવસર આવ્યો છે તેથી તે પિતાની ફરજ બજાવશે. હવે તું એની રમતનું બરાબર અવલોકન કરજે.” પ્રકર્ષ ભાણેજે ચોતરફ નજર ફેરવતા ફેરવતાં બરાબર અવકન કરવા માંડ્યું.
હવે પેલા શ્રેષગજેકે રાજ્યહુકમને બરાબર સંભાળી લીધે. પોતે લેલાલ રાજામાં દાખલ થઈ ગયો. લેલાલે હૈષગજેદ્રને વશ થઈને વિચાર કર્યો કે–એ પાપિણુ ( રતિલલિતા)ને મારી જ નાખું, જ્યારે એ દુષ્ટાને મારા ઉપર પ્રીતિ થતી નથી અને ઉલટી મને તજીને આમ નાસતી ફરે છે તે તેને હમેશાંને માટે જીવવા જ દેવી ન જોઈએ.-આ વિચાર આવતાં સાથે જ તેણે હાથમાં તરવાર લીધી. અને ચરિકાના મંદિરના ગર્ભાગારમાં તરવાર સાથે દાખલ થયો. દા. રૂના કેફમાં તે એટલે બધે ચકચૂર થયેલ હતો કે પોતે શું કરે છે તેનું તેને ભાન ન રહ્યું અને રતિલલિતાને બદલે ચંડિકાદેવીની પ્રતિમાને તરવારથી ઉડાવી દીધી. રતિલલિતા ત્યાંથી નાઠી અને મંદિર બહાર આવી. તેણે “આર્યપુત્ર ! રક્ષણ કરે, રક્ષણ કરો; બચા, બચાવો', એવો મટેથી હાહાર કરી મૂક્યો. એનો હાહારવ સાંભળીને રિપુકંપન ઊંઘમાંથી એકદમ જાગૃત થઈ ગયે અને બીજા લેકે પણું જાગૃત થઈ ગયા. રિપુકંપને દોડતાં દેડતાં આવીને પૂછયું “વહાલી ! તને કોનાથી ભય થયો છે?? તેના ઉત્તરમાં લેલા પિતાની સાથે કેવું અધમ વર્તન ચલાવ્યું હતું તે સંક્ષેપમાં પણ મુદ્દાસર રતિલલિતાએ કહી સંભળાવ્યું.
રતિલલિતા પાસેથી તે હકીકત સાંભળી એટલે રિપુકંપન ઉપર પણ દ્વેષગજેંદ્રનું જોર થઈ ગયું. તેણે અત્યંત સ્પર્ધાપૂર્વક અને તિરસ્કાર સાથે પિતાના ભાઈને લડવા માટે હાકેટો કર્યો. એકદમ સર્વ સેનાનીઓમાં ખળભળાટ થઈ ગયો, આખા વનમાં જ્યાં દારૂગેષ્ટિ જામેલી હતી અને લોકે ઉંઘતા હતા ત્યાં સર્વ જાગૃત થઈ ગયા, ગડબડ મચી રહી, ધામધુમ થઈ રહી અને ચારે પ્રકારનું લકર ચેતરથી એકઠું થવા લાગ્યું, મેટી ધમાલ મચી રહી. બીજા લોકોને તો
૧ હવે રગન બદલે દ્વેષ દાખલ થાય છે તે પિતાના દોર ચલાવશે. એને અવસર હવે આવે છે.
૨ દારૂની અસર નીચે આ મહા અકૃત્ય કર્યું, દેવીની મૂર્તિ ઉડાવી દેતાં રાજાને પશ્ચાતાપ પણ થયે નહિ એ એનું ચકચૂરપણું બતાવે છે.
३२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org