________________
કથાસાર.
પંચમ પ્રસ્તાવ.
Jain Education International
કથાસાર.
પ્રકરણ ૧ હું-વાસદેવ-માયાસ્તેય પરિચય. વર્ષમાનપુરમાં ધવળરાજ રાજ્ય કરતા હતા. કમળસુંદરીથી એને વિમળ નામના ગુણવાન્ પુત્રો થયા. એજ નગરમાં સામદેવ નામના શેઠ હતા, તેને કનકસુંદરીથી વામદેવ નામના પુત્ર થયા. આ વામદેવ તે આપણા કથાનાયક સંસારીજીવ સમજવેા, પુણ્યાદયને પણ એની સાથે જ જન્મ થયા. એને બે કાળા મનુષ્યાનેા પરિચય થયા, એક સ્ત્રી અને એક પુરૂષ હતા. સ્ત્રી તે માયા હતી અને પુરૂષ તે તેય હતા. બન્ને સાથે વામદેવને ધણેા સ્નેહ થયા અને પિરચય વધતા ચાલ્યા અને પરસ્પર મિત્રાચારીના કાલ અપાયા. માયાની સામતથી સર્વને છેતરવા મન થયા કરે અને સ્તયની અસરથી પારકું પચાવી પાડવાની વૃત્તિ થયા કરે. હવે વામદેવને કુમાર વિમળ સાથે પણ દોસ્તી થઇ. વમળને પ્રેમ સાચા અને નિઃસ્પૃહ હતા જ્યારે વામદેવના સ્વાર્થી હતા.
પૃ. ૧૧૪૦-૧૧૪૭.
4
પ્રકરણ ૨ જું-નરનારી શરીર લક્ષણ, અન્ને મિત્ર! વામદેવ અને વિમળ અનુક્રમે યુવાવસ્થા પામ્યા. એકવાર ફરતાં ફરતાં કીડાનંદન વનમાં ખેલવા ગયા ત્યાં દૂરથી કાઈ અવાજ તેમના કાનપર આવ્યા. ખન્ને મિત્ર એ વનભાગમાંથી આવતા અવાજ તરફ ગયા. ગીચ ઝાડીમાં એક સ્ત્રીપુરૂષનું જોડલું ોયું વિમળે કહ્યું કે એ મહા ઉત્તમ સ્રીપુરૂષ છે, એનાં લક્ષણા બહુ સારાં છે એમ લક્ષણેાપર પૂછવાથી વિવેચન કરવા માંડયું. પ્રથમ પુરૂષશરીરનાં લક્ષણા કહ્યાં, પછી સ્રીશરીરનાં લક્ષણા કહેતાં કેડ સુધી વર્ણન કર્યું. એ વાત પૂરી થતાં પહેલાં અધુરી રહી.
પૃ. ૧૧૪૮-૧૧૬૩.
૨૫
પ્રકરણ ૩ છું-આકાશમાં યુદ્ધ વિમળકુમાર લક્ષણા સંબંધી વિવેચન કરતા હતા ત્યાં આકારામાં ઉધાડી તરવાર સાથે બે પુરૂષ દેખાયા. તેમણે લતાગૃહમાં રહેલા પુરૂષને હાકોટા કરી ખેલાવ્યા. લતાગૃહમાં રહેલ પ્રેમી યુગલમાંને પુરૂષ આકાશમાંના આાનથી ચૈત્યા અને તરવાર ઉઘાડી આકાશમાં દોડયો. તે વ ખતે આકાશમાં મેટું યુદ્ધ ચાલ્યું. હવે આકાશમાં નવા આવેલા એમાંના એક લતાગૃહવાળા સાથે લડવા લાગ્યા અને બીને લતાગૃહમાં પેસી સુંદરીને સતાવવા આવ્યા એટલે એણે ભયભીત થઈ વિમળને આશ્રય માગ્યા. વિમળે આશ્રય આપ્યા અને વનદેવતાના જોરથી તે નવા આવનાર થંભી ગયા. આખરે પા! ચાલ્યું. લતાગૃહવાળે અને આ બન્ને આકાશમાં દૂર થઇ ગયા, લડતાં લડતાં આધા ચાલ્યા ગયા. અહીં લતાગૃહમાં સુંદરી મુંઝાણી, તેને વિમળે ધીરજ આપી. ઘેાડી વારમાં લતાગૃહવાળા પુરૂષ વિજય મેળવી પા। આવ્યા અને સુંદરીને રક્ષણ આપવા માટે વિમળને આભાર માનવા લાગ્યા. પછી આ સર્વ બાબત શી છે એમ વિમળે પૂછતાં લતાગૃહવાળા વિદ્યાધરે પેાતાની હકીકત વિગતવાર કહી.
પૃ. ૧૧૬૪-૧૧૬૭,
For Private & Personal Use Only
www.jainelibrary.org