________________
૨૪
ઉપમિતિ ભવપ્રપંચો કથા.
દીઠો. ખૂબ માર્યો અને આખરે પીડાથી મરી ગયો. વિચક્ષણે તે મુળશુદ્ધિ જાણી, રસનાને ઓળખી એટલે એને દેશવટે આપવા ઇચ્છા કરી. પિતાએ ક્રમે ક્રમે તેને છોડવાની સલાહ આપી. પછી વિમળલોક અંજનથી જેનપુરને સાક્ષાત્કાર વિમર્સે તેને કરાવ્યું. પછી વિચક્ષણે દીક્ષા લીધી.
વિચક્ષણાચાર્ય નરવાહન રાજાને કહે છે કે એજ હું વિચક્ષણ અને એ મારી દીક્ષાનું કારણ થયું. આવી રીતે પ્રકરણ ૬ થી શરૂ થયેલી રસનાની કથા પૂર્ણ થઈ.
૫. ૧૧૦૫-૧૧૧૦. રસના કથા સંપૂર્ણ
પ્રકરણ ૩૯ મું-નરવાહન દીક્ષા, રિપુદારૂણને રાજ્ય. વિચક્ષણાચાર્યનું ચરિત્ર સાંભળીને નરવાહનરાજાને ઘણો વૈરાગ્ય થઈ આવ્યો. એણે એ ચરિત્રપર બહુ વિચાર કર્યો. એને એમાં બહુ રહસ્ય દેખાયું. પછી સવાલ કર્યો કે સર્વે ને એવા જ બનાવ બને છે કે કેમ? ત્યારે આચાર્યશ્રીએ સર્વ ચરિત્રોમાં એકસરખાપણે કેટલું હોય છે તે વિગતવાર બતાવ્યું. પછી એના વિચારમાં સ્થિરતા થઈ. પોતે દીક્ષા લેવા ઉઘુક્ત થયા. આચાર્યો અને એના નિર્ણયમાં સ્થિર કર્યો. પુત્ર માટે ખેદ થયો. આખરે એને જ રાજ્ય આપવાનો નિશ્ચય કર્યો. શૈલરાજ મૃષાવાદ મુપ્તિના ઉપાયો વિચારતાં આચાર્ય જણાવ્યું કે શુભ્ર માનસમાં શલાલિસબ્ધિ રાજાની વરતા અને વર્યતા બે ભાર્યા છે. વરતાથી એને મૃતા નામની દીકરી થઈ છે તેનો મેળ થાય તે શૈલરાજથી મુક્તિ મળે અને વર્યતાથી સત્યતા નામની દીકરી થયેલી છે તેનો સંગ થાય તો મૃષાવાદથી મુક્તિ મળે. એ વાત કમારના પ્રારબ્ધપર છોડી નરવાહને આનંદથી દીક્ષા લીધી, પૃ. ૧૧૧૧-૧૧૧૯,
પ્રકરણ ૪૦ મું-રિપુદારણને ગર્વ અને પાત. રિપુદારણના રાજ્યથી એના શૈલ અને મૃષાવાદ મિત્રો રાજી થયા. પુણ્યોદય કાંઈક જાગ્યો. ત્યાં એક વખત તપન ચકવતી આવ્યા. મંત્રીઓએ રિપુદારણને સમજાવ્યો કે ચીને યોગ્ય માન સામા જઈ આપવું જોઈએ પણ શૈલની સલાહે ભાઈશ્રી ચડ્યા, પાડી, અને મૃષાવાદની અસરતળે પછવાડે આવવા કહ્યું. તપનને તે બાતમીદારે એ વાત જણાવી દીધી, છતાં તેડવા મોકલ્યો. રિદારણ માન્યો નહિ. મંત્રીઓ ગભરાયા પણ તપને તેમને શાંત કર્યા. યોગેશ્વર તંત્રવાદીને લાવી તેને મોકલ્યા એટલે એણે યોગચુર્ણ રિપુ ઉપરૂ નાખ્યું. આખે શરીરે બળતરા ચાલી. પછી રિપુકારણ પાસે નાટક કરાવ્યું, પ્રજાજન અને આસ જનમાં ઘણે હલકે પાડયો અને તેની પાસે પગે પડાવી પડાવીને અધમતાનાં ગાન કરાવ્યાં, છેવટ ઢેઢ અને ભંગીઓને પણ પગે પાડો. આખરે એ મરણ પામ્યો. પાપિષ્ટનિવાસને સાતમે પાડે ગયે. પછી તિર્યંચ જાતિમાં ખૂબ રખડો અને અધમ કળાને સારી રીતે અનુભવ કર્યો, પછી ભવિતવ્યતાએ બીજી ગાળી આપી વર્ધમાનપુર મોકલ્યો. ગ્રંથકર્તાની સામાન્ય આલોચના અને પ્રશસ્તિ..
પૃ. ૧૧૧૯-૧૧૩૩. ચતુર્થ પ્રસ્તાવ સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org