________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
પ્રકરણ ૩૦ મું-છ નગરની ભેટ. અવલેાકન દિશા હવે ફેરવી, મિથ્યાદર્શન મંત્રી પેાતાનું પ્રાબલ્ય કેવી રીતે બતાવે છે તે વાત ભાણેજે પૂછી એટલે નામાએ માનવાવાસના છ નગરી ખતાવ્યાં: નૈયાયિક, વૈશેષિક, સાંખ્ય, ૌદ્ધ, સીમાંસક અને લેાકાયત. તે ઉપર મિથ્યાદર્શન પેાતાના દર ખરાખર ચલાવે છે. સીમાંસક આધુનિક નગર છે તે વેધર્મની સ્થાપના માટે જેમિની મુનિએ રચેલ છે. કેટલાક લેાકાયતને ગણતા નથી. એ પાંચ ઉપરાંત હું વિવેક પર્વતના અપ્રમત્તત્ત્વ શિખરપર જૈન નગર છે. પાંચ જમીનપર છે અને છઠ્ઠું શિખર પર છે. પાંચ નગરવાસીએનું સાધ્ય તા નિવ્રુતિ જ છે પણ કલ્પના ખેાટી છે. બીજાં નાનાં નાનાં નવાં તે ઘણાં નગરો છે પણ સનાતન અને સાચ્ચે પહોંચનાર તા જૈન નગર જ છે.
પૃ. ૧૦૧૯-૧૦૨૫.
૩
ક
પ્રકરણ ૩૧ મું-ષપુરનાં નિવૃત્તિમાર્ગો. પછી ભાણેજના પૂછવાથી મામાએ એ નગરના નિવૃતિમાર્ગો પર બહુ વિસ્તારથી વિવેચન કર્યું. નૈયાયિક સેાળ તત્ત્વ માને છે. વૈરોષિકા છે પદાર્થો માને છે. સાંખ્યા પચીશ તત્ત્વ માને છે, ઔદ્ધોના ચાર વિભાગ છે. ચાર્વીક કાંઇ માનતા નથી. મીમાંસકા ચેાદનાલક્ષણ ધર્મ માને છે. જૈનો નવ તત્ત્વ માને છે. એ પ્રત્યેક નિવૃતિને અંગે શું કહે છે તેપર વિમર્શે વર્ણન કર્યું
પૃ. ૧૦૨૬-૧૦૩૫.
પ્રકરણ ૩૨ મું-જૈનદર્શન. હવે વિવેકપર્વત જ્યાં મામાભાણેજ ઊભા હતા તેના અપ્રમત્તત્ત્વ શિખરપર આવેલ જેનપુર તરફ નજર ઠરી. પછી તેમાં વસનાર સાધુઓનું જીવન કેવું હાય, વર્તન કેવું હેય, આહાર પ્રવૃત્તિ કેવી હાય અને ચિત્તવૃત્તિ અટવી કેવી હાય તે ત્રિમાં વિસ્તારથી સમજાવ્યું. તેમાં સાધુનાં મહાવ્રતા, અસંગ ચૈાગની સાધના અને મહામેાહના પ્રત્યેક સેનાનીપર તેમના વિજય કેમ અને કેવા થાય છે તેપર વિસ્તાર કર્યો. પૃ. ૧૦૩૬-૧૦૪૧.
પ્રકરણ ૩૩ મું-સાત્ત્વિકમાનસપુર અને ચિત્તસમાધાન મંડપ, હવે સંતાષને જોવાની પ્રકર્ષે જિજ્ઞાસા બતાવી એટલે મામાએ દૂરથી ચિત્તસમાધાન મંડપ બતાવ્યા. પછી બન્ને એ મંડપમાં ગયા. પછી ભાણેજ સંદેહા પૂછતે। ગયા અને મામા ખુલાસા કરતા ગયા. વિશાળ મંડપની ભવ્ય રચના જોઇ ભાણેજ રાજી થયા. એના સ્થાનને નિર્દેશ કરતાં મામાએ કહ્યું કે એક સાત્વિકમાનસપુર નામનું અંતરંગ નગર છે, તેમાં એ સુંદર વિવેકપર્વત છે. તે સર્વ ભવચક્રમાં છે અને ચિત્તવૃત્તિને નાકે છે. સાત્ત્વિકમાનસપુર સર્વ ગુણાની ખાણ છે અને નિમૅળચિત્ત વિગેરે નાનાં ગામેાની રાજધાની છે. એની જાગીરદારી કર્મપરિણામે પેાતાના જ હાથમાં રાખી છે. એના લેાકા બહુ ભલા છે. વિવેકપર્વતપર ચઢતાં બુદ્ધિ ખીલે છે. એનું અપ્રમત્તત્ત્વ શિખર શત્રુને દળવાનાં કામમાં બહુ મદદ કરે છે અને જૈનપુર તેા ખાસ જોવા લાયક છે, રન્નસમૂહથી ભરપૂર છે, એના લેાકો નિવૃતિ નગરીએ જવાના નિશ્ચયવાળા હાય છે, તેઓનાં કાર્યો તેા પાંચ નગરવાસી જેવાં જ હોય છે પણ સાધ્યમાં ઘણા ફેર હેાય છે. ત્યાં ચિત્તસમાધાન મંડપ જોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org