SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચો કથા. - પ્રકરણ ૨૫ મું-રમણ અને ગણિકા. (ભવચક્રનાં કૌતુકો.) આ વાત ચાલતી હતી ત્યાં એક દુબળા ભિખારી જેવા જુવાન માણસને મીઠાઈ સારાં ૫ડાં સુગંધી પાન વિગેરે ખરીદનાં . મામાના કહેવાથી જણાયું કે એ માટે વાર મેળવનાર હો, સમુદ્રદત્ત શેઠને પુત્ર હતો, નામે રમણ હતો, કુદે ચઢી સર્વ વારસે ગુમાવી બેઠો હતો, મદનમજરીની કુંદકલિકા યુવતીને ફંદે ચઢથો હતું અને અત્યારે કાંઇક રકમ મળેલ છે તેથી પાછો નાયિકા ઘરે જતો હતો. મામા ભાણેજ એ રમણ પછવાડે ચાલ્યા. તેની પછવાડે મકરધ્વજને જતો જોયો. મામાને વેશ્યાને લેતાં સુગ ચઢી. રમણ ગણિકાના ઘરમાં દાખલ થયા. હાવભાવ કરી કુંદકલિકાએ એને ભેળ, ડેકરી એનું સર્વ ધન લઈ ગઈ એટલે કુદ બોલી કે તે જ વખતે રાજકુંવર ચંડ ત્યાં આવનાર છે, વાત કરે છે ત્યાં તો ચંડ આવ્યો અને યુદ્ધ કરવા આવાહન કર્યુ. રમણ કરી ગયે, ખૂબ માર ખાધે અને આખરે મરણ પામ્યા. અહીં ગણિકાના વ્યસનમાં કેટલાં દુઃખ છે તે પર મામા વિમર્શ વિસ્તારથી વિવેચન કરે છે. પૃ. ૯૬૧–૯૬૭. પ્રકરણ ૨૬ મું-વિવેકપર્વત પરથી અવલોકન. (ભવચક્રનાં કૌતુકો.) એ રાત્રિ વિમર્શપ્રકર્ષે દેવમંદિરમાં ગાળી. પ્રભાતે મામાએ કહ્યું કે જોવાનું ઘણું છે અને વખત ઓછો છે માટે વિવેક ૫ર્વતપરથી અવલોકન કરી સર્વ બાબત જોઈ લેવી ઠીક છે એમ કહી મામા ભાણેજને પર્વત પર લઈ ગયા, ત્યાંથી અનેક આશ્ચર્યો ભાણેજને ભવચકમાં બતાવ્યાં. (૧) કતિક અને ધૃત. કુબેર સાર્થવાહના કપોતક પુત્રને જોયો. જુગટામાં એ સર્વ ધન હારી બેઠેલો હતો, છતાં દુર્ગણ છોડતો ન હતો. એણે શરતમાં મૂકવાનું કાંઇ ન રહેતાં આખરે પોતાનું માથું મૂક્યું, એમાં પણ એ હાર્યો. જુગટાનાં ભયંકર પરિણામ પર મામાએ વિચારે બતાવ્યા. (૨) લલન અને મૃગયા. પછી એક ઘોડા ઉપર બેઠેલા પરસેવાથી થાકેલો હરણ પછવાડે રખડતો ભુખ્યો પુરૂષ વિવેકપર્વત પરથી લેવામાં આવ્યો. મામાએ તેને લલિત નગરના રાજ લલના નામે ઓળખા. શિકારના શેખથી રાજકાર્ય વિસરી જતો હોવાથી તેના પુત્રને તેની ગાદીએ બેસાડ્યો હતો અને તેને પદભ્રષ્ટ કર્યો હતો, છતાં એ ટેવ ભૂલતા નથી. પછી મામાએ મૃગયા અને માંસભક્ષણના દો પર વિવેચન કર્યું. આટલી વાત કરે છે ત્યાં લલને શિયાળ પછવાડે પડતાં ઘોડો પૂરપાટ દોડાવ્ય, વચ્ચે ખાડો આવ્ય, રાજ અને ઘડે તેમાં પડ્યા અને લલન મરણ પામ્યો. (૩) દુર્મુખ અને વિસ્થા. બીજી બાજુએ પર્વતપરથી જોતાં ભાણેજે એક પુરૂષની જીભ ખંચતાં અને તેને તપાવેલું તાજું પાતાં જોયે. તપાસ કરતાં મામા બોલ્યા કે એ સુમુખ નામનો શેઠ હતો, કડવી ભાષાથી લોકે એને દુર્મુખ કહેતા હતા, એ નકામી વાતો કર્યા જ કરતે અને જીભ પર અંકુશ રાખતો નહિ. ચણકપુરના તીવ્ર રાજા લડવા ગયો એટલે પેલા દુર્મુખે લોકોને તેની વિરૂદ્ધ ભંભેરી ગામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy