________________
કથાસાર,
અને સર્વ પરિવાર તેના કહેવા પ્રમાણે જરૂર પડે તેમ કામમાં આવતો હતો. કેટલાક શેષગ વિગેરે પોતાના કામને વખત આવવાની રાહ જોઈ જરા દૂર બેઠા હતા. આવું મકરધ્વજનું ટુંક વખતનું દરેક વર્ષે થતું રાજ્ય હતું. મહામહનું સભાસ્થાન તો આ વખતે પણ અખંડ જ હતું.
પૃ. ૯૨૦-૯૩૭. પ્રકરણ રર મું–લાક્ષ. (ભવચક્રનાં કૌતુક.) (મદ્ય-પદારા.) લોલાક્ષરાજાએ પ્રથમ દેવીને દારૂ ધર્યો, પછી પોતે ખૂબ પીધે. એને રિપુકંપના નામે ભાઈ હતો એણે પણ દારૂ પીધે. દારૂના ઘેનમાં પિતાની સ્ત્રી રતિલલિતાને નાચવા હુકમ કર્યો. તે વખતે મકરવજે લાક્ષને તીર માર્યો. તે રતિલલિતાને પકડવા દેડો, સ્ત્રી ચતુર હોવાથી સમજી, ભાગી, દેવી પછવાડે સંતાઈ ગઈ. આ વખતે શ્રેષગજેદ્રને હુકમ થયો એટલે તેણે અસર જમાવી. લોલાક્ષ પછવાડે લાગે, રતિલલિતાએ બુમ પાડી, દેવીની મૂર્તિ લોલાશે ઉડાવી દીધી. મોટી લડાઈ થઈ જેમાં આખરે લલાક્ષ તેના સગા ભાઈને હાથે મરાય. આવાં મદ્ય અને પરદા૨ાનાં પરિણામ છે એમ મામાએ ભવચકનાં કૌતુકમાં ભાણેજને બતાવ્યું. ૫ ૯૩૮-૯૪૩. - પ્રકરણ ૨૩ મું-રિપુકંપન. (ભવચક્રનાં કૌતુકો.) (મિથ્યાભિમાન.) હવે લલાક્ષના નગર લલિતપુરનું રાજ્ય રિપુકંપનનું થયું. એને મતિકલિતા નામની બીજી રાણી હતી. એણે ત્યાર પછી તુરતમાં પુત્રને જન્મ આપ્યો. દાસી પ્રિયંવદાએ વધામણું ખાધી. રાજ આનંદમાં આવી ગયો. પોતાને રાજ્ય મળ્યું અને છોકરે પણ થયો એટલે ખૂબ અભિમાનમાં આવી ગયો અને પુત્ર જન્મોત્સવની મોટી ધમાલ કરવા માંડી. ચારે તરફ આનંદ વર્તી રહ્યો છે અને હર્ષના મદમાં રાજા રિપુ પન નાચ પણ કરી રહ્યો છે ત્યાં રાજમહેલમાંથી મેટે પોકાર ઉઠશે. સમાચાર મળ્યા કે નવો જન્મેલો કુંવર મરણ પામ્યો છે. શેકે પોતાને પ્રભાવ વિસ્તાર્યો. પુત્રશોકથી રિપુકંપન પણ મરણ પામ્યો. મામાએ મિથ્યાભિમાન અને શેકના પ્રસંગે પર વિવેચન કર્યું અને એવા શોકસ્થાનેથી મામાભાણેજ જલદી બહાર નીકળી પડ્યા,
પૂ. ૯૪૩-૯૫૨. પ્રકરણ ૨૪મું-મહેશ્વર અને ધનગર્વ. (ભવચક્રનાં કૌતુક.) રાજદિરમાંથી મામાભાણેજ તે જ નગરની બજારમાં આવ્યા. ત્યાં મહેશ્વર નામને એક શેઠ પોતાની દુકાન પર બેઠો હતો. એની પાસે હીરા માણેક અને ધનના ઢગલા પડ્યા હતા જેને જોઇ શેઠ રાજી થતા હતા. મામાએ જણાવ્યું કે એ શેઠ ધનગર્વમાં આસક્ત છે, મસ્ત છે, પોતાને માટે નસીબદાર માને છે અને ધનની અસ્થિરતા જાણતો નથી. માન એની પાસે જ રહે છે. તે વખતે દછશીલ નામને જાર પુરૂષ મૂલ્યવાન મુગટ લઈ વેચવા આવ્યો. શેઠે એને હેમપુરના રાજાના હજુરીઆ તરીકે ઓળખ્યો, વહેમ પડ્યો કે એ મુગટ ચોરાયેલો હોવો જોઈએ, છતાં નામની કિમતે લોભમાં તણાઈ શેઠે ખરીદ્યો. જાર તે પૈસા લઈ ચાલ્યો ગયો. રાજાના ચર પુરૂષો શેઠની દુકાને આવ્યા. શેઠ ચોરીના માલ સાથે પકડાઈ ગયા અને ગર્વ તો કયાંએ ચાલ્યો ગયો. અહીં મામાં ધનસ્વરૂપેપર મનન કરવા યોગ્ય વિચારણું બતાવે છે,
પૃ. ૯૫૩–૯૬૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org