________________
૧૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. બન્ને છે કારણ કે એ રાજાઓ યોગી જેવા છે તેથી બન્ને રીતે આવિર્ભાવ પામે છે. આટલું સાંભળતાં ભાણેજને એ ભવચક્રનગર લેવાનું કૌતુક થયું. મામાએ કહ્યું કે આપણે રસનાના મૂળની શોધ કરી છે; પણ ભાણેજે કહ્યું કે હજુ એક વર્ષને અવધિ પૂરો થયો નથી એટલે ભાણેજની જિજ્ઞાસા તૃપ્ત કરવા મામા ભવચકને મા પડ્યા,
આ વખતે શિશિરઋતુ આવી તેનું અને વર્ણન કરવામાં આવ્યું છે. રસ્તે ચાલતાં વળી ભાણેજે મેહરાજ અને કર્મપરિણામ રાજાના સંબંધ પર સવાલ
કથા. મામાએ જણાવ્યું કે મહામહ દુઃખ આપવામાં મજા માનનાર છે, કર્મપરિણામ રાજા નાટકપ્રિય છે, બાકી બન્ને ભાઈઓ છે. કર્મ પરિણામ સારાં કામ પણ કરે છે. એક રીતે બન્ને રાજાની એકરૂપતા પણ છે. મહામહની ખાસ જાગીર રાજસચિત્ત અને તામસચિત્ત નગરો છે. છેવટે જણાવ્યું કે એ બધા રાજ્યોને ખરો માલેક મહામહ નથી, સંસારીજીવ છે, પણ એ જાગીરો મહામે હે પચાવી પાડેલ છે. આવી આવી વાતો કરતાં મામા ભાણેજ ભવચક્રપુરે પહોંચ્યા.
પૃ. ૯૦૯-૯૨૦,
(ભવચક્રનાં કૌતુકે,) પ્રકરણ ૨૧ મું-વસંતરાજ-લલાક્ષ. આ વખતે વસંતબકતુ થઈ. અહીં વસંતરડાનું વર્ણન કરવામાં આવ્યું છે. * = સુરાપાન તરફ ચાલી રહેલ છે અને લોકો નગર બહાર નીકળી પડ્યા છે. આખા વનમાં ધમાલ ચાલી રહી છે, વિલાસી સ્ત્રી પુરૂષો વિલાસ ચારે તરફ કરી રહ્યા છે. આવી રીતે નગરની બહાર ચારે તરફ કૌતુક થઈ રહ્યા છે. ૪ . તે વખતે અનેક સામતોથી પરવારેલ રાજા નગરમાંથી બહાર આવ્યા એટલે વળી રમતગમત વધારે જોસથી ચાલવા લાગી.
તે બનાવપર અવલોકન કરી મામાએ ભાણેજને જણાવ્યું કે મકરધ્વજ અને વસંત મિત્ર થાય છે. હવે વસંત કર્મ પરિણામ રાજા અને રાણી કાળપરિણતિને મિત્ર થાય છે. મહેરબાનીના બદલામાં રાજારાણીએ ઠરાવ્યું કે એ ભવચક્રમાં આવેલા માનવાવાસમાં વસંતે જવું. વસતે મિત્ર મકરધ્વજને વાત કરી. બાહ્ય રાજ્ય વસંતને કર્મ પરિણામે આપ્યું અને મહામોહે અંતરંગ રાજ્યપર મકરધ્વજને ની એટલે બે મિત્રોને વિયોગ થયો નહિ. હવે પેલે રાજા આવ્યા હતો તેનું નામ લલાક્ષ હતું તેના પર મકરવજે અંદરથી વિજય કર્યો. ભાણેજે પ્રથમ એ મકરધ્વજને દીઠો નહિ એટલે મામાએ તેની આંખમાં ગાંજન (વિમળલોક) આંજી ખરે ખ્યાલ બતાવ્યું. પછી એણે લલાલપર અંદરથી ફેંકાતાં બાણો બરાબર જોયાં. એ વખતે મકરધ્વજનો મહિમા એટલે હતો કે મહામોહ, વિષયાભિલાષ વિગેરે એના હકમ પ્રમાણે કામ કરતા હતા અને હાલ તુરત શ્રેષગજેન્દ્ર શેક વિગેરેને તે દૂર રાખવામાં આવ્યા હતા. આ બધી જમાવટ તો મહામહકત હતી પણ અત્યારે તેણે રાજીખુશીથી મુખ્ય સ્થાન મકરધ્વજને આપ્યું હતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org