________________
કથાસાર,
૧૭
પ્રકરણ ૧૭ મું-મહાહનું સામંતચક. પછી મામાએ મહામોહના અંગભૂત સેનાનીઓને વર્ણવ્યા. પ્રથમ વિષયાભિલાષનું વર્ણન કર્યું. એને પાંચ છોકરા છે તે વર્ણવ્યું. આખા રાજ્યનું પાલન એ મંત્રી પાંચ છોકરાઓ દ્વારા કેવી રીતે કરે છે તેનો ચિતાર આપે. એ વિષયાભિલાષની પતી ભેગતૃષ્ણા છે તેને પણ ઓળખાવી અને દુષ્ટાભિસબ્ધિ વિગેરે લડવૈયાઓને પણ બતાવી દીધા.
પૃ. ૮૮૩-૮૮૭, પ્રકરણ ૧૮ મું-મહામહના મિત્રરાજાઓ (Allies). પછી મિત્રરાજાઓને પરિચય મામાએ ભાણેજને કરાવ્યેઃ (૧) જ્ઞાનસંવરણ પાંચ મનુબ્દથી પરવારેલ છે; (૨) દર્શનાવરણ નવ મનુષ્યોની વચ્ચે બેઠેલ છે; (૩) વેદનીય છે મનુષ્યોની વચ્ચે બેઠેલ છે; (૪) આયુષ્ય ચાર મનુષ્યની વચ્ચે વીટભાઈ બેઠેલ છે; (૫) નામ બેંતાળીશ મનુષ્યોના મેટા પરિવારમાં છે અને બહુરૂપી બનાવનાર છે; (૬) ગાત્ર બે મનુષ્યની વચ્ચે છે અને (૭) અંતરાય પાંચથી પરિવેષ્ટિત છે. ભાણેજે પૂછયું કે રાજા દેખાય છે ત્યારે પરિવાર દેખાતું નથી અને પરિવાર દેખાય છે ત્યારે રાજા દેખાતા નથી તેનું કારણ શું? એનો ખુલાસો મામાએ વિગતવાર સમજાવ્યો. એમ કરતાં સાતે રાજાના સામાન્ય વિશેષ સ્વરૂ૫૫૨ મામાએ વિવેચન કર્યું. વળી તેમાં અંતર્ગત તફાવત કર્યો છે અને છતાં ભેદની સ્પષ્ટતા કેવી રીતે થાય છે તે પણ વિસ્તારથી સ્પષ્ટ કરી ભાણેજની જિજ્ઞાસા પૂર્ણ કરી. આવી રીતે મહામહના આખા પરિવારનું વર્ણન સાંભળીને પ્રકર્ષ બહુ રાજી થયો.
પૃ. ૮૮૭-૮૮. પ્રકરણ ૧૯ - મહામહસૈન્યને જિતનારા-હવે ભાણેજે પ્રશ્નપરંપરા ચલાવી. જ્યારે જ્ઞાનાવરણુ, દર્શનાવરણ, વેદનીય અને મહામહ રાજાઓ દુ:ખ આપનારા જ છે ત્યારે જીવનમાં મજા શી રહી ? એવો કોઈ પ્રદેશ છે કે જ્યાં આ રાઓનું જોર જ ચાલે નહિ. આનો જવાબ આપતાં મામાએ આખા જગતના
સ્વરૂપની વિચારણા બતાવી. સંસાર કે ભયંકર છે, ઇંદ્રિયભેગે કેવા ખરાબ છે, સોગવિયોગ કેવી રીતે થાય છે તે બતાવી તે પર વિજય મેળવવાની આખી પદ્ધતિનું વર્ણન કર્યું. સાચા નિર્ણય કરી વર્તન કરનારના કાર્યની રચના બતાવી. પ્રથમ મકરધ્વજની અસરથી દૂર કેવી વિચારણાથી થાય છે તે બતાવતાં સ્ત્રી શરીરની વિચારણું સૂચવી અને સ્ત્રીચિત્તસંબંધમાં ભાવના કેવી ચાલે છે તેનું વર્ણન કર્યું. પછી રતિ, જીગુપ્સાપર વિજયના માર્ગો અને છેવટે જ્ઞાનસંવરણઆદિ રાજાપર જય કેમ મેળવાય છે તેની ચાવીઓ બતાવી. આવી રીતે વિજય મેળવનારા છે ખરા, પણ બહુ થોડા હોય છે એમ છેવટે જણાવી મામા અટકયા એટલે પ્રકર્ષ વિચારમાં પડ્યો.
પૃ. ૮૯૮-૯૦૮, પ્રકરણ ૨૦ મું-ભવચકનગરને માગે. વળી ભાણેજે એવા વિજય મેળવના મનુષ્યો કયાં રહે છે એમ પૂછતાં મામાએ કહ્યું કે તેવા મનુષ્યો પણ અદ્દભુત વૃત્તાંતવાળા ભવચક નગરમાં જ રહે છે. એ નગર અંતરંગ અને બહિરંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org