________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રકરણ ૧૨ મું-મહામૂકતા-
મિથ્યાદર્શન-કુદષ્ટિ. વિમર્શ મામાએ વિગતવાર અટવી નદી સિહાસન વિગેરેનું વર્ણન કર્યું પછી ભાણેજના પૂછવાથી મહામહના આખા પરિવારનું વર્ણન કરવા માંડયું. એની મહારાણી મહામૂઢતાને વર્ણવ્યા, મિયાદર્શન સેનાપતિને આળબા, એ કુદેવ કુધર્મ કુગુરૂમાં કેવી બેટી બુદ્ધિ ઉત્પન્ન કરે છે તે જણાવ્યું, એ સેનાપતિ મંડપ વેદિકા સિંહાસનની રચના કેવી રીતે કરે છે તે વર્ણવ્યું અને છેવટે એને મહિમા વર્ણવ્યો. એ મિથ્યાદર્શનની કુદૃષ્ટિ નામની જાય છે એ દેવ, વાદ, વેશ, કલ્પ, મોક્ષ, વિ. શુદ્ધિ અને વૃત્તિને અંગે તીથીઓમાં કેટલો ભેદ પાડે છે તે વિસ્તારથી મામાએ વર્ણવ્યું અને અનેક મનોનાં નામ આપ્યાં.
પૃ. ૮૪૩-૮૬૨ પ્રકરણ ૧૩ મું-રાગકેસરી-દ્વેષગજં. પછી મામાએ વિપર્યય સિંહાસનપર બેઠેલા મહામોહ મહારાજાના મોટા પુત્ર રાગકેસરીનું વર્ણન કર્યું. જણાવ્યું કે મહામહ વૃદ્ધ થઈ જવાથી તેણે સર્વ રાજકાર્ય રાગકેસરીને સોપેલછે. એ રાગકેસરીના ત્રણ મિત્રો છે. દષ્ટિરાગ, સેહવાગ, વિષયાગ. એમનાં બીજું નામ અનુક્રમે અતસ્વાભિનેવેશ, ભવપાત અને અભિવ્યંગ પણ છે. એ રાગકેસરીની ભાર્યા મૂકતા નામની છે.
મહામોહને નાને પુત્ર પગજેંદ્ર ડાબી બાજુ તે જ સિંહાસન પર બેઠેલ છે. તેની અવિકિતા ભાર્યા ઉપર પ્રકરણ ૮ માં બતાવેલાં કારણે ગેરહાજર છે.
પૃ. ૮૬૩-૮૬૬. પ્રકરણ ૧૪ મું-મકરધ્વજ. સિહાસનની પછવાડે રહેલા અત્યંત રૂપવાળા મકરધ્વજને મામાએ ત્યાર પછી પ્રકષને ઓળખાવ્યો અને એણે મોટા દેવોને કેવા નચાવ્યા છે તેનું વર્ણન કર્યું. એના ત્રણ અનુચ-૫વેદ, વેદ, પંઢવેદને વર્ણવ્યા અને પછી મકરધ્વજની ૫ત્રી રતિને ઓળખાવી. પૃ. ૮૬૭-૮૭૧.
પ્રકરણ ૧૫ મું-પાંચ મનુષ્ય. હાસ, અરતિ, ભય, શેક, જુગુપ્સા. ત્યાર પછી મકરધ્વજની પાસે બેઠેલા પાંચે મનુષ્યનું મામાએ વિસ્તારથી વર્ણન કર્યું. (૧) હાસ હસાવે છે, તે તેની પતી તુચ્છતા સાથે બેઠેલ છે. (૨) બીજી અરતિ સ્ત્રી છે તે માનસિક દુઃખ કરાવે છે. (૩) ભય કંપાવે છે, એના પરિવારમાં સાત મનુષ્યો છે અને એની સ્ત્રી હીનસત્વતા નામની છે. (૪) શેકને આપણે ઉપર પ્રકરણ ૮ માં જોયો તે જ છે. એ રડાવે છે અને એની સ્ત્રી ભવસ્થા એની સાથે છે. (૫) પાંચમી સ્ત્રી જુગુસા છે, એ નાક ચઢાવે છે અને દૂર સાવે છે.
પૃ. ૮૭૨-૮૭૭. પ્રકરણ ૧૬ મું-સેળ બાળકો. પછી મામાએ રાજાના ખોળામાં નાચતા કુદતા સોળ બાળકે ઓળખાવ્યા. એનું નામ કષાય. એમાં ચાર અનંતાનુબંધી છે, ચાર અપ્રત્યાખ્યાની છે, ચાર પ્રત્યાખ્યાની છે અને ચાર સંજવલન છે. એમાંના આઠ રાગકેસરીના છોકરા છે અને આઠ દ્વેષગજેદ્રના છે. સાથે મહામહ મહારાજાના પતરા થાય છે.
| પૃ. ૮૮-૮૯૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org