________________
८६४
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ તથા વત્સલતા બન્નેને એક બીજા તરફ પૂર્ણ એહથી બંધાયેલા રાખે છે. તેઓના આવા ગાઢ સંબંધને લઈને બન્ને જણું થઈને આખા જગતને વશ કરવાને શક્તિમાન્ થાય છે. જ્યાં સુધી એ રાગકેસરી રાજાને પ્રતાપ દુનિયામાં તપે છે ત્યાં સુધી બહિરંગ લેકને સુખની ગંધ પણ ક્યાંથી આવી શકે? કારણ કે એ રાજા સંસારમાં આવી રહેલ બાહ્ય પદાર્થો ઉપર બહિરંગ પ્રાણીઓમાં અતિશય પ્રીતિ ઉત્પન્ન કરે છે અને કલેશમય પુણ્ય (પાપાનુબંધી પુણ્ય)થી ઉત્પન્ન થયેલ, જાતે કલેશમય અને ભવિષ્યમાં કલેશને ઉત્પન્ન કરનાર ભાવ સાથે એ પ્રાણને બરાબર મજબૂત સ્નેહબંધનમાં નાંખી દે છે.
રાગકેસરીના ત્રણ મિત્રો,
દષ્ટિરાગ-સ્નેહરાગ અને વિષયરાગ. “વળી ભાઈ પ્રર્ષ! પિલા રાતા વર્ણવાળા અને ઘણુ સિધ્ધ શરીરવાળા ત્રણ પુરૂષે રાગકેસરીની પાસે બેઠેલા જણાય છે તેમને રાગકેસરી મહારાજાએ પિતાની શક્તિથી પિતાના શરીરથી અભેદપણે પિતાના ખાસ દોસ્તદારે-મિત્રો બનાવી દીધેલા છે. એ ત્રણે પુરૂષ બરાબર નીહાળી નીહાળીને જોવા લાયક છે. તે કશું કહ્યું છે તે હું તને કહું છું તે લક્ષ્યમાં રાખજે. દૃષ્ટિરાગ.
(૧) એ ત્રણમાં પ્રથમ અતત્ત્વાભિનિવેશ શ્રેષ્ઠ મનુષ્ય છે તેને કેટલાક વિદ્વાન સાધુઓ દષ્ટિરાગ એવું નામ પણ આપે છે. એ ભાઇશ્રી જાદા જુદા તીર્થ (મત) વાળાઓની પાસે પોતપોતાના દર્શને નમાં અત્યંત આગ્રહ ઉત્પન્ન કરાવે છે અને તે જે આગ્રહ ઉત્પન્ન કરે છે તે સાધારણ રીતે એટલે સખ્ત હોય છે કે એકવાર થયા પછી તે છૂટ ઘણું મુશ્કેલ પડે છે. સેહરાગ
(૨) રાગકેસરી પાસે જે બીજો પુરૂષ દેખાય છે તેનું નામ ભવાત છે અને તેને કેટલાક વિદ્વાન આચાર્યો “એહરાગનું નામ પણ
૧ આ સત્ય આત્મિક સુખ સમજવું.
૨ અતરવાભિનિવેશ જે વસ્તુ તત્વ ન હોય તેને તત્વ તરીકે માની તે બાબતનો ખેટે આગ્રહ રાખવો તેને અભિનિવેશ મિથ્યાત્વ કહેવામાં આવે છે.
૩ દષ્ટિરાગ-એટલે દર્શનને રાગ, મિથ્યાદર્શનપર ઘણો આગ્રહ. કેટલાક લોકો ઓળખાણવાળા તરફ પક્ષપાતને દૃષ્ટિરાગ કહે છે તે બેઠું છે-એ એહરાગ છે. દષ્ટિરાગને વિષય દર્શન-મત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org