________________
પ્રકરણ ૧૩ મું.
રાગકેસર-દ્વેષગજેન્દ્ર,
મર્શ મામાએ મેહરાજાના પરિવારનું વિસ્તારથી વર્ણને પિતાના ભાણેજ પ્રક પાસે આગલા પ્રકરણમાં શરૂ કર્યું હતું, ત્યાં તેણે મહારાજાની પતી, સેનાપતિ અને સેનાપતિની ભાર્યાનું વર્ણન અને તેના
કાર્યો ગણાવ્યાં અને ખાસ કરીને મિથ્યાદર્શન સેનાપતિ (પ્રધાન)નું વિસ્તારથી વર્ણન કરી બતાવ્યું. હવે મેહરાયના પરિવારને અંગે તેના બે પુત્રોને પરિચય ભાણેજને કરાવતાં મામાશ્રી જણાવે છે –
રાગકેસરી. ભાઈ પ્રક! પેલા વિપર્યાસ નામના ઊંચા સિંહાસન ઉપર બેઠેલ જણાય છે તે તારા જાણવામાં આવેલ સુપ્રસિદ્ધ રાગકેસરી છે. મહામોહ રાજાએ એને રાજ્યગાદી ઉપર સ્થાપન કરીને પોતાને માથેથી રાજ્યની ચિંતાનો ભાર ઓછો કર્યો છે અને તેથી પોતે નિવૃત્ત થયેલ હોય તેમ રહે છે. મહામહ મહારાજાએ પોતાનું આખું રાજ્ય તેને સોંપી દીધું છે તો પણ વિનય કરવામાં કુશળ રાગકેસરી પિતાની સર્વ પ્રકારની વિવેક મર્યાદા ખાસ કરીને જાળવે છે, પિતાને સર્વ રીતે યોગ્ય માન આપે છે અને અગત્યની સર્વ બાબતમાં તેમની સલાહ લે છે. વળી પિતા મહામહ પણ સર્વની પાસે પોતાના રાગકેસરી કુમારના વખાણ કરે છે અને તે જ આ રાજ્યને પ્રભુ છે એમ જાહેર રીતે ઘણીવાર કહે છે. આવી રીતે પુત્રને વિનય અને પિતાની કદર
૧ રાગકેસરીનું વર્ણન શરૂઆતમાં પ્રભાવના હેવાલમાં પ્રસ્તાવ ૩-પ્રકરણ ૪ માં આવે છે. પછી રાજસચિત્ત નગરનું વર્ણન ૫, ૭૯૦-૪ માં આવે છે ત્યાં તેને એ નગરના રાજા તરીકે વર્ણવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org