________________
પ્રકરણ ૧૩] રાગકેસરી-દ્વેષગજેન્દ્ર
૮૬૫ આપે છે. એ મહાપુરૂષ ધન ઉપર, સ્ત્રી ઉપર, પુત્રપુત્રી ઉપર, સગા સંબંધીઓ ઉપર, પરિવાર ઉપર અને અન્ય વસ્તુઓ ઉપર અત્યંત રાગ અને અતિશય મૂચ્છ ઉત્પન્ન કરે છે અને મનને તેની સાથે ગાઢ બંધાયેલું રાખે છે. વિષય રાગ
(૩) ત્યાર પછી જે ત્રીજો પુરૂષ એ રાજાની પાસે બેઠેલ છે તે "અભિળંગ નામને છે અને તેનું નામ કેટલાક વિદ્વાન આચાર્યો “વિષયરાગ પણ આપે છે. એ ભાઈશ્રી આ લેકમાં અનેક પ્રકારની ઉદ્દામ લીલાપૂર્વક ભ્રમણ કરતો શબ્દ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શના વિષયમાં પ્રાણીઓને લેલતા ઉત્પન્ન કરે છે.
એ ત્રણે મિત્રોની શક્તિથી રાગકેસરી રાજાએ આ આખા જગતને જીતી લીધું છે એમ હું તે માનું છું. એ રાગકેસરી રાજાએ પિતાની શક્તિથી આખા રાજ્યભુવનને (ત્રણ લેકને) પિતાના પગતળે દાબી રાખ્યું છે અને તેનામાં એટલું બધું વીર્ય છે કે જેથી સન્માર્ગરૂપી મદ
ન્મત્ત હાથીઓના કુંભસ્થળ ભેદી નાખવાને પણ એ પૂરતી શક્તિ ધરાવે છે અને તેથી એણે પિતાના રાગકેસરી નામને સફળ કર્યું છે.
રાગકેસરીની ભાર્યા-મૂઢતા, વળી એ જ સિંહાસન પર તેની સાથે જે સ્ત્રી બેઠેલી જણાય છે તે રાગકેસરીની લોકપ્રસિદ્ધ ભાર્યા મૂઢતા છે એમ તારે જાણવું. જે જે ગુણે રાગકેસરીમાં છે તે સર્વ એ રાજપની મૂઢતામાં પણ સારી રીતે આવીને વસેલા છે એમ તારે લક્ષ્યમાં રાખવું. શંકર જેમ પાર્વતીને પિતાના શરીરમાં અરધા અંગ તરીકે સાથે જ રાખે છે અને તેનું અને પાર્વતીનું શરીર એક જ ગણાય છે તેમ આ રાગકેસરી રાજા પોતાની મૂઢતા પતીને શરીરમાં જ રાખે છે. જેમ તેઓનું એક બીજાનું શરીર એક બીજામાં એકમેક થઈને રહેલ છે તેમ તેમના ગુણ પણ એક બીજાથી જરા પણ ભેદ પાડયા વગર એક થઈને રહેલા છે.
શ્રેષગજેંદ્ર એ રાગકેસરી રાજાની ડાબી બાજુએ સિંહાસન પર બેઠેલ જે ૧ અભિળંગઃ ભેટવું, વળગી પડવું તે. ૨ શાસ્ત્રમાં એ કામરાગના નામથી પણ ઓળખાય છે.
૩ અહીં મેં. રો. એ. સોસાયટિવાળા મૂળ છાપેલ પુસ્તકનું પૃ. ૫૫૧ શરૂ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org