________________
૮૫૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ કરતાવ ૪ જ થાય છે આવું જ બને છે તે સર્વનું કારણ તૃષ્ણવેદિકા સમ“જવી અને વેદિકાને બનાવનાર અને સંચલન કરનાર પેલે મિથ્યા“દર્શન વજીર છે એમ સમજવું. “વળી ભાઈ પ્રક! આ પ્રાણીને મેક્ષમાં જવાનું મન હોય છે
“છતાં રસ્તાઓ તેથી તદ્દન જ ઉલટા લે છે અને વિપર્યસાસિંહાસન “જાણે દિમૂઢ થઈ ગયેલા જે તે દેખાય છે.
દાખલા તરીકે સર્વજ્ઞ અને સર્વદશ દેવ શ્રી જિનેશ્વર ભગવાનની એ મૂર્ખ નિંદા કરે છે જ્યારે કઈ પણ પ્રકારના પ્રમાણની વિચારણું, તુલના કે સમજણ વગર વેદને પ્રમાણુ માને છે; આહિંસાલક્ષણ વિશુદ્ધ (જૈન) ધર્મને દેષ આપે છે, ખરાબ કહે છે જ્યારે પશુના નાશથી ભરપૂર યજ્ઞયાગવાળા ધર્મને વધારે વિખ્યાતિ આપે છે અને સારે કહે છે; અસત્ય તત્ત્વની પીડામાં પડી જઈને જીવ અજીવ વિગેરે શુદ્ધ સત્ય તને છુપાવે છે, નિંદે છે, ખોટા કહે છે જ્યારે તેને બદલે પંચભૂત' (પૃથ્વી, “પાણી, તેજ, વાયુ અને આકાશ) રૂપ તત્ત્વનું સ્થાપન કરે છે “અથવા 'શૂન્યવાદની સ્થાપના કરે છે, તેના વખાણ કરે છે અને “તેને સત્ય કહે છે; શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્રના ઉપાસક વિશુદ્ધ પાત્રની
એ પ્રાણી નિંદા કરે છે અને સર્વ પ્રકારના આરંભમાં જે પડી “ રહેલા હોય છે તેને પાત્ર માનીને એ ભાઇશ્રી રાજીખુશીથી સારી “પેઠે દાન આપે છે; એ તપ, ક્ષમા અને અનિચ્છાને નબળાઈ ગણી “દોષરૂપ માને છે જ્યારે લુચ્ચાઈ, ખરાબ ચેષ્ટા અને રંડીબાજીને * ગુણ માને છે; સાચા જ્ઞાનનો વિશદ્ધ માર્ગ હોય છે તેને તે ધુતારા“ઓએ ચલાવેલો ખરાબ માર્ગ ગણે છે જ્યારે તાંત્રિક જેવા શાક “મતોને તે મોક્ષ જવાનું સાધન માને છે; ગૃહસ્થાશ્રમના ધર્મને તે
ખાસ કરીને મોટું માન આપે છે અને તેને અતુલ્ય કહી વર્ણવે છે “જ્યારે સર્વ પ્રકારના રાગદ્વેષાદિ વિપરીત ભાના ઉચછેદ કરનાર યતિધર્મ (સાધુઓનો ધર્મ-સંન્યસ્તાશ્રમ)ને તે નિંદી કાઢે છે આવી રીતે એ મિથ્યાદર્શને તૈયાર કરેલ વિપર્યાસ નામનું સિંહાસન પિ“તાનો ભાવ બરાબર ભજવે છે એમ ભાઈ પ્રકર્ષ! તારે સમજવું.
૧ જૈન મત પ્રમાણે છવાછવાદિ સાત અથવા નવ તત્વ છે. ૨ પંચભૂતાત્મક જગત એ જૈમિની સિદ્ધાંત છે. ૩ શૂન્યવાદ બૌધન છે.
૪ કૌલ માર્ગ, શક્તિના ઉપાસકો, માર્ગ પંથના. સર્વ સ્ત્રીઓમાં સ્વપરને ભેદ નહિ માનનારા, દારૂ પીનારા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org