________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રકરણ ૩ જું-નરસુંદરી લગ્ન. શેખરપુરના રાજા નરકેસરી અને રાણી વસુંધરાને નરસુંદરી નામની દીકરી હતી, સર્વ વિદ્યાકળામાં અત્યંત કુશળ હતી. યુવાન થતાં તેણે નિશ્ચય કર્યો કે કળાકૌશલ્યમાં પોતાથી વધારે પ્રવીણને પરણવું. તેના માતાપિતા તેને આ નિશ્ચય જાણતા હતા. રાજાએ રિપુદારૂણની બેટી ખ્યાતિ સાંભળી હતી તે પર આધાર રાખી પુત્રી સાથે પોતે સિદ્ધાર્થનગરે આવ્યા અને નરવાહન રાજાને પુત્રીની પ્રતિજ્ઞા અને પોતાની ઈચ્છા જણાવી. નરવાહને રિપુદારૂણ અને કળાચાર્યને રાજસભામાં બોલાવ્યા. આ વખતે પુણ્યોદય મિત્ર સુકાઈ ગયો હતો. સૌદર્યશાળી નરસુંદરી સભામંડપમાં આવી, રિષદારૂણને કળાઓ પર વિવેચન કરવા કહ્યું, પછી મુદ્દાના સવાલ પોતે પુછશે એમ પણ જણાવ્યું. કુમાર તો કળાનાં નામો પણ ભૂલી ગયો હતો એટલે ગભરાયા, નરવાહન રાજા આશ્ચર્ય પામ્યા, કળાચાર્યને ખુલાસો પૂછતાં તેણે જણાવ્યું કે એ તે બાર વર્ષથી રખડે છે અને શૈલરાજ મૃષાવાદની સબતમાં પડેલ છે. કુમારને ફજેતો થયો, લોકોમાં અપવાદ થયો, તે વખતે કુમારે શ્વાસ રૂંધ્યો, મૂછ આવી હોય તે થઈ ગયે, સમય જળવાઈ ગયે, સભા બીજા દિવસ ઉપર મુલતવી રાખવામાં આવી. નરસંદરીના પિતા કંટાળ્યા, ચાલી જવા વિચાર કર્યો, ત્યાં પુણ્યદય મિત્રને લાગણી થઈ, તેણે સુંદરીના પિતાના વિચારે ફેરવાવ્યા. હવે પાછા જવામાં બન્ને પક્ષને શરમાવા જેવું થશે એમ લાગ્યું, પરીક્ષાનો વિચાર છોડી દીધો અને રિપુદારૂણ અને નરસુંદરીના લગ્ન કરી નાખ્યા. સુંદરીના પિતા વિદાય થયા અને રિપુદારૂણ નરસુંદરી સાથે અલગ ભુવનમાં આનંદ ભેગવવા લાગ્યા. પૃ. ૭૨૫-૭૩૭.
પ્રકરણ ૪ થું-નરસુંદરીને પ્રેમ-તિરસ્કાર. રિપુત્ર અને નરસુંદરીના દિવસે આનંદમાં જવા લાગ્યા એટલે શેલ અને મૃષાવાદમિત્રને અદેખાઈ આવી એટલે પ્રેમમાં ભેદ પડાવવાને બન્નેએ સંકેત કર્યો. દરમ્યાન પુણ્યોદય પાતળો પડતો ગયો. એક કમનસીબ ક્ષણે સુંદરીએ કુમારને તેને રાજસભામાં થઈ આવેલા ક્ષોભ માટે પ્રશ્ન કર્યો. મૃષાવાદી કુમારે ગોટા વાન્યા એટલે નરસુંદરીએ કળાપર વિવેચન કરવા કહ્યું. રિપુદારૂણ આથી ઉશ્કેરાયે, શૈલરાજે એને પ્રેર્યો, લેપ ચાપડો, પતી વધારે વિદ્વાન હોવાનું ધારે છે એવી બુદ્ધિ કરી એટલે રિપદારણે સુંદરીને તિરસ્કાર કર્યો, ધમકાવી કાઢી મૂકી. સુંદરીએ ઘણી આજીજી કરી પણ કુમાર ઠંડે પડશે નહિ. આથી તિરસ્કૃતા સુંદરી અલગ રાજભુવનમાંથી નીકળી કુમારના પિતાને મહેલે ગઈ.
પૃ. ૭૩૭–૭૪૩. પ્રકરણ ૫ મું-નરસુંદરીને આપઘાત. રિપદારૂણપર લેપની અસર ચાલુ જ હતી, સંતાપથી જવર પણ આવ્યું, ત્યાં માતા વિમલમાલતી તેને સમજાવવા આવ્યા અને નરસુંદરીના દુઃખને પૂરો ખ્યાલ આપ્યો અને તેને માફ કરવા વિજ્ઞપ્તિ કરી. રિપુદારણને જવાબ એકદમ અભિમાની હતો અને વાત કરતાં એ એટલે ચઢી ગયે કે સ્નેહસંબંધ વિસારી માતાને પાટુ મારી કાઢી મૂકી. માતાએ આ વાત નરસુંદરીને કહી ત્યારે તેને તો મૂર્છા આવી ગઈ. આખરે જાતે સમજાવટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org