________________
કથાસાર,
૧૩
કરવા જવાની જરૂર લાગી. સતીએ આવી કુમારની ઘણું ઘણી પ્રાર્થના કરી પણ પ્રેમ અને માન વચ્ચે લટકતો કુમાર ન બોલવાનું બોલી ગયે, વધારે પડતું બોલી ગયો એટલે નરસુંદરી હતાશ થઇ ગઈ, આશા ગુટતા ત્યાંથી પાછી ફરી. તે વખતે સૂર્ય અસ્ત થયો. એક ખંડેરમાં જઈ લોકપાળાને ઉદેશી કાંઇક બેલી, પ્રથમ તે રિપુદરણ જે પછવાડે આવ્યો હતો તેને દયા આવી, પણ શૈલરાજનું જોર થયું એટલે આખરે સુંદરીને આપઘાત કરવા દીધે. સુંદરી ગઈ. સાસુ પછવાડે તપાસ કરવા આવ્યા પણ મોડા થયા. એણે સુંદરીને લટકતી જોઈ એટલે પોતે પણ આપઘાત કર્યો. દાસી કંદલિકા તપાસ કરવા આવી, સર્વ લોકોના જાણવામાં વાત આવી, રિપુદારણને ફજેતે થયે અને રાજભવનમાંથી પિતાએ તેને કાઢી મૂકો અને લોકોએ તેનો તિરસ્કાર કર્યો. ત્યાર પછી રિપદારણ આખા નગરમાં રખડવા લાગ્યો અને લોકો તરફથી થતાં અપમાન ખમવા લાગ્યો. એમ કરતાં કેટલાં વર્ષો વીતી ગયા.
- મૃ. ૭૪૩-૭૫૫. રસના કથાનક, પ્રકરણ ૬ ઠું-વિચક્ષણ-જડ. એક પ્રસંગે નરવાહન રાજા નગર બહાર ફરવા નિકળ્યા હતાં ત્યાં લલિત ઉદ્યાનમાં વિચક્ષણાચાર્ય નામના શાંત સાધુને અનેક શિષ્યથી પરવરેલા જોયા. રાજા સૂરિને નમ્યા, સૂરિએ ઉપદેશ આપે. રાજાએ આટલી લધુ વયમાં સંસારત્યાગનું કારણ પૂછયું એટલે કાંઈક આનાકાની પછી લાભનું કારણ જાણી આચાર્યશ્રીએ પિતાનું ચરિત્ર કહેવા માંડ્યું.
વિચક્ષણ ચરિત્ર. ભૂતળ નગરમાં મલસંચય રાજા અને તત્પક્તિ રાણુને શુભેાદય અને અશુભેદય નામે બે પુત્રો હતા. શુભદય નિજ ચારૂતાને પરો તેનાથી આ પેટા કથાને નાયક વિચક્ષણ પુત્ર થયો અને અશુભદયને સ્વયેગ્યતા પતીથી જહ નામને પુત્ર થયો. આવી રીતે વિચક્ષણ અને જડ કાકાકાકાના છોકરા થયા. વિચક્ષણ સાધુચરિત્રવાળો હતો, જડ ક્રોધી અભિમાની દુર્ગણ હતો. નિર્મળચિત્ત નગરના મલક્ષયરાજાને સુંદરતા રાણીથી બુદ્ધિ નામની દીક હતી તેનું લગ્ન વિચક્ષણકુમાર સાથે થયું. એનાથી પ્રકઈ નામને પુત્ર થયે, એ બુદ્ધિદેવીને વિમર્શ નામને ભાઈ હતો તે બહેન પરના હેતથી તેની સાથે રહેતા હતા. વિમર્શ અને પ્રકર્ષ મામા ભાણેજ થયા.
પૃ. ૭૫૬–૭૬૭. પ્રકરણ ૭ મું–રસના-લોલતા. વિચક્ષણ અને જડ એક વખત વદનકેટર બગીચામાં ફરતા હતા ત્યાં બીલમાં એક સુંદર સ્ત્રી દાસી સાથે જોવામાં આવી. જડ તો એનું ૩૫ જઇ પ્રેમમાં પડી ગયો, વિચક્ષણે એને પરરમણી ધારી દૂર ખસી જવા ધાર્યું. દાસી લોલતાએ પોકાર કરી કુમારને બોલાવ્યા અને રસના સાથે ઓળખાણ કરાવી. જડ વધારે ફસ ગયે, વિચક્ષણ વિચારપૂર્વક જોયા કરતો હતો. દાસીએ પૂર્વ પરિચય યાદ આયે, વિકલાક્ષનિવાસ નગરની ઓળખાણ યાદ કરાવી. જડ વધારે ફસ ગયો, વિચક્ષણ વિચારપૂર્વક જોયા કરતો હતો. જડ તો રસનામાં વધારે વધારે લુબ્ધ થતો ગયો અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org