________________
ઉપમાત ભવપ્રપંચા કથા.
દ્વિતીય ભાગ. પ્રસ્તાવ ૪.
કથાસાર.
પ્રકરણ ૧ લું-રિપુદાજી અને શૈલરાજ. સંસારીછવ પેાતાનું ચરિત્ર સદાગમ સમક્ષ કહે છે. ત્યાર પછી સંસારીજીન સિદ્ધાર્થનગરે નરવાહન રાજાને ત્યાં વિમલમાલતીની કુક્ષીએ જન્મ લે છે. ચેાગ્ય ઉત્સવ થયા પછી તેનું રિપુદારૂણ (દારણ) નામ પાડવામાં આવે છે. એના જન્મને જ દિવસે અવિવકિતા ધાવે આઠ મુખવાળા શૈલરાજ નામના પુત્રને જન્મ આપ્યા, જે તેને અગાઉ દ્વેષગજેંદ્ર સાથે થયેલા સંયેાગનું પરિણામ હતું. પાંચ વર્ષની વયે રિપુદારૂણ અને શૈલરાજને મૈત્રી થઇ. શૈલરાજની અસર ધીમે ધીમે કથાનાયકપર વધારે થતી ચાલી: અક્કડતા વધી, મિથ્યાભિમાન વધ્યું અને અભિમાન ચઢવા લાગ્યું; વિચારા પણ તેવાજ થયા અને વર્તન પણ તેવું જ થતું ચાલ્યું. પિતાએ વળી તે અભિમાનની વધારે પાષણા કરી. આ સર્વ પ્રતાપ રોલરાજના છે એમ નાયકે માન્યું. પછી શૈલરાજે રિપુ॰ ને ચિત્તસ્તબ્ધ લેપ આપ્યા, તેના ગુણની અનુભવે ખાતરી કરવા કહી તેને હૃદયપર લગાડવા ભલામણ કરી. આથી નાયકને શૈલરાજપરને પ્રેમ સુદૃઢ થયેા. નાયકે લેપ લગાડચો એટલે સર્વ તેને નમવા લાગ્યા. પૃષ્ઠ ૭૦૩-૭૧૧. પ્રકરણ ૨ જું-મૃષાવાદ. ફિલષ્ટમાનસ નગરે દુષ્ટારાય રાનને જધન્યતા પત્નીથી સૃષાવાદ નામને પુત્ર હતા. ત્યાં રિપુદારૂણ ગયા. મૃષાવાદ સાથે દોરતી થઇ. એની દોસ્તીથી નાયક ઘણી નવાઇઓ કરવા લાગ્યા, ખેાટી વાતને સાચી કરવા લાગ્યા અને વાંક ગુન્હા ખીજાપર ઢાળવા લાગ્યા. અભ્યાસકાળ પ્રાપ્ત થયે કુમારને મહામતિ નામના પંડિતને સોંપવા બેાલાન્યા. કુમારે યેાગ્ય વિનય ન કર્યો. ગુરૂએ ધાર્યું કે તે સુધરશે પણ અભ્યાસ દરમ્યાન પણ એ તે અભિમાનમાં વધતા જ ચાહ્યા, સર્વ રાજકુમારીને પેાતાથી હલકા માનવા લાગ્યા. આથી ગુરૂમહારાજ અભ્યાસ કરાવવામાં શિથીળ થતા ગયા. છેવટે એ ગુરૂમહારાજની બેઠકે ચઢી બેઠા, પૂછતા અસત્ય એક્લ્યા, ગુરૂએ નજરે જોયા તેા તેના પર પક્ષપાતનું તહેામત મૂકયું એટલે આખરે ગુરૂએ એને તજી દીધા. પિતાશ્રીએ અભ્યાસ માટે સવાલ કર્યો ત્યારે ખાટી ભળતી વાતા કરી. પિતાએ વધારે અભ્યાસ કરવા પાછે મેકલ્યા ત્યારે ઉપર ઉપરથી વાત સ્વીકારી પણ આખે। વખત ભટકવામાં ગાળ્યેા. દાસ્ત સૃષાવાદના માન વધ્યા. તેણે માયા સાથે એળખાણ કરાવી. હુવે રાજા માને છે કે ભાઇ ભણે છે અને ભાઇશ્રી તેા જુગાર પરદારા અને નીચ સાખતમાં રખડે છે.
પૃ. ૭૧૧-૭૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org