________________
૭૬૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૪
કુમારને સર્વપ્રાણીઓને મોટા સંતાપ કરનાર અત્યંત ભયંકર સ્વા
ગ્યતા નામની સ્ત્રી છે.
સમય સંપૂર્ણ પરિપકવ થયે નિજચારૂતા સાથે શુભેાદયના સંઅંધ થતાં તેઓથી વિચક્ષણ નામના પુત્રના જન્મ થયા અને તેવી જ રીતે કાળ ખરાખર પૂરા થતાં સ્વયોગ્યતા સાથે અશુભાયના યોગ થવાથી ’જડ નામના અત્યંત અધમ પુત્ર જન્મ્યા.
વિચક્ષણ.
હવે એ વિચક્ષણ કુમાર વયમાં વધતા વધતા પેાતાના સદ્ગુણામાં દરેક ક્ષણે વધારો કરતા ગયા. “માર્ગાનુસારીમાં જે ગુણા હોય તે સર્વથી તે વાકેફગાર હતા, ગુરૂવર્ગની તે નિરંતર પૂજા ( ભક્તિ ) કરનારા હતા, મહા બુદ્ધિશાળી હતા, ઉત્કૃષ્ટ ગુણ તરફ પ્રેમવૃત્તિવાળા હતા, ઘણા હુશિયાર હતા, પેાતાનું સાધ્ય શું છે તે ખરાખર સમજેલા હતા, પાતાની ઇંદ્રિયાપર તેણે વિજય પ્રાપ્ત કરેલ હતા, ઉત્તમ આચારો પાળવામાં તે તત્પર રહેનારા હતા, ઘણી ધીરજવાળા હતા, સારી વસ્તુઓના ભાગ કરનારા હતા, મિત્રતા કર્યાં પછી ખરાખર વળગી રહે તેવા હતા, સુદેવની હોંસથી પૂજા કરનારા હતા, માટા દાનેશ્વરી હતા, પેાતાના અને પારકા મનના ભાવાને તુરત જાણી જાય તેવા હતા, સત્ય બેલનાર હતા, ઘણા જ નમ્ર હતા, પાતાપર પ્રેમ રાખનાર ઉપર વાત્સલ્ય ભાવવાળા હતા, ક્ષમાની મુખ્યતા રાખનાર હતા, મધ્યસ્થ વૃત્તિએ સર્વ કામ કરનાર હતા, પ્રાણીઓની ઇચ્છા પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ
૧ સ્વયેાગ્યતાઃ પાતામાં લાયકાત ન છતાં માનનારી, લાયકાત સ્થાપન કરનારી, મેાટી વાતેા કરવાવાળી ( a braggard, asserting oneself).
૨ કર્મ સત્તામાં હેય પણ પરિપાક થાય-વિપાકકાળ પ્રાપ્ત થાય ત્યારે જ તેને ઉદય થાય છે. અહીં પેાતાની ચારૂતા-શુભકર્મના ઉદ્ય થવાને પ્રાપ્ત થતાં વિચક્ષણ કુમારના જન્મ થાય છે.
૩ વિચક્ષણ: વિદ્વાન, ઊંડી સમજણ કુશળતાવાળા. એના ચિરત્રથી નામની સાથેતા જણાશે.
૪ જડ: અક્કલ વગરના, દીર્ઘદૃષ્ટિ વગરના, મૂર્ખ. આવા પ્રાણીનું રૂપક છે. એના ચરિત્રથી એ નામની પણ સાર્થકતા આગળ જણાશે.
૫ સમ્યકત્વ પ્રાપ્ત થાય તે પહેલાં પ્રાણી માર્ગાનુસારી થાય છે–રસ્તાપર આવે છે. એનાં ૩૬ ગુણા છે. એ પર વિવેચન શ્રી યોગશાસ્ત્રના પ્રથમ પ્રસ્તાવમાં છે, એ ગુણામાંના ઘણા ખરા ગુણે! આ વિચક્ષણ કુમારમાં છે એમ અત્ર બતાવ્યું છે. જીએ-હેમચંદ્ર-યોગશાસ્ત્ર પ્ર. ૧ શ્લાક ૪૭ થી ૫૬. એ શ્લેાકા ઉપર શ્રાદ્ધ ગુણ વિવરણ ' નામને સ્વતંત્ર ગ્રંથ શ્રી જિનમંડન ગણીએ મનાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org