________________
પ્રકરણ ૬] વિચક્ષણચાર્ય ચરિત્ર.
૭૬૫ જે હતિ, ધર્મ ઉપર એક દઢ નિષ્ઠા રાખનાર હત, શુદ્ધ આત્મજીવન ગાળનાર હતો, કઈ પણ પ્રકારની આફત આવી પડે ત્યારે પણુ બીલકુલ ખેદ કરનાર ન હતો, સ્થાનની કિંમત અને તેના તફાવતને જાણકાર હતા, કદાગ્રહ (હઠવાદ)થી રહિત હતું, સર્વ શાસ્ત્રના તને સારી રીતે જાણકાર હતો, બોલવામાં બહુ કુશળ હતો, નીતિના સર્વ માર્ગોમાં ઘણી પ્રવીણતા મેળવેલ હોવાને લીધે શત્રુઓપર માટે ત્રાસ પાડનાર હતિ, પિતાના ગુણેને કદિપણ ગર્વ નહિ કરનાર હતું, પરનિંદાથી સર્વથા મુક્ત હોતે, ગમે તેટલી સંપત્તિ મળી આવે તે પણ તેથી હર્ષમાં ન આવી જાય તે હતા અને જાણે પારકાની ખાતર જ જો હેય નહિ તે ખરેખર પોપકારી હતા. એ વિચક્ષણ કુમારનું વધારે શું વર્ણન કરવું? ટુંકામાં કહીએ તો મનુષ્યમાં જે સદ્દગુણનું અનેક સ્થાને વર્ણન કરવામાં આવે છે તે સર્વ સગુણે આ વિચક્ષણ કુમારમાં ભરેલા હતા.
હવે પેલા અશુભદયને છોકરો જડ કુમાર વધતો વધતો કેવો
થયો તે હકીકત પણ સાંભળોઃ તે તદ્દન વિપરીત મનવાળો, સત્ય પવિત્રતા અને સંતોષથી તદ્દન રહિત,
વારંવાર માયા કપટ કરનારે, ચાડી ખાનાર, બાચલા જેવો, સાધુઓની નિંદા કરનારે, વારંવાર ખોટી પ્રતિજ્ઞા કરનાર, અત્યંત પાપાત્મા, ગુરૂ અને દેવની નિંદા કરનારે, જુઠું બોલનારે, લભીપણુને લીધે તદ્દન અંધ થઈ ગયેલે, પારકાના ચિત્તને ભેદી નાખનારે (અન્યને ખેદ કરાવનારે), મનમાં કાંઈક, બલવામાં કાંઈક અને ચેષ્ટા તદ્દન જુદા પ્રકારની–એવી ઉલટી સુલટી રીતે સર્વ વિચાર વર્તન અને ઉચ્ચાર કરનારે, પારકાની સંપત્તિ જોઈને બળી મરનારે, પારકાને આપત્તિ થતી જોઈને આનંદ માનનારે, અભિમાનથી પિતાને ઘણે મોટો માની ફુલાઈ ગયેલા, નિરંતર ક્રોધથી ધમધમત, દરેકની તરફ દાંત કચકચાવીને બોલવાની ટેવવાળો, નિરંતર પિતાની બડાઈ હાંકવાવાળે, વારંવાર રાગ અને દ્વેષને વશ પડનારે અને એવી રીતે સર્વ બાબતમાં એટલે ખરાબ માગે ઉતરી ગયેલે કે તેનું વર્ણન જ કરી શકાય નહી; ટુંકામાં કહીએ તે એક ખરાબમાં ખરાબ દુર્જનમાં જેટલા દોષો કલ્પી શકાય તેટલા સર્વ દેશે આ જડ કુમારમાં એક સાથે આવીને વાસો કરી રહ્યા હતા.
એ વિચક્ષણ કુમાર અને જડ કુમાર પિતપતાનાં ઘર (ભવન).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org