SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ વિચક્ષણાચાર્ય ચરિત્ર. ૭૬૩ આ લોકમાં અનેક પ્રકારના વૃત્તાતોથી ભરપૂર આદિ અને આ અંત વગરનું અત્યંત સુંદર ભૂતળ નામનું નગર છે. એ નગરમાં મલસંચય નામના રાજા રાજ્ય કરે છે. એ રાજા ત્રણ ભુવનમાં ઘણી વિખ્યાતિ પામેલ છે, નિરજ દેવતાઓના પણ નાયક છે. એનો પ્રતાપ એટલો ઉગ્ર છે કે એ જે કાંઈ હુકમ ફરમાવે તે સર્વને માન્ય કરવો પડે છે. સારાં અથવા ખરાબ કામમાં સર્વેદા ધ્યાન રાખનારી એ રાજાને તત્પતિ નામની મહાદેવી સર્વ લોકમાં પ્રસિદ્ધ છે. એ મલસંચય રાજા અને તત્પતિ રાણીને પિતાના સુંદર વર્તનથી દુનિયાને આનંદ ઉપજાવનારે એક શુદર્ય નામનો જગપ્રખ્યાત પુત્ર છે, તેમ જ સવે લેકેને અત્યંત સંતાપ કરનાર એ જ રાજા રાણુને બીજે અશુભેદય નામને પણ જગપ્રખ્યાત પુત્ર છે. એ શુદય કુમારને પોતાના પતિ ઉપર અત્યંત પ્રેમ રાખનારી, પતિવ્રતા, અત્યંત રૂપાળી અને લોકપ્રિય, કમળ જેવી ચપળ અને સુંદર આંખોવાળી નિજચારૂતા નામની સ્ત્રી છે; તેમ જ અશુભદય ૧ વૃત્તાંત શ્લેષ છે: (૧) નગર પક્ષે હકીકત; (૨) સામાન્ય વાર્તામાં બનાવો. એ નગરમાં અનેક બનાવો બન્યા કરતા હતા. ૨ નિધનને અર્થે અંત થાય છે. મુળમાં “અનાિિનયન” એવો પાઠ છે એટલે આદિ અને અંતવગરનું. કહેવાનો મતલબ એ છે કે એ નગર (શાશ્વત) સર્વકાળ છે જ, જગત છે ત્યાંસુધી એ નગર પણ છે જ. ૩ ભૂતળઃ એટલે પૃથ્વીતળ. એ નગર આ પૃથ્વી પર કોઈ પણ જગ્યાએ કલ્પી લે તો ચાલે તેવું છે. આગળ ચાલતાં આ નામની સત્યતા સ્પષ્ટ સમજાશે. ૪ મલસંચયઃ એ કર્મરૂપ મેલનો સંચય બતાવે છે. કર્મ શુભ કે અશુભ એકઠાં થયાં હોય તે દેવપર પણ આધિપત્ય ભેગવે છે અને તેની આજ્ઞા તેનું ફળ ઉલંધી શકાય નહિ તેવા જ પ્રકારનું હોય છે. ૫ પક્તિ; એ કર્મની પરિપાક સ્થિતિને અત્ર રાણી બનાવી છે. અલસંચય એ કર્મબંધ છે; શુદય અશુદય એ તેને ઉદય છે અને તત્પતિ પરિપાક દશા છે. ૬ શુભદય, અશુદયઃ આ બન્ને પુત્ર સારા અને ખરાબ કર્મને ઉદય સૂચવે છે. ( ૭ નિજચાટતા સારાપણાની નિશાની છે. સ્વતઃ સારી જ છે અને સારી જણાય છે. (good by self), એને ગુજરાતીમાં આ ભલાઈ” નામ આપવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy