SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ મંગલ સર્વોત્તમ સ્વાર્થલાભ છે એમ વિચારીને ભગવાન શ્રી હરિભદ્રસૂરિએ પરોપકારને જ પ્રવૃત્તિમય જીવનનો એકમાત્ર સાર માન્યો હતો. તેમણે ચૌદ સો શાસ્ત્રોની રચના કરીને જગતના જીવો ઉપર ઉપકાર કર્યો છે. તે તો જિનશાસનના પ્રભાવનારૂપી પ્રભાતને પ્રગટ કરનાર તેજસ્વી સૂર્ય હતા. યાકિની મહત્તરાનાં વચનો ન સમજી શકવાના નિમિત્તથી તે સમ્યગ્દર્શનને પામ્યા હતા. યગ્દર્શનના મોટા મોટા ગ્રન્થોને સમજવાની શક્તિ ન હોવા છતાં ષગ્દર્શનોના સ્વરૂપને સમજવા ઈચ્છનારા બધા જિજ્ઞાસુ વિનેયો ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી પ્રેરાઈને તેમણે અર્થાનુસા૨ી નામવાળું તેમજ પોતાની અંદર ઘણા મહાન અર્થો ધરાવતું ‘ષદર્શનસમુચ્ચય’ નામનું લઘુ શાસ્ર લખ્યું છે. શાસ્ત્રની રચના શરૂ કરતી વખતે શાસ્ત્રના આરંભમાં મંગલ અને અભિધેયનું અર્થાત્ વિષયનું સાક્ષાત્ શબ્દો દ્વારા પ્રતિપાદન કરવા માટે તેમજ સંબંધ અને પ્રયોજનનું પરંપરાથી સૂચન કરવા માટે શ્રી હરિભદ્રસૂરિ આ પ્રથમ શ્લોક કહે છે સ્યાદ્વાદના યથાર્થ વક્તા સદ્દર્શનમય શ્રી વીર જિનને વંદન કરીને બધાં દર્શનોના પ્રતિપાદ્ય અર્થનું અર્થાત્ સિદ્ધાન્તોનું હું સંક્ષેપમાં નિરૂપણ કરું છું.(૧) 2. सत् शश्वद्विद्यमानं छद्मस्थिकज्ञानापेक्षया प्रशस्तं वा दर्शनम् उपलब्धिर्ज्ञानं केवलाख्यं यस्य स सद्दर्शनः । अथवा सत् प्रशस्तं दर्शनं केवलदर्शनं तदव्यभिचारित्वात् केवलज्ञानं च यस्य स सद्दर्शन: सर्वज्ञः सर्वदर्शी चेत्यर्थः, तम् । अनेन विशेषणेन श्रीवर्धमानस्य भगवतो ज्ञानातिशयमाविरबीभवत् । अथवा सद् अर्चितं सकलनरासुरामरेन्द्रादिभिरभ्यर्चितं दर्शनं जैनदर्शनं यस्य स सद्दर्शनस्तम् । अनेन च तदीयदर्शनस्य त्रिभुवनपूज्यतामभिदधानः श्रीवर्धमानस्य त्रिभुवनविभोः सुतरां त्रिभुवनपूज्यतां व्यनक्तीति पूजातिशयं प्राचीकटत् । 2. સદર્શન – જેમનું દર્શન અર્થાત્ ઉપલબ્ધ અર્થાત્ ‘કૈવલ’ નામનું જ્ઞાન સત્ અર્થાત્ સદા વિદ્યમાન છે અથવા આપણા જ્ઞાનની અપેક્ષાએ પ્રશસ્ત છે તે સદ્દર્શન છે અર્થાત્ સદ્દર્શનમય છે. અથવા, જેમનું દર્શન અર્થાત્ કેવલદર્શન અને તેની સાથે અવશ્ય રહેતું હોવાથી કેવલજ્ઞાન પણ સત્ અર્થાત્ પ્રશસ્ત છે તે સદ્દર્શન અર્થાત્ સર્વદર્શી અને સર્વજ્ઞ. આ રીતે આ ‘સદર્શન' વિશેષણનો કેવલજ્ઞાની અથવા સર્વજ્ઞસર્વદર્શી અર્થ કરવાથી ભગવાન વર્ધમાનનો જ્ઞાનાતિશય પ્રગટ થાય છે. અથવા, જેમનું દર્શન અર્થાત્ જૈનદર્શન સમસ્ત નરેન્દ્ર, અસુરેન્દ્ર અને દેવેન્દ્ર વગેરેથી સત્ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy