SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા પ્રથમ અધિકાર બૌદ્ધમત શ્રી મહાવીરદેવ જયવંત છે. કેિમ? તેનાં કારણો આપીએ છીએ.] તેમણે રાગને સંપૂર્ણપણે જીત્યો છે. તે કેવલજ્ઞાનની જયોતિથી દેદીપ્યમાન છે. તે એટલા બધા મહાન છે કે ઇન્દ્રો તેમની સેવાપૂજા કરે છે. તેમના અનુપમ સિદ્ધાન્તોના સાગરની ચારુતા અને ગંભીરતાનો આશ્રય લેનારા બધા નયો (અર્થાત્ મતો, દષ્ટિઓ) તે સિદ્ધાન્તસાગરનાં બિન્દુઓ બની રહ્યા છે.(૧). તીર્થકર શ્રી મહાવીર અમારા કલ્યાણ માટે હો અર્થાત્ અમારું કલ્યાણ કરો. તેિ તીર્થકર શ્રી મહાવીર કેવા છે?] સમસ્ત કુતર્કરૂપી કાષ્ઠરાશિને બાળીને ભસ્મ કરનારા તેમના સ્યાદ્વાદરૂપી દાવાનળમાં પરવાદીઓએ સ્વિાદ્વાદમાં સંશય, વ્યવહારલોપ, વ્યતિકર, અનવસ્થા, વિરોધ, પ્રમાબાધ, અસંભવ, સંકર આદિ જે દોષો લગાવ્યા છે તે બધા સૂકાં તણખલાંની જેમ જોતજોતામાં બળી જાય છે. (૨). જેની સમ્યફ આરાધના કરવાથી જે કલ્પલતાની જેમ બધી ઇચ્છિત વસ્તુઓને પૂરી પાડે છે તે શ્રુતદેવતા સરસ્વતી સદા અમારા સર્વ સંસારી જીવોના સમ્યકજ્ઞાન માટે હો અર્થાત્ અમને સૌને સમ્યકજ્ઞાન આપો.(૩). હું (ગુણરત્ન) મારા પોતાના ગુરુજનોને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને, મારા તથા અન્યના ભલા માટે ષદર્શનસમુચ્ચયની ટીકા સંક્ષેપમાં રચું છું.(૪). 1. इह हि जगति गरीयश्चित्तवतां महतां परोपकारसंपादनमेव सर्वोत्तमा स्वार्थसंपत्तिरिति मत्वा परोपकारैकप्रवृत्तिसारश्चतुर्दशशतसंख्यशास्त्रविरचनाजनितजगज्जन्तूपकारः श्रीजिनशासनप्रभावनाप्रभाताविर्भावनभास्करो याकिनीमहत्तरावचनानवबोधलब्धबोधिबन्धुरो भगवान् श्रीहरिभद्रसूरिः षड्दर्शनीवाच्यस्वरूपं जिज्ञासूनां तत्तदीयग्रन्थविस्तरावधारणशक्तिविकलानां सकलानां विनेयानामनुग्रहविधित्सया स्वल्पग्रन्थं महार्थं सद्भूतनामान्वयं षड्दर्शनसमुच्चयं शास्त्रं प्रारभमाणः शास्त्रारम्भे मङ्गलाभिधेययोः साक्षादभिधानाय संबन्धप्रयोजनयोश्च संसूचनाय प्रथमं श्लोकमेनमाह सद्दर्शनं जिनं नत्वा वीरं स्याद्वाददेशकम् । सर्वदर्शनवाच्योऽर्थः संक्षेपेण निगद्यते ॥१॥ 1. આ જગતમાં મોટા મનવાળા મહાપુરુષોને મન તો પરોપકાર કરવો એ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy