SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૭૭ ડૉયસનની વિચારણા તેમજ અર્થઘટનશૈલી સાથેની સીધી કે આડકતરી સંખ્યાબંધ સમાનતાઓ જોવા મળે છે. તેમણે તુલનાત્મક તત્ત્વજ્ઞાનના વિકાસ માટે પ્રભાવક ઉદાહરણ પુરું પાડ્યું છે. કાન્ટીય અને નવ્યકાન્ટીય વિચારો પ્રત્યે જેમની નિષ્ઠા હતી તે થિયોડોર શેરબામ્સ્કીએ (૧૮૯૬-૧૯૪૨) બૌદ્ધ ન્યાયનું ઉત્કૃષ્ટ અર્થઘટન કર્યું. તેમની કૃતિ Buddhist Logic અત્યંત પ્રસિદ્ધિ પામી. સેન્ટ શાયરે (૧૮૯૯-૧૯૪૧) આધુનિક રૂપલક્ષી (formal) અને પ્રાતીકી (symbolic) તર્કશાસ્ત્ર લાગુ પાડીને ભારતીય તર્કરીતિઓનું વિશ્લેષણ કર્યું. સાંખ્યદર્શનનું ગાર્બેએ કરેલું “ભારતીય બુદ્ધિવાદ” તરીકેનું નિરૂપણ નોંધપાત્ર છે. બ્રાહ્મણગ્રન્થોમાંથી ઉપનિષદો પ્રતિ થયેલ સંક્રમણની એચ.ઓલ્ડનબર્ગની રજૂઆત રસપ્રદ છે. ઇ.ફ્રાઉવલ્ગેરે કરેલું વૈશેષિકદર્શનનું સંશોધન-અધ્યયન અત્યન્ત મહત્ત્વનું છે. Die gesellschaftliche Entwicklung im alten Indien નામના પોતાના ગ્રન્થમાં માર્ક્સવાદી રુબેન પ્રાચીન ભારતના સર્વગ્રાહી સામાજિક ઇતિહાસના માળખાની અંદર ભારતીય તત્ત્વજ્ઞાનનો અહેવાલ આપે છે. હર્મન યાકોબી(૧૮૫૦-૧૯૩૭)એ જૈનધર્મદર્શન ઉપર મહત્ત્વનું કામ કર્યું. તેમણે જૈન આગમગ્રન્થો આચારાંગસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્રના અંગ્રેજી અનુવાદો કર્યા. તેમણે કલ્પસૂત્રનો પણ અનુવાદ કર્યો. જૈન વિષયો ઉપર મોટી સંખ્યામાં સંશોધન લેખો લખ્યા. જૈન સમાજે તેમને જૈનદર્શનદિવાકરની ઉપાધિ આપી. તેઓ ભારતમાં બે વાર આવ્યા ૧૮૭૩-૭૪ અને ૧૯૧૩-૧૪માં. ૧૯૧૩-૧૪માં કલકત્તા યુનિવર્સિટીએ તેમને માનદ્ ડૉકટરની પદવી પણ આપેલી. ભારતીય તત્ત્વજ્ઞાન અને અમેરિકન ચિંતકો હાર્વર્ડ વિશ્વવિદ્યાલયે તત્ત્વજ્ઞાનના શિક્ષણમાં ભારતનો સમાવેશ કરવાથી ત્યાંથી તૈયાર થયેલા તત્ત્વચિન્તકોમાં ભારતીય તત્ત્વજ્ઞાન પ્રતિ રુચિ હતી. વિલિયમ જેમ્સ (૧૮૪૨-૧૯૧૦) પોતાનાં વ્યાખ્યાનો અને પ્રકાશનોમાં ઘણીવાર ભારતીય ચિંતનના ઉલ્લેખો કરે છે, જો કે તેમનું વલણ વિશેષતઃ સહાનુભૂતિવાળું નથી. જે રોયસ્ (૧૮૫૫-૧૯૧૬), જી.સન્તયન (૧૮૬૩-૧૯૫૨) અને ડબલ્યૂ. ઇ.હોકિંગે – આ બધા પણ હાર્વર્ડ સાથે જોડાયેલા હતા – ભારતીય ચિંતનમાં ધ્યાન ખેંચે એવો રસ દાખવ્યો છે. હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક જે. એચ. વુડ્સે (૧૮૬૪-૧૯૩૫) પોતાની પાંડિત્યની શક્તિઓ પ્રધાનપણે ભારતીય ચિંતનને સમર્પિત કરી દીધી હતી. તેમનું ઉત્કૃષ્ટપણે મહત્ત્વપૂર્ણ પ્રદાન ૧૯૧૪માં The Yoga Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy