________________
૭૮
તર્કરહસ્યદીપિકા System of Patanjali શીર્ષક નીચે પ્રકાશિત થયું; તે વ્યાસ અને વાચસ્પતિની ટીકાઓ સાથે યોગસૂત્રોનો અનુવાદ છે. અમેરિકન ચિન્તકો ઉપરની ભારતીય તત્ત્વજ્ઞાનની અસર જાણવા માટે આ પુસ્તક વાંચવું જોઈએ – D.Repeએ લખેલું 42045 The Philosophy of India and Its Impact on American Thought, Springfield, 1970.
તર્કરહસ્યદીપિકાનો મારો આ અનુવાદક્લિષ્ટ અને તરજુમિયો ન બની જાય એની પૂરી કાળજી રાખી છે. વાંચતાં જ વાચકને અર્થ સમજાઈ જાય એવો અનુવાદ કરવા કોશિશ કરી છે. તાત્પર્યાર્થીને બરાબર સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. વિશદતા માટે ટિપ્પણો અને પૂર્તિઓ લખી ચોરસ કૌંસમાં મૂકેલ છે. અર્થવેશદ્ય તો અનુવાદનો પ્રાણ છે.
ભારતીય તત્ત્વજ્ઞાનનો આ પ્રસ્તુત ગ્રન્થ ભારતીય તત્ત્વજ્ઞાનના સર્વ જિજ્ઞાસુઓને, વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને ઉપયોગી સાબિત થશે. તેનું વાચન વાચકને સંતર્પક બની રહેશે અને અવશ્ય જ્ઞાનલાભ કરાવશે એવો મને પૂર્ણ વિશ્વાસ
નગીન જી.શાહ
૨૩, વાલ્વેશ્વર સોસાયટી, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫ વસંતપંચમી, તા.૩૧-૧-૨૦૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org