SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ તકંરહસ્યદીપિકા કર્યા.વાગ્નરને પણ બૌદ્ધ ધર્મમાં રસ હતો. પી. દાહર્લ્ડ (૧૮૬૫ ૧૯૨૮) અને જી. ગ્રિમ (૧૮૯૮-૧૯૪૫) અગ્રેસર બનવ્ય બૌદ્ધો” હતા,તેમણે ભૌદ્ધ ધર્મ-દર્શન ઉપર લખ્યું છે. ની ૧૮૮૪-૧૯0)એ તેમના સમયમાં ભારતીયવિદ્યાના ક્ષેત્રમાં થયેલાં સંશોધનોમાં ગંભીર અને દાર્શનિક દષ્ટિએ અત્યન્ત કડવો ૨૫ હો. તે સંશોધનોને તેમણે દૃઢ સંકલ્પભાવપૂર્વક એવાં તો આત્મસાત્ કરી લીધાં કે જેથી તેમના પોતાના ચિંતનમાં એક અનોખી વિલક્ષણતા આવી ગઈ. તેમની કૃતિ Die debut der Tragōdie“કરુણાન્ત નાટકનો ઉદ્ભવ')માં બૌદ્ધ ધર્મના સૂચક સંદર્ભો – ઉલ્લેખો આપણને મળે છે. મૂળભૂત બે દષ્ટિકોણો છે જેમાં નિજો માટે ભારતીય ચિંતન સૂચક મહત્ત્વવાળું બન્યું. ભારતીય ચિંતન તેમને એક બાજુ ચડિયાતી “હા ભણિતિ'નાં, અર્થાત આ જગત પ્રત્યેની પ્રતિબદ્ધતાની અને આ જગતના સ્વીકારની ખ્રિસ્તી પરંપરામાં પ્રાપ્ત માત્રા કરતાં તેમની ઊંચી માત્રાનાં, દષ્ટાન્નો પૂરા પાડે છે, તો બીજી બાજુ આ જગતના વધુ પ્રગતિ અને વધુ પ્રશિષ્ટ યા સંસ્કારી નિષેધની, વધુ પરિપક્વપ્રૌઢ નિરાશાવાદની તેમજ શૂન્યવાદની, અભિવ્યક્તિઓ પૂરી પાડે છે. ડૉયસન (૧૮૪૫-૧૯૧૯) જર્મનીના કીલ નામના શહેરમાં તત્ત્વજ્ઞાનની ચેઅર (પીઠ) પર ઈ.સ. ૧૮૮૯માં આરૂઢ થયા. આ ચેઅરને શોભાવનારાઓમાં આજ દિન સુધી ડૉયસન જ એક માત્ર એવા વિદ્વાન રહ્યા છે જે પ્રસિદ્ધ સંસ્કૃત પણ હોય તેમ જ જેમણે પોતાનાં સમય અને શક્તિને ભારતીય તત્ત્વજ્ઞાનને સંપૂર્ણપણે સમર્પિત કરી દીધાં હોય. તેમણે બ્રહ્મસૂત્રશાંકરભાષ્યનો તેમજ સાઠ ઉપનિષદોનો જર્મન અનુવાદ કર્યો. તેમણે શાંકર વેદાન્ત ઉપર Das System des Vedanta નામનો ગ્રન્થ લખ્યો. પ્લેટોના Sophist ઉપર પોતાનો પીએચ.ડી.નાં મહાનિબંધ લખનાર ડૉયસને ભારતીયવિદ્યાવિષયક કાર્ય તેમજ તત્ત્વજ્ઞાનવિષયક કાર્ય બન્નેનું વિવેકવિચારપૂર્વક કરેલું ઘનિષ્ઠ ઓતપ્રોતીકરણ કે અખંડીકરણ ઓગણીસમી સદીના વિદ્વાનોમાં અદ્વિતીય છે. ડૉયસનરચિત Allgemeine Geschichte der Philosophie (1894-1917) કૃતિના છ ગ્રન્થો ભારતીય અને યુરોપીય ચિંતનના ઇતિહાસને સમાનભાવે એકનિષ્ઠાથી નિરૂપે છે. ભારતીય દર્શનોનું નિરૂપણ ચૌદમી સદીના માધવના સર્વદર્શનસંગ્રહના આધારે કરવામાં આવ્યું છે. વ્યવસ્થિત તર્કબદ્ધ દાર્શનિક સાહિત્યની રચના પૂર્વેના પ્રાચીન દાર્શનિક સાહિત્યને લાગેવળગે છે ત્યાં સુધી, ડૉયસનનું વિગતોનું અન્વેષણ આજે પણ નોંધપાત્ર છે. ડૉયસને ભારતમાં લોકપ્રિયતા હાંસલ કરી હતી. તેમની કેટલીય કૃતિઓનો જર્મનમાંથી અંગ્રેજીમાં અને એકનો તો સંસ્કૃતમાં પણ અનુવાદ થયો. નવ્યવેદાન્ત તરીકે જાણીતા બનેલા ચિતનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy