SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા મોગલસમ્રાટ શાહજહાંના પુત્ર દારા શુકોહે ઉપનિષદોના કરેલા ફારસી અનુવાદ(ઈ.સ. ૧૯૫૭)નું ફ્રેન્ચ વિદ્વાન એટીલ દુપેરોએ કરેલું લેટિન રૂપાન્તર ઈ.સ.૧૮૦૧-૦૨માં પ્રકાશિત થયું. તેણે યુરોપિયનોને ઉપનિષદોનો પરિચય કરાવ્યો અને ભારતીય ચિંતન પ્રત્યેની યુરોપિયનોની રુચિના વિકાસમાં અગત્યનો ફાળો આપ્યો. બીજું, તેણે સમકાલીન યુરોપીય તત્ત્વજ્ઞાનના સંદર્ભની અંદર ઉપનિષદોને દાખલ કરવા પ્રયત્ન કર્યો. ત્રીજુ, તેણે તુલનાત્મક પદ્ધતિનો ઉપયોગ કર્યો. આ તુલનામાં કાન્ટને સ્પષ્ટપણે ઉદ્ધૃત કરવામાં આવ્યા, એટલું જ નહિ પણ પ્રથમ ભાગનો આખો પૂર્વવિભાગ (Parergon)કાન્ટવાદ અને ઉપનિષદો વચ્ચેના સંબંધને દર્શાવવા રોકવામાં આવ્યો. શોપનહોર આ લેટિન અનુવાદથી બહુ પ્રભાવિત હતા. શેલિંગ પણ આ અનુવાદના વાચક હતા. આ લેટિન અનુવાદનું મિશેલે કરેલું જર્મન ભાષાન્તર ઈ.સ.૧૮૮૨માં ડ્રેસ્ડનથી પ્રકાશિત થયું. ૭૦ પ્રબોધનકાળમાં યુરોપમાં એક મત એવો અસ્તિત્વમાં આવ્યો કે શુદ્ધ ધાર્મિક ચેતના ભારતમાં મળી શકે. ભાવુકતાવાદી વિચારાન્દોલન (Romanticism) દરમ્યાન ભારત પ્રત્યેની અભિમુખતા સર્વ ધર્મો અને દર્શનોના ખોવાઈ ગયેલા સ્વર્ગ માટેની ખોજમાં પરિવર્તિત થઈ ગઈ. ઘણા યુરોપિયનો ભારતને ‘માનવજાતિનું પારણું’ ‘યુરોપિયનોનું શાશ્વત ઘર અને શૈશવ' માનવા પ્રેરાયા. એક વિદ્વાન મેજરે તો કહી દીધું કે – “હવે એમાં કોઈ સંદેહ રહ્યો નથી કે ઇજિપ્તના પુરોહિતોએ અને ગ્રીસના સંતોએ ભારતના મૂળ કૂવામાંથી સીધું જ ચિંતનજળ ખેંચી લીધું છે.’ એફ. ગ્લેગલનો મહત્ત્વનો ગ્રન્થ Uber die Sprache und Weisheit der Indier (‘ભારતીયોની ભાષા અને પ્રજ્ઞા વિશે’) ઈ.સ.૧૮૦૮માં પ્રકાશિત થયો. તે તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં પશ્ચિમે કરેલા વિકાસનો આધાર ભારતીય સ્રોતો છે એ ખ્યાલ રજૂ કરે છે. ઓગસ્ટ વિલ્હેમ ફ્લેગલ (૧૭૬૭-૧૮૪૫) પોતાનાં વ્યાખ્યાનો Uber Literatur, Kunst und Geist des Zeitalters (‘વર્તમાન યુગનાં સાહિત્ય, કલા અને ભાવના વિશે’)માં આશા વ્યક્ત કરે છે કે યુરોપને નવી દિશા તરફ દોરનારું પ્રેરક બળ ભારતીય સ્રોતોમાંથી મળશે. પ્રસિદ્ધ વિદ્વાન હુમ્બોલ્ટે ભગવદ્ગીતા ઉપર બહુમૂલ્ય લેખો લખ્યા. મેક્સમ્યૂલર (૧૮ ૨૩-૧૯૦૦)નો ગ્રન્થ India - What Can It Teach Us? ભારતનું માનવજાત માટેનું મહત્ત્વ પ્રકટ કરે છે. ભારતીય ચિંતનની પ્રશંસામાં તે લખે છે : “If I were asked under what sky the human mind has most fully developed some of its choicest gifts, has most deeply pondered on the greatest problems of life, and has found Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy