SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના solutions of some of them which well deserve the attention of those who have studied Plato and Kant, I should point to India." તેમની કૃતિ The Six Systems of Indian Philosophy એ તેમનું ભારતીય તત્ત્વજ્ઞાન વિશેનું પુસ્તક છે. તેમણે સાયણભાષ્ય સાથે ઋવેદનું સંપાદન કર્યું છે. ભારતને લગતા ભાવુકતાવાદી ખ્યાલો અને આકાંક્ષાઓએ વિવિધ રૂપો ધારણ કર્યાં. અર્થાતુ ભારતીય મૂળ સ્રોતો માટેના અતીતાભિમુખી ઝંખનાભર્યા આકર્ષણે અનેક રૂપો ધારણ કર્યા. અહીં ઇંગ્લેન્ડના ઇન્દ્રિયાતીતાનુભવવાદ (New EnglandTranscendentalism)ને – ખાસ કરીને ઈમર્સન અને થોરોને તેમજ વીસમી સદીનાં થિઓસફિ (બ્રહ્મવિદ્યા), અશ્વોપોસફિ (માનવવિદ્યા) અને વિવિધ પંથો તથા આંદોલનોને યાદ કરવા એટલું પૂરતું છે. જર્મન તત્ત્વચિંતકો પોતાના સમકાલીન ભારતીય વિદ્યાશાસ્ત્રીઓના સંપર્કમાં રહેતા અને તેમનાં ભારતીય તત્ત્વજ્ઞાન વિશેનાં સંશોધનોનો ચીવટથી અભ્યાસ કરતા. આ એક અત્યંત નોંધપાત્ર હકીકત છે. હેગલ (ઈ.સ. ૧૭૭૦-૧૮૩૧) : તે કોલબૂક અને ધુમ્બોલ્ટના સતત સંપર્કમાં રહેતા. કોલબૂકના સાંખ્યદર્શન અને ન્યાયવૈશેષિક દર્શન ઉપરના નિબંધો, હેગલના મતે, સર્વગ્રાહી, પ્રૌઢ અને સૂક્ષ્મગ્રાહી સંશોધનના એક પ્રકારવિશેષનું ઉદાહરણ પૂરું પાડે છે. દાર્શનિક અર્થઘટન અને મૂલ્યાંકન માટે આવા સંશોધનપ્રકારને તે પૂર્વાવશ્યક ગણે છે. આ દર્શનોના બુદ્ધિમત્તાના ઊંચા ધોરણ'ની તે કદર કરે છે, ન્યાયદર્શનમાં પ્રાપ્ત “તાર્કિકરૂપો'ના સ્પષ્ટ વિકાસ પર તે ભાર મૂકે છે અને સાંખ્યદર્શનના ત્રિગુણસિદ્ધાન્તના મહત્ત્વની તે ચર્ચા કરે છે. હુમ્બોલ્ટના ભગવદ્ગીતાવિષયક નિબંધોનો હેગલે પૂરી ગંભીરતાથી અભ્યાસ કર્યો અને તેમની પ્રશંસા પણ કરી. વળી, ઈ.સ.૧૮૨૭માં તેમણે ૧૦૦ પૃષ્ઠોનો વિસ્તૃત સમીક્ષાલેખ લખ્યો. હુમ્બોલ્ટે કરેલા ગીતાના અર્થઘટનનું જ માત્ર તે નિરૂપણ નથી કરતા પરંતુ અધિકતર તો તે ગીતાએ રજૂ કરેલા તત્ત્વજ્ઞાન અને જીવનદર્શન અંગે ચર્ચા પણ કરે છે અને સાથે સાથે ભારતીય પરંપરાનાં યોગ અને સમાધિના કાર્ય તરીકે જેને તે સમજે છે તેનું પણ વિશ્લેષણપૂર્વક નિરૂપણ કરે છે. - હેગલને જેટલું વેદાન્ત જાણવા મળ્યું તેટલું તેમણે જાણ્યું અને તેનું મૂલ્યાંકન પણ કર્યું. હેગલ અનુસાર, ભારતીય ચિંતનની ભૂમિકાનો અન્તર્નિહિત અને વ્યાવર્તક જે સિદ્ધાન્ત છે તે છે દ્રવ્યમયતા અથવા દ્રવ્યતા(substantialitat)નો સિદ્ધાન્ત અર્થાત અન્તસ્તલમાં રહેલા એક અદ્વિતીય દ્રવ્યની એક્તા અને પરમાર્થતાનો સિદ્ધાન્ત. શુદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy