SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૬૯ સારો પરચિય આપે છે, તે ઉપનિષદોના વિચારોની મૂળભૂત જાણકારી ધરાવે છે. ઈ.સ. પૂ. ૩૦૨ અને ૨૯૧ વચ્ચે સિરિયાના સેલ્યુકસ નીકેતરના રાજદૂત તરીકે ભારતમાં સેવાઓ આપનાર મેગસ્થનીસનો ગ્રન્થ ઇન્ડિકા ભારત વિશેના સ્રોતગ્રન્થ તરીકે ગ્રીક-રોમન સાહિત્યમાં અજોડ રહ્યો છે. આમ એલેક્ઝાંડરોત્તર કાળમાં ચિત્તન અને વિદ્યાનાં મૂળોના સર્વોત્કૃષ્ટ દેશ તરીકે ભારતને ગ્રીકો ગણતા હતા. એલેકઝાંડરોત્તરકાલીન ગ્રીક જગતની રસરુચિને આકર્ષનાર છે ભારતીય સંતોની જીવનરીતિ, સુખ-દુઃખથી તેમની નિર્લેપતા, મૃત્યુના ભયનો સદંતર અભાવ, સામાજિક રીતરિવાજ અને રૂઢિઓ પ્રત્યે તેમની ઉદાસીનતા. ભારતીય નગ્ન સાધુ કાલાનોસ આ વલણનું માનવાકારને પામેલું પ્રખ્યાત રૂ૫ છે. એલેક્ઝાંડરના ઇતિહાસકારોના વર્ણન મુજબ, કાલાનોસ પાછા કૂચ કરી જતા ગ્રીકો સાથે જોડાયા અને ઈરાનમાં (કે બેબીલોનિયામાં) સમગ્ર લશ્કર સમક્ષ તેમણે પોતાની જાતને ચિતામાં જલાવી દીધી. સિનિક ઓનેસ ક્રિટસ પોતાના હેવાલમાં nomos વિરુદ્ધ physisના અર્થાત સામાજિક કૃત્રિમ રૂઢિઓ વિરુદ્ધ પ્રાકૃતિક રીતિઓના પુરસ્કર્તા તરીકે ભારતીય નગ્ન સાધુની પ્રશંસા કરે છે અને રૂઢિઓને સ્થાન આપવા બદલ ગ્રીકોની તે ટીકા કરે છે. ભારતીય સંતોની નગ્નતા તેમના પ્રાકૃતિક વલણનું પરિણામ છે.' ભારતીય તત્ત્વજ્ઞાન અને યુરોપિયન ચિંતકો ઘણા યુરોપિયન ચિંતકો ઉપર ભારતીય ચિંતનનો પ્રભાવ પડ્યો છે અને કેટલાકે તેનું મહત્ત્વ સ્વીકાર્યું છે. ભારતીય તત્ત્વજ્ઞાનમાં પણ ઉપનિષદો, વેદાન્ત અને બૌદ્ધ ચિંતને તેમને વિશેષતઃ આકર્ષ્યા છે. વોલ્તરના ચિંતનમાં ભારતનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે, ઈ.સ.૧૭૬૧માં પોતાના પુસ્તક Essal sur les moeursમાં ઉમેરેલા વિભાગમાં તે કહે છે કે બ્રાહ્મણો કેવલ સર્વવ્યાપી તર્કબુદ્ધિના પાયા ઉપર ધર્મની સ્થાપના કરી શક્યા હતા. ઈ.સ. ૧૭૮૪માં વિલિયમ જોન્સ “એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલ'ની સ્થાપના કરી. આ સોસાયટીએ મૂળ સંસ્કૃત ગ્રન્થોના અનુવાદો પ્રકાશિત કર્યા. તેમાં અનેક તત્ત્વજ્ઞાનના ગ્રન્થોનો સમાવેશ થાય છે. યુરોપમાં આ અનુવાદો રસપૂર્વક વંચાયા. 1. ભારત અને યુરોપ – દાર્શનિક સમજ કેળવવાની દિશામાં એક પ્રયત્ન, Wilhelm Halofass, અનુવાદક નગીન જી. શાહ, ૨૦૦૪. જુઓ આ ગ્રન્થનું પ્રથમ પ્રકરણ. 2. ઉપર જણાવેલા ગ્રન્થનાં ૩ થી ૮ પ્રકરણો જોવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy