SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૪ તર્કરહસ્યદીપિકા गवयविषयेण प्रत्यक्षेण गवय एव विषयीकृतो न पुनरसंनिहितस्य गोः सादृश्यम् । यदपि तस्य पूर्वं गौरिति प्रत्यक्षमभूत्, तस्यापि गवयोऽत्यन्तमप्रत्यक्ष एवेति कथं गवि तदपेक्षं तत्सादृश्यज्ञानम् । तदेवं गवयसदृशो गौरिति प्रागप्रतिपत्तेरनधिगतार्थाधिगन्तृपरोक्षे गवि गवयदर्शनात्सादृश्यज्ञानम् Ir૭૪ 25. હવે ઉપમાનનું નિરૂપણ કરે છે. ઉપમાનનું સ્વરૂપ કેવું છે? ઉપમાનનું લક્ષણ આ છે – પ્રસિદ્ધ છે અર્થાત્ ઉપલબ્ધ છે ગાય આદિ અર્થ જેને તે પ્રસિદ્ધાર્થ પુરુષ છે. પ્રસિદ્ધાર્થ અર્થાત્ ગાય આદિ અર્થને સારી રીતે જાણનાર પુરુષને ગવયને જોતાં જ ગવાયગત ગોસાદૃશ્યના દર્શન દ્વારા પરોક્ષ ગોમાં રહેલા ગવયસાદૃશ્યનું જ્ઞાન થવું એ ઉપમાન છે. જો કે ગોગત ગવયસાદશ્ય પહેલાં વિદ્યમાન હતું પરંતુ પહેલાં પુરુષને ગોગત ગવયસાદૃશ્યનું જ્ઞાન હતું નહિ. ઉપમાન પ્રમાણથી જ “ગો આ ગવયસદશ છે' એવું ગોગત ગવયસાદેશ્યનું જ્ઞાન થાય છે. ઉપમાનનું લક્ષણસૂત્ર આ છે–“રૂપમાન સાસગ્નિકૃછેલ્થ દ્વિમુત્વાતિ યથા વિયર્શન નોસ્મરણ્ય" (શાબરભાષ્ય, ૧.૧.૮.]. સાદશ્યથી અર્થાત્ ગવાયગત ગોસાદશ્યથી એટલે કે ગવાયગત ગોસાદશ્યદર્શનથી અસન્નિકૃષ્ટ (પરોક્ષ) ગોગત ગવયસાદશ્યનું જે જ્ઞાન ગોનું સ્મરણ કરનાર પુરુષને થાય છે તે ઉપમાન છે. આ ઉપમાન ગોનું સ્મરણ કરનાર પુરુષને જ થાય છે. તાત્પર્ય એ છે કે – જે જ્ઞાતાએ ગોને તો જોઈએ છે પણ આજ સુધી ગવયને જોયો નથી કે નથી “ગો સદશ ગવય હોય છે એવું પરિચાયક વાક્ય સાંભળ્યું તે પુરુષે જંગલમાં એકાએક ગવય જોયો. પહેલવહેલા ગવયને જોઈને પરોક્ષ ગોમાં ગવયસાદગ્ધનું, આના(ગવયના) સદશ ગો છે એવા આકારનું જે જ્ઞાન તે પુરુષને થાય છે તે ઉપમાન છે. સાદશ્યવિશિષ્ટ પરોક્ષ ગો યા પરોક્ષ ગોવિશિષ્ટ સદશ્ય ઉપમાનનું પ્રમેય છે અર્થાત વિષય છે. આ ઉપમાન અનધિગત - અત્યાર સુધી ન જાણેલા - અર્થને જાણતું હોવાના કારણે પ્રમાણ છે, કેમ કે ગવયને જાણનાર પ્રત્યક્ષે તો કેવળ ગવયને જ જાણ્યો છે, તે પરોક્ષ ગોગત ગવયસાદશ્યને નથી જાણતું. પહેલાં જે ગોવિષયક પ્રત્યક્ષ થયેલું તેણે તો ગવયને કદી જાણ્યો જ ન હતો. આમ ગોવિષયક પ્રત્યક્ષ માટે જયારે ગવાય અત્યન્ત પરોક્ષ જ હતો ત્યારે તેના દ્વારા ગવયસાપેક્ષ એવું ગોગત ગવયસાદશ્યનું જ્ઞાન સંભવે જ નહિ. આમ “ગો ગવયસદશ છે ' એવા આકારનું ગોગત ગવયસાદશ્યને વિષય કરનારું જ્ઞાન ન તો ગવ પ્રત્યક્ષ છે કે ન ન તો ગોપ્રત્યક્ષ છે. અર્થાત્ ગોગત ગવયસાદ પહેલાં અનધિગત જ હતું. આમ પરોક્ષ ગોમાં રહેલા અગૃહીત ગવયસાદેશ્યને ગ્રહણ કરનારું ઉપમાન જ્ઞાન અગૃહીતગ્રાહી હોવાથી પ્રમાણ છે. (૭૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy