SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૪ नित्येभ्यः अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावेभ्यः अवधारणस्येष्टविषयत्वाद्वेदवाक्येभ्य एव यथार्थत्वविनिश्चयः अर्थानामनतिक्रमेण यथार्थं तस्य भावो यथार्थत्वं यथावस्थितपदार्थत्वं तस्य विशेषेण निश्चयो भवति । नित्यत्वेनापौरुषेयेभ्यो वेदवचनेभ्य एव यथावदतीन्द्रियाद्यर्थज्ञानं भवति, न पुनः सर्वज्ञप्रणीतागमादिभ्यः सर्वज्ञादीनामेवाभावादिति भावः । यथाहुस्ते તર્કરહસ્યદીપિકા "अतीन्द्रियाणामर्थानां साक्षाद्द्रष्टा न विद्यते । वचनेन हि नित्येन यः पश्यति स पश्यति ॥ १ ॥ " 10. શ્લોકવ્યાખ્યા– ઇન્દ્રિયોને અગોચર અતીત-અનાગતકાલીન પદાર્થો, આત્મા, પુણ્ય-પાપ, કાલ, સ્વર્ગ, નરક, પરમાણુ આદિ દેશથી, કાલથી કે સ્વભાવથી વિપ્રકૃષ્ટ અતીન્દ્રિય પદાર્થોને સાક્ષાત્ સ્પષ્ટ પ્રત્યક્ષજ્ઞાનથી જાણનારો કોઈ પુરુષવિશેષ ન હોવાથી ઉત્પાદ-વિનાશથી રહિત સદા સ્થાયી વેદવાક્યોથી પદાર્થો જેવા છે બરાબર તેવા જ યથાવત્ તેમના વાસ્તવિક સ્વરૂપમાં જ નિશ્ચિતપણે જ્ઞાત થાય છે. બધાં વાક્યો ઇષ્ટનું અવધારણ કરે છે, તેથી વેદવાક્યોનો જ અતીન્દ્રિયાર્થના પ્રતિપાદનમાં એકમાત્ર અધિકાર સમજવો જોઈએ. વેદ અપૌરુષેય છે, તેમને કોઈ પુરુષે રચ્યા નથી, તે નિત્ય છે. આ સદા એકરૂપ સ્થાયી રહેનારાં અપૌરુષેય નિત્ય વેદવાક્યોથી જ ધર્મ આદિ અતીન્દ્રિય પદાર્થોનું યથાવત્ જ્ઞાન થાય છે અને નહિ કે સર્વજ્ઞ દ્વારા ઉપદિષ્ટ આગમોથી કેમ કે જ્યારે સર્વજ્ઞનું જ અસ્તિત્વ નથી ત્યારે તેમના દ્વારા પ્રણીત આગમની સંભાવના જ કલ્પી શકાતી નથી. કહ્યું પણ છે કે – “અતીન્દ્રિય અર્થોનો કોઈ સાક્ષાત્ દ્રષ્ટા જ નથી. તેથી નિત્ય વેદવાક્યોથી જે અતીન્દ્રિય પદાર્થોને દેખે છે, જાણે છે તે જ ખરો દ્રષ્ટા છે – અતીન્દ્રિયાર્થદર્શી છે.” - •11. नन्वपौरुषेयानां वेदानां कथमर्थपरिज्ञानमिति चेत् । अव्यवच्छि नानादिसंप्रदायेनेति ॥६९॥ 11. શંકા— વેદો અપૌરુષેય છે, તેમનો કોઈ પ્રણેતા નથી, તો પછી તેમના અર્થનું નિશ્ચયાત્મક જ્ઞાન કેવી રીતે થાય ? ઉત્તર– વેદ અપૌરુષેય છે, તેમને કોઈએ રચ્યા નથી તેમ છતાં તેમના અર્થ અને પાઠની પરંપરા અનાદિ કાળથી અવિચ્છિન્નપણે એક ધારી ચાલી આવે છે, તેમાં કોઈ વ્યવધાન કે વિચ્છેદ પડ્યો નથી. તેથી વેદના અર્થનો યથાર્થ નિર્ણય થઈ જાય છે. (૬૯) 12. અર્થતળેવ તૂજ્યન્ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary:org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy