SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૧ મીમાંસક-લોકાયતમત સૂચક ચિહ્નોરૂપ છત્ર, ચામર આદિ વિભૂતિઓ છે. દેવ અને દાનવોનું સેવક હોવું તથા છત્ર, ચામર આદિ લોકોત્તર વિભૂતિઓ હોવી એ સર્વજ્ઞતા વિના સંભવે નહિ. તેથી આ અવિનાભાવી વિભૂતિઓના આધારે અનુમાનથી સિદ્ધ સર્વજ્ઞની સત્તાને તમે મીમાંસકો કેમ માનતા નથી? જૈમિનીય– તમારી જૈનોની બુદ્ધિ બાહ્ય ચમત્કારોથી અંજાઈ ગઈ છે. માયાવી ઐન્દ્રજાલિક જાદુગર પણ પોતાની કીર્તિ, પૂજા થાય એ લોભથી ઈન્દ્રજાલ દ્વારા છત્ર, ચામર આદિ વિભૂતિઓને પ્રકટ કરી શકે છે અને કરે પણ છે. તે દેવો દ્વારા થતી પોતાની સેવા પણ દેખાડી શકે છે. તો શું આ બાહ્ય ચમત્કારોના કારણે તે જાદુગરને સર્વજ્ઞ માની લેવો? તમારા જ આચાર્ય શ્રીસમન્તભદ્રે કહ્યું છે કે – “દેવોનું આવવું, આકાશમાં વિહરવું, છત્ર-ચામર આદિ વિભૂતિઓ તો માયાવી જાદુગરોમાં પણ જોવા મળે છે. તેથી આ વિભૂતિઓના કારણે આપ અમારા જેવા પરીક્ષકોના મહાન પૂજય નથી, હોઈ શકો નહિ.” [આપ્તમીમાંસા, શ્લોક ૧]. 6. अथ यथानादेरपि सुवर्णमलस्य क्षारमृत्पुटपाकादिप्रक्रियया विशोध्यमानस्य निर्मलत्वम्, एवमात्मनोऽपि निरन्तरज्ञानाद्यभ्यासेन विगतमलत्वात्सर्वज्ञत्वं किं न संभवेदिति मतिः, तदपि न; अभ्यासेन हि शुद्धेस्तारतम्यमेव भवेत्, न पुनः परमः प्रकर्षः । न हि नरस्य लङ्घनमभ्यासतस्तारतम्यवदप्युपलभ्यमानं सकललोकविषयमुपलभ्यते । उक्तं च दशहस्तान्तरं व्योम्नो यो नामोत्प्लुत्य गच्छति । न योजनशतं गन्तुं शक्तोऽभ्यासशतैरपि ॥१॥ 6. જેન– જેમ ખાણમાં રહેલું સોનું અનાદિ કાળથી મલયુક્ત હોવા છતાં મૂસમાં મૂકી તેજાબ આદિ રસાયણોથી અગ્નિમાં પકાવવાથી તદ્દન શુદ્ધ સોટચનું સોનું બની જાય છે તેવી જ રીતે સતત જ્ઞાનાભ્યાસ તથા યોગ આદિ પ્રક્રિયાઓથી આત્મા પણ ધીરે ધીરે કર્મમલથી રહિત બની શુદ્ધ બની જાય છે. આવો શુદ્ધ આત્મા જ્ઞાનાવરણરૂપ મળ સંપૂર્ણ દૂર થઈ જવાથી શું સર્વજ્ઞ ન બની શકે? સર્વજ્ઞતા માટે તો જ્ઞાનાવરણ કર્મનો સંપૂર્ણ નાશ જ મુખ્યપણે અપેક્ષિત છે. જૈમિનીય- અભ્યાસથી શુદ્ધિની તરતમતા તો સંભવી શકે પરંતુ શુદ્ધિનો પરમ પ્રકર્ષ થવો અત્યન્ત અસંભવ છે. અભ્યાસ કરવાથી ઓછોવત્તો ફેરફાર સંભવે છે. કોઈ મનુષ્ય ઊંચે કૂદવાનો ગમે તેટલો અભ્યાસ કેમ ન કરે, પરંતુ તે આખા લોકને કદી લાંઘી શકે નહિ. એ તો શક્ય છે કે તેની ઊંચે કૂદવાની શક્તિમાં થોડોઘણો વધારો થાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy