________________
૬૪૦
તર્કરહસ્યદીપિકા તર્કગ્રન્થમાં જોવી જોઈએ. અહીં તેમના મતનું નિરૂપણ કરવામાં નહિ આવે. અહીં તો શાસ્ત્રાકાર આચાર્ય પૂર્વમીમાંસાવાદીઓના મતનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી તેનું નિરૂપણ કરે છે–
જૈમિનીય મતના અનુયાયીઓ કહે છે કે સર્વજ્ઞત્વ આદિ ગુણોના ધારક કોઈ દેવ છે જ નહિ કે જેમનાં વચનને પ્રમાણ માની શકાય. (૧૮)
4. व्याख्या-जैमिनीयास्तु ब्रुवते । सर्वज्ञादीनि विशेषणानि यस्य स सर्वज्ञादिविशेषणः सर्वज्ञः सर्वदर्शी वीतरागः सृष्टयादिकर्ता चेत्यादिविशेषणवान् कोऽपि प्रागुक्तदर्शनसंमतदेवानामेकतरोऽपि देवो-दैवतं न विद्यते, यस्य देवस्य वचो-वचनं मान-प्रमाणं भवेत् । प्रथमं तावद्देव एव वक्ता न वर्तते, कुतस्तत्प्रणीतानि वचनानि संभवेयुरिति भावः । तथाहिपुरुषो न सर्वज्ञः मानुषत्वात् रथ्यापुरुषवत् ।
4. શ્લોકવ્યાખ્યા–જૈમિનીયો કહે છે કે સર્વજ્ઞત્વ આદિ વિશેષણોવાળો અર્થાત સર્વજ્ઞ, સર્વદર્શી, વીતરાગ કે સૃષ્ટિ આદિનો કર્તા આદિ વિશેષણોવાળો, જેવો જૈન વગેરે દર્શનોમાં સ્વીકારાયેલો છે તેવો કોઈ દેવ અસ્તિત્વ ધરાવતો જ નથી કે જેનાં વચનોને સત્ય, પ્રમાણભૂત માની શકાય. સૌપ્રથમ તો જ્યારે વક્તા જ નથી અર્થાત અતીન્દ્રિયાર્થનું પ્રતિપાદન કરનારો કોઈ યથાર્થ વક્તા કોઈ દેવ જ નથી ત્યારે કોઈપણ આગમને સર્વજ્ઞપ્રણીત કેવી રીતે ગણી શકાય? તેથી આ અનુમાન સ્પષ્ટપણે કરી શકાય કે કોઈ પણ પુરુષ સર્વજ્ઞ નથી કેમ કે તે પુરુષ છે, જેમ કે રસ્તે જતો પુરુષ.
5. अथ किंकरायमाणसुरासुरसेव्यमानता त्रैलोक्यसाम्राज्यसूचकछत्रचामरादिविभूत्यन्यथानुपपत्तिरस्ति सर्वज्ञे विशेष इति चेत्; मायाविभिरपि कीर्तिपूजालिप्सुभिरिन्द्रजालवशेन तत्प्रकटनात् । यदुक्तं त्वद्यूथ्येनैव समन्तभद्रेण
देवागमनभोयानचामरादिविभूतयः । मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥१॥
[માતમી છો૨] 5. જેન– અરે ભાઈ, સામાન્ય રસ્તે જતા માણસને તો અમે પણ સર્વજ્ઞ નથી કહેતા. અમે તો તે મહાન વિશિષ્ટ વ્યક્તિને સર્વજ્ઞ માનીએ છીએ જેમની કિંકરની જેમ સુરો અને અસુરો સેવા કરે છે તથા જેમની પાસે ત્રિલોકના સામ્રાજયના આધિપત્યનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org