SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૨ તર્કરહસ્યદીપિકા કલ્પનાઓ નથી, તે પૂર્વાપરાનુસંધાનરહિત છે. તેમનું પ્રત્યક્ષ અખિલ વસ્તુને જાણે છે. આ બૌદ્ધ પ્રત્યક્ષસિદ્ધાન્તથી વૈશેષિકોના પદાર્થોનું અસ્તિત્વ જોખમમાં આવી પડ્યું. પ્રશસ્તપાદ તેમની વહારે ધાયા. તેમણે વૈશેષિક દર્શનમાં “અવિભક્ત આલોચન' ને દાખલ કર્યું. આ અવિભક્ત આલોચન દ્વારા પ્રશસ્તપાદે અનેક વસ્તુઓ સાધી – (૧) અવિભક્ત આલોચનમાં અખિલ વસ્તુ ગૃહીત થાય છે. (૨) અવિભક્ત આલોચનમાં જ જાતિ વગેરે બધાંનું ગ્રહણ થઈ જાય છે, કંઈ પાછળથી કલ્પના કરી જોડવામાં નથી આવતું. (૩) અવિભક્ત આલોચન પછીનાં જ્ઞાનો પોતાના તરફથી કશો ઉમેરો કરી મુળ વસ્તુને વિકૃત કરતા નથી પરંતુ અવિભક્ત આલોચને પિંડરૂપે જે જાતિ વગેરેને ગ્રહણ કરેલાં તેમનું પિંડમાંથી પૃથક્કરણ માત્ર કરે છે અને પૃથફ કરી વળી પાછા જોડે 51. યોનિમાં પ્રત્યક્ષ થા, યુનાં પ્રત્યક્ષ વિયુનાં તત્ર युक्तानां समाधिमैकाग्रयमाश्रितानां योगजधर्मबलादन्तःकरणे शरीराबहिनिर्गत्यातीन्द्रियार्थैः समं संयुक्ते सति यदतीन्द्रियार्थदर्शनं तद्युक्तानां प्रत्यक्षम् । ये चात्यन्तयोगाभ्यासोचितधर्मातिशयादसमाधि प्राप्ता अप्यतीन्द्रियमर्थं पश्यन्ति, ते वियुक्ताः । तेषामात्ममनइन्द्रियार्थसंनिकर्षाद्देशकालस्वभावविप्रकृष्टार्थग्राहकं यत्प्रत्यक्षं तद्वियुक्तानां प्रत्यक्षम् एतच्चोत्कृष्टयोगिनोऽवसेयं, योगिमात्रस्य तदसंभवादिति । विस्तरस्तु न्यायकन्दलीतो વિયા 51. યોગ પ્રત્યક્ષના પણ બે પ્રકાર છે–એક છે યુક્તયોગીઓનું યોગજ પ્રત્યક્ષ અને બીજું છે વિયુક્ત યોગીઓનું. સમાધિમગ્ન એકાગ્રધ્યાની યોગીઓનું મન યોગજ વિશિષ્ટ ધર્મના કારણે શરીરની બહાર નીકળીને અતીન્દ્રિય પદાર્થો સાથે સંયોગ પામે છે. આ સંયોગ થતાં તે યુક્ત (સમાધિમગ્ન) યોગીઓને અતીન્દ્રિય પદાર્થોનું જે જ્ઞાન થાય છે તેને યુક્તયોગિપ્રત્યક્ષ કહે છે. જે યોગીઓ સમાધિ લગાવ્યા વિના જ ચિરકાલીન તીવ્ર યોગાભ્યાસના કારણે સહજપણે જ અતીન્દ્રિય પદાર્થોને દેખે છે, પ્રત્યક્ષ કરે છે તે વિયુક્તયોગીઓ કહેવાય છે. આ વિયુક્ત યોગીઓને પોતાના દીર્ઘ યોગાભ્યાસના કારણે એવી વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત થઈ જાય છે કે તે શક્તિ વડે તેઓ સદા અતીન્દ્રિય પદાર્થોનું દર્શન કરે છે. તેમને તેના માટે સમાધિ લગાવવાની આવશ્યકતા નથી. આ વિયુક્ત યોગીઓને આત્મા, મન, ઇન્દ્રિય અને અર્થના સન્નિકર્ષથી દૂર દેશવર્તી, અતીત-અનાગતકાલીન તથા સૂક્ષ્મ પરમાણુ આદિ અતીન્દ્રિય પદાર્થોનું જે જ્ઞાન થાય છે તે વિયુક્તયોગિપ્રત્યક્ષ છે. આ પ્રત્યક્ષ ઉત્કૃષ્ટ યોગીઓને જ થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy