________________
૬૧૨
તર્કરહસ્યદીપિકા
શરીરસંયોગ અને મનઃસંયોગને લઈ આત્મામાં બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને શરીર તથા મન છૂટી જતાં આત્મામાં બુદ્ધિ ઉત્પન્ન થતી નથી – બુદ્ધિનો અભાવ થાય છે – આ ઉપરથી એમ કહી ન શકાય કે બુદ્ધિ આત્માનો ઔપાધિક ગુણ છે, તે ઉ૫૨થી તો એટલું જ કહેવાય કે તે તેનો સ્વાભાવિક ગુણ નથી. જો તેને આત્માનો ઔપાધિક ગુણ માનવામાં આવે તો એનો અર્થ એવો થાય કે તે આત્માનો પોતાનો ગુણ નથી પરંતુ ઉપાધિરૂપ બીજા દ્રવ્યનો ગુણ છે અને તે બીજા દ્રવ્યનો ઉપાધિરૂપ ગુણ આત્મા ઉપર ગમે તે કા૨ણે આરોપાયો છે. ઉદાહરણાર્થ, દર્પણ આગળ મૂકેલા લાલ જાસૂદના ફૂલના કારણે દર્પણ લાલ લાગે છે પણ દર્પણ ખરેખર લાલ નથી. લાલ તો જાસૂદ છે. સન્નિધિના કારણે દર્પણ ઉપર આરોપાયો છે. અહીં દર્પણનો લાલ રંગ ઔપાધિક કહેવાય. ‘ઔપાધિક ગુણ’નો આવો અર્થ થતો હોઈ બુદ્ધિને આત્માનો ઔપાધિક ગુણ ન ગણી શકાય, તે આત્માનો સ્વકીય જ ગુણ છે – ભલે તે સ્વાભાવિક ન હોય.
-
બુદ્ધિ બુદ્ધિને ઉત્પન્ન કરે છે તેમજ સંસ્કારને પણ ઉત્પન્ન કરે છે. બુદ્ધિ અને સંસ્કારને ઉત્પન્ન કરવામાં બુદ્ધિ કેવળ નિમિત્તકા૨ણ છે. એક આત્માની બુદ્ધિ તે આત્મામાં જ બુદ્ધિ અને સંસ્કાર ઉત્પન્ન કરે છે, એક આત્માની બુદ્ધિ બીજા આત્મામાં બુદ્ધિ કે સંસ્કાર ઉત્પન્ન કરતી નથી. બુદ્ધિનું ગ્રહણ અન્તઃ કરણથી (મનથી) થાય છે.]
24. અનુગ્રહસ્તક્ષણં મુહમ્ । આત્મન ૫ધાતત્વમાનું દુઃવું તખ્વામर्षदुःखानुभवविच्छायताहेतुः । स्वार्थं परार्थं चाप्राप्तप्रार्थनमिच्छा । तस्याश्च कामोऽभिलाषो रागः संकल्पः कारुण्यं वैराग्यं वञ्चनेच्छा गूढभाव इत्यादयो મેવાઃ ।
24. અનુગ્રહ અર્થાત્ અનુકૂળ અનુભવ સુખ છે. આત્માના ઉપઘાતરૂપ યા પીડારૂપ દુઃખ છે. દુઃખ ક્રોધ, અસહિષ્ણુતા, દુઃખાનુભવ, મનની મલીનતા તથા નિસ્તેજપણાનું કારણ છે. નહિ મળેલી વસ્તુને પોતાના માટે કે બીજાના માટે મેળવવાની કામના ઇચ્છા છે. કામ, અભિલાષ, રાગ, સંકલ્પ, કારુણ્ય, વૈરાગ્ય, ઠગવાની ઈચ્છા, ગૂઢ ભાવ વગેરે ઇચ્છાના ભેદો છે.
[સુખ, દુઃખ અને ઇચ્છા આત્માના વિશેષ ગુણો છે. આ ત્રણ ગુણો પણ અયાવદ્રવ્યભાવી અને અવ્યાપ્યવૃત્તિ છે. સુખ સુખને ઉત્પન્ન કરતું નથી પણ ઇચ્છાને જ ઉત્પન્ન કરે છે. દુઃખ દુઃખને ઉત્પન્ન કરતું નથી પણ દ્વેષને જ ઉત્પન્ન કરે છે. સુખ ઇચ્છાનું તથા દુઃખ દ્વેષનું નિમિત્તકા૨ણ જ છે. ઇચ્છા ઇચ્છાને કદી ઉત્પન્ન કરતી નથી. ઇચ્છા પ્રયત્ન, ધર્મ અને અધર્મને ઉત્પન્ન કરે છે. સુખ, દુઃખ અને ઇચ્છાનું જ્ઞાન અન્તઃકરણથી (મનથી) થાય છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org