SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૧ વૈશેષિકમત ज्ज्ञानानामुत्पत्तिरसंनिधानाच्चानुत्पत्तिरिति । तस्य च मनसो मृतशरीरान्निर्गतस्य मृतशरीरप्रत्यासन्नमदृष्टवशादुपजातक्रियैरणुभिर्द्वयणुकादिक्रमेणारब्धमतिसूक्ष्ममनुपलब्धियोग्यं शरीरं संक्रम्यैव स्वर्गादौ गतस्य स्वर्गाद्युपभोग्यशरीरेण संबन्धो भवति । केवलस्य त्वेतावडूरं गतिर्न स्यात् । तच्च मरणजन्मनोरान्तरालं गतं शरीरं मनसः स्वर्गनारकादिदेशं प्रतिवहनधर्मकत्वादातिवाहिकमित्युच्यते । ततो द्वन्द्वे कालदिगात्ममनांसि । चः समुच्चये। 11. મન એટલે ચિત્ત. તે નિત્ય છે, દ્રવ્ય છે, પરમાણુરૂપ છે, અનેક છે, પ્રત્યેક શરીરમાં એક એક છે તથા શરીરમાં બહુ જ ઝડપથી ગતિ કરે છે. યુગપત અર્થાત એક સાથે અનેક જ્ઞાનોની અનુત્પત્તિ જ મનના અસ્તિત્વનું સાધક લિંગ છે. આત્મા તો વિભુ છે, તેથી તેનો યુગપત બધી ઇન્દ્રિયો સાથે સંયોગ છે જ. પોતાના વિષયો સાથે બધી ઇન્દ્રિયોનો યુગપત સંયોગ સંભવે છે જ. એક ગરમ કડક જલેબી ખાતી વખતે તે જલેબીના રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ અને શબ્દ પાંચેય વિષયો સાથે પાંચેય ઇન્દ્રિયોનો યુગપત્ સંયોગ થાય છે જ, તેમ છતાં રૂપ આદિ વિષયક પાંચ જ્ઞાનો એક સાથે ઉત્પન્ન થતાં નથી પણ ક્રમથી જ ઉત્પન્ન થાય છે. આ ક્રમોત્પત્તિથી જણાય છે કે કોઈ એવું સૂક્ષ્મ અણુરૂપ દ્રવ્ય અવશ્ય છે જેના ક્રમિક સંયોગથી જ્ઞાનો એક સાથે (યુગપતું) ઉત્પન્ન ન થતાં ક્રમથી જ ઉત્પન્ન થાય છે. [મન અણુ હોઈ તેનો પાંચે ઇન્દ્રિયો સાથે યુગપત સંયોગ સંભવતો નથી. પરંતુ તેની ગતિ એટલી તો ઝડપી છે કે મનના ક્રમિકસંયોગોથી ઉત્પન્ન થતાં પાંચે ઇન્દ્રિયોના ક્રમથી ઉત્પન્ન થતાં જ્ઞાનોનો ક્રમ આપણને જણાતો નથી અને આપણને લાગે છે કે જ્ઞાનો યુગપત ઉત્પન્ન થાય છે.] આત્મા, ઇન્દ્રિય અને અર્થના સંયોગોથી ભિન્ન એક મન નામનું કારણ અવશ્ય છે જેનો જે ઈન્દ્રિય સાથે સંયોગ થાય છે તે જ ઇન્દ્રિયથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, અન્ય ઇન્દ્રિયોથી જ્ઞાનો ઉત્પન્ન થતાં નથી. મનનો સંયોગ જ્ઞાનોત્પત્તિમાં કારણ છે. જો મનનો સંયોગ ન હોય તો જ્ઞાન ઉત્પન્ન થઈ શકે જ નહિ. આ મન જ મૃત શરીરમાંથી નીકળી સ્વર્ગ આદિમાં જાય છે અને ત્યાં સ્વર્ગીય દિવ્ય શરીર સાથે જોડાઈને તેનો ઉપભોગ કરે છે. જ્યારે મનુષ્ય મરે છે ત્યારે મનનો સ્થૂળ શરીર સાથેનો સંબંધ છૂટી જાય છે. તે સમયે તે અદષ્ટ અર્થાત્ પાપપુણ્ય અનુસાર ત્યાં જ બનેલા અત્યન્ત સૂક્ષ્મ આતિવાહિક લિંગશરીરમાં પ્રવેશી જાય છે અને તેના દ્વારા તે સ્વર્ગ આદિએ પહોંચી જાય છે. જીવના પુણ્યપાપ અનુસાર મરણ પછી જ પરમાણુઓમાં ક્રિયા ઉત્પન્ન થાય છે જેના પરિણામે કયણુકaણુક આદિ ક્રમથી અત્યન્ત સૂક્ષ્મ આતિવાહિક શરીરનું નિર્માણ થાય છે. આ શરીર એટલું તો સૂક્ષ્મ હોય છે કે તેને આંખો દેખી શકતી નથી કે કોઈ પણ ઇન્દ્રિય તેનું ગ્રહણ કરી શકતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy