________________
૫૬ ૨
તર્કરહસ્યદીપિકા જ બની જશે. અને જો બધા અો સ્વભાવથી જ અસાધારણ અર્થાત વિલક્ષણ હોય, એકબીજા એકબીજાની સમાન હોય જ નહિ, તો અશ્વત્વ નામના સામાન્યમાં પણ એવી શક્તિ સંભવે જ નહિ કે તે તેમનામાં “આ અશ્વ, આ અર્થ’ એવા અનુગતાકાર અર્થાત એકાકાર જ્ઞાનને ઉત્પન્ન કરી શકે. જેઓ સ્વતઃ વિલક્ષણ હોય તેમનામાં બીજો પદાર્થ સમાનતા યા સદશતા કેવી રીતે લાવી શકે? આમ વ્યક્તિઓથી સર્વથા ભિન્ન સામાન્યનું અસ્તિત્વ જ જ્યારે સિદ્ધ થતું જ નથી ત્યારે તેને હેતુ બનાવી તેનાથી સાધ્યની સિદ્ધિ કરવી એ તો આકાશકુસુમોની માલા બનાવી તેની સુગંધનો આનંદ માણવા જેવું છે. વ્યક્તિઓથી સર્વથા ભિન્ન સામાન્યરૂપ હેતુનું અસ્તિત્વ જ નથી તો પછી તેનાથી સાધ્યની સિદ્ધિ થાય જ કેવી રીતે? ન જ થાય.
424. થ વ્યવસ્યમિદં સામાન્ય છે, તેથયુ, વમન્નચ व्यक्तिस्वरूपवद्वयक्त्यन्तराननुगमात्सामान्यरूपतानुपपत्तेर्व्यक्त्यभिन्नत्वस्य सामान्यरूपतायाश्च मिथोविरोधात् । अथ भिन्नाभिन्नमिति चेत्, न, विरोधात्। अथ केनाप्यंशेन भिन्नं केनाप्यभिन्नमिति । तदपि न युक्तं, सामान्यस्य निरंशत्वात् । तत्र एकान्तसामान्यरूपो हेतः साकल्येन सिद्धः।
424. જો સામાન્ય વ્યક્તિઓથી અભિન્ન છે એમ કહેશો તો તે વ્યક્તિ સ્વરૂપ જ ઠરશે, તેથી જેમ એક વ્યક્તિ બીજી વ્યક્તિમાં અનુગત નથી તેમ સામાન્ય પણ બીજી વ્યક્તિમાં અનુગત નહિ થાય. અને જો તે બીજી વ્યક્તિમાં અનુગત જ ન હોય તો તેને સામાન્ય કહી જ કેવી રીતે શકાય ? સામાન્ય તો તમારા નૈયાયિકોના મતે પણ અનેકાનુગત જ છે. “વ્યક્તિથી અભિન્ન પણ હોવું અને સામાન્ય પણ હોવું' એ તો પરસ્પર વિરોધી વાતો થઈ. ત્રીજો ભિન્નભિન્ન પક્ષ અમે તૈયાયિકો સ્વીકારીએ છીએ એમ તો તમે કહી શકતા નથી કેમ કે એ પક્ષમાં તો તમે ખુદ વિરોધ દર્શાવો છો. સામાન્યને અમુક અંશની અપેક્ષાએ ભિન્ન અને અમુક અંશની અપેક્ષાએ અભિન્ન તમે ગણી શકતા નથી કેમ કે સામાન્યમાં તમે તૈયાયિકો અંશો માનતા જ નથી, તમારા મતે તો સામાન્ય સર્વથા નિરંશ છે. આમ હેતુ સર્વથા સામાન્યરૂપ તો સિદ્ધ થતો જ નથી.
425. ના વિશેષરૂપ, તીથરત્વેન વીથોરીત્ત, સાથીरणत्व एवान्वयोपपत्तेः । नापि सामान्यविशेषोभयं परस्पराननुविद्धं हेतुः उभयदोषप्रसङ्गात् । नाप्यनुभयं, अन्योन्यव्यवच्छेदरूपाणामेकाभावे द्वितीयविधानादनुभयस्यासत्त्वेन हेतुत्वायोगात् । बुद्धिप्रकल्पितं च सामान्यमवस्तुरूपत्वात्साध्येनाप्रतिबद्धत्वादसिद्धत्वाच्च न हेतुः । तदेवं सामान्या
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org