________________
જૈનમત
क्षणो हेतुः । कथं ततः साध्यसिद्धिर्भवेत् ।
423. નૈયાયિક— જો કે સામાન્ય વ્યક્તિઓથી ભિન્ન જ છે તેમ છતાં તેનો વ્યક્તિઓ સાથે નિત્ય સમવાય સબંધ હોવાથી તે વ્યક્તિઓથી પૃથક્ ઉપલબ્ધ થતું નથી.
૫૬૧
જૈન— તમારા નૈયાયિકોના મતે ‘દેવમ્ – આમાં આ છે’ એવી બુદ્ધિનું કારણ સમવાય છે. પરંતુ જ્યાં સુધી સામાન્ય અને વિશેષનું (વ્યક્તિનું) સ્વતન્ત્રરૂપે જ્ઞાન ન થાય ત્યાં સુધી ‘આમાં આ છે (વ્યક્તિમાં સામાન્ય છે)' એવી બુદ્ધિ ઉત્પન્ન થઈ શકે જ નહિ. ‘આમાં (વ્યક્તિમાં અર્થાત્ વિશેષમાં) આ (સામાન્ય) છે' આ બુદ્ધિ સ્પષ્ટપણે ભેદગ્રહણપૂર્વક જ છે. વળી, એ કહો કે આ ‘આમાં આ છે’ એ બુદ્ધિથી અશ્વત્વ સામાન્યની વૃત્તિ (રહેવું) બધા અશ્વોરૂપ સ્વાશ્રયોમાં છે કે સર્વસર્વગત અર્થાત્ જગતમાં સર્વત્ર ? જો અશ્વત્વ સામાન્ય શ્વેત અશ્વ, કૃષ્ણ અશ્વ આદિ પોતાની વ્યક્તિઓમાં જ રહેતું હોય તો જ્યારે અશ્વશાળામાં કોઈ નવો અશ્વ જન્મે ત્યારે તે નવજાત અશ્વમાં અશ્વત્વનો સંબંધ ન થાય, કેમ કે અશ્વશાળામાં તે ખાલી ભાગમાં (જ્યાં નવો અશ્વ જન્મ્યો ત્યાં) અશ્વત્વ હતું જ નહિ કે જેથી ત્યાં ને ત્યાં જ નવજાત અશ્વને ચોટી જાય. ખાલી ભાગમાં અશ્વત્વ ન હોવાનું કારણ એ કે પોતાના આશ્રયભૂત વ્યક્તિ વિના તે નિરાશ્રય તો રહેતું જ નથી. સામાન્ય નિષ્ક્રિય છે, તેથી અશ્વત્વ એક અશ્વમાંથી નીકળી આ નવજાત અશ્વમાં આવી શકે જ નહિ. તાત્પર્ય એ કે નવજાત અશ્વમાં અશ્વત્વનો સંબંધ ઘટી શક્તો જ નથી. હવે જો અશ્વત્વને સમસ્ત જગતમાં વ્યાપ્ત માનવામાં આવે તો શ્વેત અશ્વ, કૃષ્ણ અશ્વ આદિની જેમ ખંડી ગાય, મુંડી ગાય આદિ ગાયોમાં પણ અશ્વત્વનો પ્રતિભાસ થવો જોઈએ, કેમ કે અશ્વત્વ સામાન્યને સર્વગત માન્યું હોવાથી તે અશ્વવ્યક્તિઓની જેમ ગોવ્યક્તિઓમાં પણ રહે જ. આ મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા કહેવું કે અશ્વવ્યક્તિઓમાં જ અશ્વત્વને પ્રક્ટ કરવાનું સામર્થ્ય છે, ગોવ્યક્તિઓમાં તે સામર્થ્ય નથી એ અયોગ્ય છે, કેમ કે આ જાતનો નિયમ કરવો કઠિન છે. અશ્વોમાં અશ્વત્વને પ્રકટ કરવાની એવી તે કઈ વિશેષતા છે જે ગાયોમાં નથી ? અશ્વોમાં પરસ્પર સમાનતા છે, તેથી તેઓ જ અશ્વત્વને પ્રકટ કરી શકે છે જ્યારે ગાયો તો અશ્વોથી અત્યન્ત વિલક્ષણ છે તેથી તેઓ અશ્વત્વને પ્રકટ નથી કરી શકતી, ઇત્યાદિ – આ દલીલ પણ પાંગળી છે,કેમ કે બધા અશ્વો સ્વભાવથી જ સદશ છે, પરસ્પર અત્યન્ત સમાન છે તો આ સર્દશતાથી જ ‘આ અશ્વ, આ અશ્વ' એવું અનુગતાકાર જ્ઞાન થઈ જશે, તો પછી ‘આ અશ્વ, આ અશ્વ’ આ અનુગતાકાર જ્ઞાનના કારણ તરીકે અશ્વત્વ નામના સામાન્યની તમારી નૈયાયિકોની કલ્પના નિરર્થક
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org