SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૫૪૭ જાય, અર્થાત્ તેને આગમગમ્ય ન માની શકાય. જો તે અર્થરૂપ હોય તો પ્રત્યક્ષાદિ પ્રમાણનો તે વિષય બને. તેથી કાર્યન ત્રિકાલશૂન્ય પણ માનવું જોઈએ અને સાથે સાથે અર્થરૂપ પણ અને તો જ તે વેદનાં વિધિવાક્યનો વિષય બની શકે. આ રીતે ઉભયરૂપ કાર્ય યા ક્રિયા જ ચોદનાનો (વિધિવાક્યનો) વિષય છે. આમ જ્યારે અનેકાન્તને માન્યા વિના ચોદનાનો (વેદના વિધિવાક્યનો) વિષય જ સિદ્ધ થઈ શક્તો નથી એટલે અહીં પણ તેમણે અનેકાન્તને સ્વીકારી લેવો જોઈએ. 408. अथ बौद्धादिसर्वदर्शनाभीष्टा दृष्टान्ता युक्तयश्चानेकान्तसिद्धये समाख्यायन्ते - बौद्धादिसर्वदर्शनानि संशयज्ञानमेकमुल्लेखद्वयात्मकं प्रतिजा - नानानि नानेकान्तं प्रतिक्षिपन्ति । तथा स्वपक्षसाधकं परपक्षोच्छेदकं च विरुद्धधर्माध्यस्तमनुमानं मन्यमानाः परेऽनेकान्तं कथं पराकुर्युः । मयूराण्डरसे नीलादयः सर्वेऽपि वर्णा नैकरूपा नाप्यनेकरूपाः, किंत्वेकानेक - रूपा यथावस्थिताः, तथैकानेकाद्यनेकान्तोऽपि । तदुक्तं नामस्थापनाद्यनेकान्तमाश्रित्य - "मयूराण्डरसे यद्वद्वर्णा नीलादयः स्थिताः । सर्वेऽप्यन्योन्यसंमिश्रास्तद्वन्नामादयो घटे ॥१॥ नान्वयः स हि भेदित्वान्न भेदोऽन्वयवृत्तितः । मृद्भेदद्वयसंसर्गवृत्ति जात्यन्तरं घटः ॥२॥ अत्र हिशब्दों हेतौ यस्मादर्थे स घटः । "भागे सिंहो नरो भागे योऽर्थो भागद्वयात्मकः । तमभागं विभागेन नरसिंहं प्रचक्षते ॥३॥ न नरः सिंहरूपत्वान्न सिंहो नररूपतः । शब्दविज्ञानकार्याणां भेदाज्जात्यन्तरं हि सः ॥४॥ " "त्रैरूप्यं पाञ्चरूप्यं वा ब्रुवाणा हेतुलक्षणम् । सदसत्त्वादि सर्वेऽपि कुतः परे न मन्वते ॥५॥" 408. હવે અનેકાન્તની સિદ્ધિ માટે અમે બૌદ્ધ આદિ સર્વ દર્શનોમાં આપવામાં આવેલાં દષ્ટાન્તો અને યુક્તિઓ (તર્કો) રજૂ કરીએ છીએ. બૌદ્ધ આદિ બધાં દર્શનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy