________________
તકરહસ્યદીપિકા
त्थानादनेकान्ताभ्युपगमात् न मोक्ष इति । अतो वरमादावेव मत्सरितां विहायानेकान्ताभ्युपगमः किं भेदैकान्तकल्पनया अस्थान एवात्मना परिक्लेशितेनेति ।
૫૪૪
405. અનેકાન્તવાદને માનવાથી નૈયાયિકો અને વૈશેષિકોને સૌથી મોટો ફાયદો તો એ છે કે અવયવી અવયવોમાં કેવી રીતે રહે છે એમ પૂછી વિરોધીઓ જે દોષો આપે છે તેનો તેઓ સહજ રીતે પરિહાર કરી શકશે. કેવળ અવયવીની બાબતમાં જ નહિ સત્તાસામાન્ય આદિની બાબતમાં પણ તે જ પ્રશ્ન ઊભો કરી તેમને દોષો આપવામાં આવે છે, ત્યાં પણ તે દોષોનો પરિહાર તેઓ કરી શકશે. તેઓ અવયવીનો અવયવોથી અત્યન્ત ભેદ માને છે, કથંચિત્ ભેદ માનતા નથી. [ઉદાહરણાર્થ, તત્તુઓ અવયવો છે અને પટ અવયવી છે. અવયવી અવયવોથી અત્યન્ન ભિન્ન છે, અર્થાત્ પટ તત્તુઓથી અત્યન્ન ભિન્ન છે. પરંતુ અવયવી પટ અવયવોમાં અર્થાત્ તત્તુઓમાં રહે છે.] એટલે વિરોધીઓ તેમને નીચેનો પ્રશ્ન પૂછે એ સ્વાભાવિક છે, તેઓ તે પ્રશ્નને લાયક છે. પ્રશ્ન આ છે અવયવી પોતાના અવયવોમાં એકદેશથી રહે છે કે સર્વદેશથી, અર્થાત્ ખંડશઃ રહે છે કે અખંડપણે ? જો કહેવામાં આવે કે એકદેશથી તો તે શક્ય નથી કેમ કે અવયવીને તો નિરવયવ યા નિરંશ માનવામાં આવેલ છે. જો. અવયવીને સાવયવ મનવામાં આવે તો પ્રશ્ન ખડો થાય છે કે અવયવી આ અવયવોથી ભિન્ન છે કે અભિન્ન ? જો અવયવી આ અવયવોથી અભિન્ન છે એમ કહો તો એક જ અવયવી અનેક અવયવાત્મક બની જાય અર્થાત્ એક અનેક બની જાય અને પરિણામે અનેકાન્તરૂપ જ બની જાય. જો અવયવીને આ અવયવોથી ભિન્ન જણાવવામાં આવે તો વળી પાછો પેલો જ પ્રશ્ન આવીને ઊભો રહે કે અવયવી આ અવયવોમાં એકદેશથી રહે છે કે સર્વદેશથી ? જો તે એકદેશથી રહે છે એમ કહેશો તો તે ઉચિત નથી કારણ કે તે નિરંશ યા નિરવયવ છે. જો તેને સાવયવ માનવામાં આવે તો વળી પાછો એ જ પ્રશ્ન ખડો થાય કે તે અવયવોથી ભિન્ન છે કે અભિન્ન ? અભિન્ન માનો તો અનેકાન્તનો સ્વીકાર આવી પડે. અને ભિન્ન માનો તો તે અવયવોમાં એકદેશથી રહે છે કે સર્વદેશથી? ઇત્યાદિ પ્રશ્ન પુનઃ આવર્તન પામે અને આ રીતે અનવસ્થાદોષ આવે. જો અવયવી પોતાના પ્રત્યેક અવયવમાં સર્વદેશથી અર્થાત્ પૂરેપૂરો અખંડ રહે છે એમ માનશો તો જેટલા અવયવો છે તેટલા જ સ્વતન્ત્ર અવયવીઓ માનવા પડશે કેમ કે પ્રત્યેક અવયવમાં અવયવી પૂરેપૂરો રહે છે. આ રીતે અવયવોથી અવયવીને અત્યન્ત ભિન્ન માનવાથી અવયવીનું પોતાના અવયવોમાં રહેવું કઠિન છે, ઘટી શકતું જ નથી. અવયવોથી અવયવીનો સર્વથા અભેદ માનવાથી કાં તો અવયવીનું જ અસ્તિત્વ રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org