SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ તર્કરહસ્યદીપિકા यनिशीथिनीनाथद्वयादिकं द्वित्वेऽलीकं, तदपि धवलतानियतदेशचारितादौ तेऽनलीकं प्रतिपद्यन्ते । कथं च भ्रान्तज्ञानं भ्रान्तिरूपतयात्मानमसंविदत् ज्ञानरूपतया चावगच्छत् स्वात्मनि स्वभावद्वयं विरुद्धं न साधयेत् । तथा पूर्वोत्तरक्षणापेक्षयैकस्यैव क्षणस्य जन्यत्वं जनकत्वं चाभ्युपागमन् । तथार्थाकारमेव ज्ञानमर्थस्य ग्राहकं नान्यथेति मन्यमानाश्चित्रपटग्राहकं ज्ञानमेकमप्यनेकाकारं संप्रतिपन्नाः । तथा सुगतज्ञानं सर्वार्थविषयं सर्वार्थाकारं चित्रं कथं न भवेत् । तथैकस्यैव हेतोः पक्षधर्मसपक्षसत्त्वाभ्यामन्वयं विपक्षेऽविद्यमानत्वाद् व्यतिरेकं चान्वयविरुद्धं ते तात्त्विकमूरीचक्रिरे । एवं वैभाषिकादिसौगताः स्वयं स्याद्वादं स्वीकृत्यापि तत्र विरोधमुद्भावयन्तः स्वशासनानुरागान्धकारसंभारविलुप्तविवेकदृशो विवेकिनामपकर्णनीया एव મવતિ | 401. આ અકાટ્ય તર્કોથી બૌદ્ધ આદિ વાદીઓ પોતે જ સ્યાદ્વાદનો સ્વીકાર કરે છે, તેને માન્યા વિના તેમનો શાસ્ત્રવ્યવહાર અને લોકવ્યવહાર પણ અસ્તવ્યસ્ત થઈ જ જાય છે. આ રીતે પોતાના કાર્ય તથા વ્યવહારમાં તેઓ સ્યાદ્વાદનો સ્વીકાર કરીને પણ તેનો મુખથી એકરાર કરવા ઇચ્છતા નથી પણ ઊલટું તેમના વ્યવહારનિર્વાહક સ્યાદ્વાદનું અગડંબગડ વચનોથી ખંડન કરે છે. તે વખતે તેમની દશા પેલા મૂર્ખ કુલીન જેવી દયાજનક બની જાય છે જે પોતાના કુલની પવિત્રતાનું અભિમાન ધરાવતો હોવા છતાં પણ મૂર્ખતાવશ પોતાનાં જ વચનોથી પોતાની માતાને અસતી વ્યભિચારિણી કહેતો ફરે છે. સૌપ્રથમ બૌદ્ધોએ જ્યાં જ્યાં જે જે રીતે અનેકાન્તવાદ સ્વીકાર્યો છે એને દર્શાવીએ છીએ. બૌદ્ધો નિર્વિકલ્પકદર્શનને પ્રમાણરૂપ પણ માને છે તથા અપ્રમાણરૂપ પણ માને છે. તેમનો મત છે કે નિર્વિકલ્પક દર્શન, જે તેમના મતે પ્રત્યક્ષ છે તે, એવા સાધારણ પદાર્થને વિષય કરે છે જે ક્ષણિક પણ હોઈ શકે છે કે અક્ષણિક (નિત્ય) પણ હોઈ શકે છે. અનાદિકાલીન અવિદ્યાના કારણે અને પદાર્થોની પ્રતિક્ષણ સદશરૂપે ઉત્પત્તિ થતી રહેતી હોવાના કારણે વસ્તુમાં “આ તે જ વસ્તુ છે એ જાતનો નિયત્વનો આરોપ થઈ જાય છે. આ મિથ્યા આરોપના કારણે વસ્તુ નિત્યરૂપે ભાસિત થાય છે. નિર્વિકલ્પક દર્શન આ આરોપિત નિત્યત્વમાં પ્રમાણ નથી, તે તો ઊલટું નિત્યત્વારોપમાં અપ્રમાણ જ છે. ક્ષણિક વસ્તુમાં નિત્યત્વરૂપ વિપરીત આરોપ હોવાના કારણે દર્શન તેમાં પ્રમાણ હોઈ શકે જ નહિ કેમ કે દર્શન તો વસ્તુ અનુસાર જ ઉત્પન્ન થાય છે. આ રીતે નિર્વિકલ્પક દર્શન નિત્યત્વના આરોપમાં પ્રમાણ તો છે જ નહિ, ઊલટું અપ્રમાણ જ છે. જો કે નિર્વિકલ્પક દર્શન ક્ષણિક અંશનો અનુભવતો કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy