________________
જૈનમત
૫૨૧ થાય છે? શું બન્નેનું સ્વતંત્ર સ્વરૂપ હોવાથી વિરોધ થાય છે, કે એક સમયે બન્ને યુગપત, હોઈ શકતા નથી તેથી, કે એક દ્રવ્યમાં બન્ને એક સાથે ન રહી શકતા હોવાથી, કે એક સમયે એક દ્રવ્યમાં ન રહી શકતા હોવાથી, કે પછી એક સમયે એક દ્રવ્યના એક પ્રદેશમાં ન રહી શકતા હોવાથી ? પહેલો વિકલ્પ સંભવતો નથી. બન્નેનું સ્વતંત્ર સ્વરૂપ હોવા માત્રથી તો વિરોધ ન કહી શકાય કેમ કે સામીપ્ય સંયોગ આદિ નિમિત્ત વિના તેમનાથી સાવ નિરપેક્ષપણે શીતસ્પર્શ કેવળ પોતાના સ્વરૂપથી જ ઉષ્ણસ્પર્શનો વિરોધી બની જાય યા ઉષ્ણસ્પર્શ શીતસ્પર્શનો વિરોધી બની જાય તો જગતમાંથી બન્નેનો લોપ જ થઈ જાય, કેમ કે શીતસ્પર્શ પોતાના સ્વરૂપના સદૂભાવ માત્રથી જ ગમે ત્યાં રહીને ત્રણે લોકમાં સર્વ ઉષ્ણસ્પર્શોનો નાશ કરી નાખશે અને ઉષ્ણસ્પર્શ પોતાના સ્વરૂપના સભાવ માત્રથી ત્રણે લોકમાં રહેલા સઘળા શીતસ્પર્શોનો નાશ કરી નાખશે. બીજો વિકલ્પ પણ ઘટતો નથી. એક કાળની અપેક્ષાએ પણ વિરોધ ન કહી શકાય કેમ કે એક જ સમયે શીત અને ઉષ્ણ બન્નેનો પૃથક પૃથક સદ્દભાવ હોઈ શકે છે, એક જ સમયે બરફ શીત છે અને અગ્નિ ઉષ્ણ છે. ત્રીજો વિકલ્પ પણ સંભવતો નથી. એક દ્રવ્યરૂપ આધારની અપેક્ષાએ પણ વિરોધ ન કહી શકાય કેમ કે એક જ લોઢાનું પતરું રાત્રે શીત અને દિવસે ગરમ અનુભવાય છે. તે લોઢાના પતરામાં રહેનારા શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શનો કોઈ વિરોધ નથી. ચોથો વિકલ્પ પણ ઘટતો નથી. એક દ્રવ્યમાં એક સમયે પણ બે ધર્મોનો વિરોધ કહી શકાતો નથી કેમ કે ધૂપદાની અને કડછી આદિ એક જ અવયવી દ્રવ્યમાં એક જ સમયે એક બાજુ શીતતા અને બીજી બાજુ ઉષ્ણતા અનુભવાય છે. ધૂપદાની અને કડછી જે બાજુથી પકડીએ છીએ તે બાજુ ઠંડી હોય છે અને બીજી બાજુ ગરમ હોય છે. પાંચમો વિકલ્પ પણ સંભવતો નથી. એક સમયે એક દ્રવ્યના એક જ પ્રદેશની અપેક્ષાએ પણ ન કહી શકાય કેમ કે તપ્ત લોઢાના પાત્રના જે પ્રદેશમાં સ્પર્શની અપેક્ષાએ ઉષ્ણતા છે તે જ પ્રદેશમાં રૂપની અપેક્ષાએ શીતલતા યા આહલાદકતા અનુભવાય છે. જો તેનું રૂપ પણ ગરમ હોત તો જોનારની આંખો બળી જાત.
_389. નન્વેવસ્થ યુપકુમયપતા વાથે પરત રતિ રેત, ; ચત यथैकस्यैव पुरुषस्यापेक्षावशाल्लघुत्वगुरुत्वबालत्ववृद्धत्वयुवत्वपुत्रत्वपितृत्वगुरुत्वशिष्यत्वादीनि परस्परविरुद्धान्यपि युगपदविरुद्धानि तथा सत्त्वासत्त्वादीन्यपि । तस्मान्न सर्वथा भावानां विरोधो घटते कथंचिद्विरोधस्तु सर्वभावेषु तुल्यो न बाधकः ।
389. શંકા- એક વસ્તુમાં એક સાથે પરસ્પરવિરોધી બે ધર્મો કેવી રીતે રહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org