________________
પ૨ ૨
તર્કરહસ્યદીપિકા શકે? એક જ વસ્તુની આ યુગપત્ ઉભયરૂપતા તો કોઈ પણ રીતે સમજાતી નથી.
જૈન ઉત્તર–જેમ એક જ પુરુષ એક જ સમયે એક સાથે જ ભિન્ન ભિન્ન અપેક્ષાએ નાનો, મોટો, બાલક, વૃદ્ધ, યુવાન, પુત્ર, પિતા, ગુરુ, શિષ્ય આદિ પરસ્પર વિરુદ્ધ રૂપો યા ધર્મોને ધારણ કરે છે તેમ એક જ વસ્તુમાં એક જ સમયે એક સાથે ભિન્ન ભિન્ન અપેક્ષાએ સત્ત્વ, અસત્ત્વ, નિત્યત્વ, અનિત્યત્વ આદિ પરસ્પર વિરુદ્ધ જણાતા ધર્મો રહે છે. જે સમયે દેવદત્ત પોતાના દીકરાનો બાપ છે તે જ સમયે તે પોતાના બાપનો દીકરો પણ છે, પોતાના શિષ્યનો ગુરુ છે તો પોતાના ગુરુનો શિષ્ય પણ છે, નાની ઉમરના યુવાનની અપેક્ષાએ વૃદ્ધ છે તો મોટી ઉંમરના વૃદ્ધની અપેક્ષાએ યુવાન પણ છે, ઈત્યાદિ. તાત્પર્ય એ કે એક સમયે એક સાથે જ ભિન્ન ભિન્ન અપેક્ષાઓએ એક જ વસ્તુમાં અનેક વિરોધી ધર્મો રહે છે. તેથી પદાર્થોમાં સર્વથા અત્યન્ત વિરોધ છે એવું કહી શકાય નહિ. કથંચિત્ ઓછોવત્તો વિરોધ તો બધા પદાર્થોમાં મળે છે.જે ધર્મ એક વસ્તુમાં છે તે બીજી વસ્તુમાં નથી. વસ્તુઓમાં કથંચિત્ વિરોધ હોયા વિના તો ભેદ જ ઘટી શકે નહિ. તેથી કથંચિત્ વિરોધ તો ગમે તેટલા પ્રયત્નો કરો તો પણ મીટાવી શકાતો નથી, એટલે તે અપરિહાર્ય છે, અવશ્યભાવી છે, માટે તે દૂષણરૂપ નથી.
390. તથા સંશોપ ન યુn:, સર્વેસર્વયો: કુટરૂપેવ प्रतीयमानत्वात् । अदृढप्रतीतौ हि संशयः, यथा वचित्प्रदेशे स्थाणुપુરપયો:
390. તમે અનેકાન્તમાં દેખાડેલો સંશય દોષ ઘટતો નથી, અયોગ્ય છે. વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વ બન્ને સાફ સાફ સ્પષ્ટ પ્રતીત થાય છે, તેથી સંશય હોવાનો સંભવ જ નથી. જો તેમની દઢ પ્રતીતિ ન હોતાં ચલિત અર્થાત્ દોલાયમાન પ્રતીતિ હોત તો સંશય કહી શકાત. કોઈ પ્રદેશમાં આ વૃક્ષનું ઠુંઠું છે કે પુરુષ?' એવી દોલાયમાન યા ચલિત પ્રતીતિ જ સંશય હોય છે.
391. તથા યકુp— ‘નવરા' રૂતિ; તથનુપાસિતગુરર્વર:, યતઃ सत्त्वासत्त्वादयो वस्तुन एव धर्माः, न तु धर्माणां धर्माः, 'धर्माणां धर्मा न भवन्ति' इति वचनात् । न चैवमेकान्ताभ्युपगमादनेकान्तहानिः, अनेकान्तस्य सम्यगेकान्ताविनाभावित्वात्, अन्यथानेकान्तस्यैवाघटनात् नयार्पणादेकान्तस्य प्रमाणार्पणादनेकान्तस्यैवोपदेशात्, तथैव दृष्टेष्टाभ्यामविरुद्धस्य तस्य व्यवस्थितेः ।
391. તમે અનેકાન્તમાં જે અનવસ્થા દોષ આપ્યો છે તે તો એવી વ્યક્તિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org