SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૫ ૧૯ અનેકાન્તાત્મક માનતાં જલમાં પણ અગ્નિરૂપતા તથા અગ્નિમાં જલરૂપતાની આપત્તિ આવે. જલ અગ્નિરૂપ હતાં અને અગ્નિ જલરૂપ હોતાં જલાર્થી આગને પીવા દોડશે અને અનલાર્થી જલમાં પ્રવૃત્ત થશે. પરિણામે જગતના સઘળા નિયત વ્યવહારોમાં અવ્યવસ્થા ઊભી થતાં વ્યવહારલોપ નામનો દોષ ઊભો થશે. વળી અનેકાન્તમાં પ્રમાણબાધા નામનો દોષ રહેલો છે. વસ્તુને અનેકાન્તાત્મક માનવામાં કોઈ પણ પ્રત્યક્ષ આદિ પ્રમાણ સહાયક થતું નથી, ઊલટું તેમાં બાધક જ બને છે. તેથી પ્રમાણબાધા નામનો દોષ આવે છે. જયારે આવી અનેકાન્તાત્મક વસ્તુ ન તો કોઈ પ્રમાણનો વિષય બનતી હોય કે ન તો કોઈ વ્યવહાર સિદ્ધ કરતી હોય ત્યારે તેનો અભાવ જ માનવો જોઈએ. આવી નિરર્થક વસ્તુની સંભાવના પણ ન કરી શકાય. _387. મત્રોવ્યક્તિ – વ સત્તવ વોથમીવિત્યાતિ યુવાદ્રિ વાદ્રિवृन्दवृन्दारकेण तद्वचनरचनामात्रमेव, विरोधस्य प्रतीयमानयोः सत्त्वासत्त्वयोरसंभवात्, तस्यानुपलम्भलक्षणत्वात्, वन्ध्यागर्भे स्तनन्धयवत् । न च स्वरूपादिना वस्तुनः सत्त्वे तदैव पररूपादिभिरसत्त्वस्यानुपलम्भोऽस्ति, येन सहानवस्थानलक्षणो विरोध: स्यात्, शीतोष्णवत् । परस्परपरिहारस्थितिलक्षणस्तु विरोध एकत्राम्रफलादौ रूपरसयोरिव संभवतोरेव सदसत्त्वयोः स्यात्, न पुनरसंभवतोः संभवदसंभवतो। एतेन वध्यघातकभावविरोधोऽपि फणिनकुलयोर्बलवदबलवतोः प्रतीतः सत्त्वासत्त्वयोरशङ्कनीय एव, तयोः समानबलत्वात्, मयूराण्डरसे नानावर्णवत् । 387.જૈન ઉત્તર–તમે અનેકાન્તમાં જણાવેલા દોષો સર્વથા નિમૂળ છે અને એ તો તમારો ઠાલો બડબડાટ છે. તમે પોતાને ભારે વિચક્ષણ તાર્કિક સમજીને “જે સત્ હોય તે અસત્ કેવી રીતે હોય?” એ વિરોધ દોષ દર્શાવ્યો છે. તમારું કથન બિલકુલ યુક્તિશૂન્ય છે, માત્ર કથનરીતિથી જ ત્યાં વિરોધ જેવું જણાય છે, હકીકતમાં વિરોધ છે જ નહિ. જયારે વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વની પ્રતીતિ થતી હોય ત્યારે તેમનામાં વિરોધ કેવો? વિરોધ તો તેમનામાં હોય છે જેમની એક સાથે ઉપલબ્ધિ થતી ન હોય, જેમ કે વંધ્યાના ગર્ભમાં બાળકની ઉપલબ્ધિ નથી અર્થાત વધ્યાનો ગર્ભ અને બાળકની એક સાથે ઉપલબ્ધિ નથી એટલે વંધ્યા સ્ત્રીનો ગર્ભ અને બાળકનો વિરોધ છે. શીત અને ઉષ્ણ એક સાથે રહી શકતા નથી એટલે તેમનામાં સહાનવસ્થાન નામનો વિરોધ છે. પરંતુ વસ્તુમાં જે સમયે સ્વરૂપની અપેક્ષાએ સત્ત્વ રહે છે તે જ સમયે પરરૂપની અપેક્ષાએ અસત્ત્વના રહેવામાં કોઈ આપત્તિ નથી કે જેથી શીત અને ઉષ્ણની જેમ તેમનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy