SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પ0 તર્કરહસ્યદીપિકા જ્ઞાન આપણને પ્રવૃત્તિની સફળતા અને અસફળતા ઉપરથી થાય છે. જો જ્ઞાનની પછી થનારી આપણી પ્રવૃત્તિ સમર્થ(સફળ) બને તો જ્ઞાનની યથાર્થતાનું આપણે અનુમાન કરીએ છીએ, અન્યથા તેની અયથાર્થતાનું. આમ જ્ઞાનનું પ્રામાણ્ય તથા અપ્રામાણ્ય બન્ને પરતઃ નિર્ણાત થાય છે. જ્ઞાનનું જ્ઞાન કેવી રીતે થાય છે. નૈયાયિકો સ્વસંવેદનને સ્વીકારતા નથી. જ્ઞાન સ્વયં પ્રકાશમાન નથી પણ તેનું પ્રત્યક્ષ થાય છે. “આ ઘડો છે' એવા ચાક્ષુષ પ્રત્યક્ષમાં જ્ઞાન ભાસતું નથી, પરંતુ તે ચાક્ષુષ પ્રત્યક્ષજ્ઞાનનું જ્ઞાન તેના પછી ઉત્પન્ન થતા માનસ પ્રત્યક્ષ દ્વારા થાય છે. આ માનસ પ્રત્યક્ષને અનુવ્યવસાય કહેવામાં આવે છે. આ અનુવ્યવસાયને આફટર-કોગ્નીશન (after-cognition) ગણી શકાય. આમ જ્ઞાન જો કે ઉત્પન્ન થતાંની સાથે જ સ્વયં પ્રગટ નથી થતું તેમ છતાં પછીની ક્ષણે તેનું પ્રત્યક્ષ થાય છે. વ્યવસાયાત્મક યા સવિકલ્પક જ્ઞાન જ જ્ઞાત થાય છે, જ્યારે અવ્યવસાયાત્મક યા નિર્વિકલ્પક જ્ઞાન અજ્ઞાત જ રહે છે. (૧) પ્રત્યક્ષ જે જ્ઞાન ઇન્દ્રિય અને અર્થના સન્નિકર્ષથી ઉત્પન્ન થયું હોય, જેની ઉત્પત્તિમાં શબ્દ કારણ ન હોય (અવ્યપદેશ્ય), જે અવ્યભિચારી અને નિશ્ચયાત્મક હોય તે પ્રત્યક્ષ છે. આ ગૌતમનું લક્ષણસૂત્ર છે. કેટલાંક જ્ઞાનો એવાં છે જે ઇન્દ્રિયાર્થસકિષજન્ય હોવા સાથે શબ્દજન્ય પણ અર્થાત્ ઉભયજ છે, તેમની વ્યાવૃત્તિ કરવા સૂત્રમાં અવ્યપદેશ્ય' પદ છે. ગૌતમની આ વ્યાખ્યા અનુસાર તો પ્રત્યક્ષજ્ઞાન સદા નિશ્ચયાત્મક જ હોય છે, અર્થાત્ નિર્વિકલ્પક પ્રત્યક્ષનો પ્રમાણ તરીકે સ્વીકાર આ વ્યાખ્યામાં નથી. પરંતુ ત્રિલોચન અને વાચસ્પતિએ આ પરંપરા તોડી આખા સૂત્રને તોડી પૂર્વભાગને લક્ષણવચન અને ઉત્તરભાગને વિભાગવચન ગણેલ છે. અવ્યપદેશ્ય અને વ્યવસાયાત્મક એ પ્રત્યક્ષના બે વિભાગો (ભેદો) છે. તેમણે “અવ્યપદેશ્ય' પદનો અર્થ કર્યો “શબ્દસંસર્ગરહિત અર્થાત્ નિશ્ચયરહિત, નિર્વિકલ્પક. પછી તો આ દ્વિવિધ પ્રત્યક્ષની માન્યતા સ્થિર થઈ ગઈ. નૈયાયિકો કહે છે કે નિર્વિકલ્પક અને સવિકલ્પક ૧. પ્રવૃત્તિકામર્થવત્ પ્રમાણમ્ ન્યાયભાષ્ય, ૧.૧.૧. (ઉત્થાનિકા) २. इन्द्रियार्थसन्निकर्षोत्पन्नं ज्ञानमात्ममनसोः संयोगविशेषादात्मसमवायाच्च सुखादिवद् गृह्यते । ન્યાયભાષ્ય, ૨.૧.૧૯. તમામ્ જ્ઞાનાન્તરવેદ્ય સંવેદને વેદ્યત્વાન્ ધરવિવત્ ! વ્યોમવતી, પૃ. ૨૯. મની પ્રાાિં .. મતિઃ. કારિકાવલી, ૫૭. ૩. ક્રિયાર્થસર્વોત્પન્ન જ્ઞાનમવ્યપદેશ્યમવ્યfમવાર વ્યવસાયાત્મવં પ્રત્યક્ષમ ! ન્યાયસૂત્ર, ૧.૧.૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy